Home /News /business /EPF એકાઉન્ટમાં વ્યાજના રૂપિયા ન આવવાથી કર્મચારીઓ નિરાશ? નાણા મંત્રાલયે ચિંતા મુક્ત કર્યા

EPF એકાઉન્ટમાં વ્યાજના રૂપિયા ન આવવાથી કર્મચારીઓ નિરાશ? નાણા મંત્રાલયે ચિંતા મુક્ત કર્યા

EPF એકાઉન્ટમાં વ્યાજના રૂપિયા નહિ આવવાથી કર્મચારીઓ નિરાશ(ફાઈલ તસવીર)

EPF account: નાણા મંત્રાલયે 5 ઓક્ટોબરની રાત્રે એક ટ્વીટ કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, ઈપીએફ સબસ્ક્રાઈબર્સને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહિ. તેમણે એ પણ કહ્યુ કે, વ્યાજના રૂપિયા ઈપીએફ સબસ્ક્રાઈબર્સના ખાતામાં મોકલવામાં આવી રહ્યા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃEPF એકાઉન્ટમાં વ્યાજના રૂપિયા નહિ આવવાથી કરોડો કર્મચારીઓ નિરાશ છે. નાણાકીય વર્ષ 2011-22 સમાપ્ત થયાના 6 મહિના વીતી ગયા છે, પરંતુ હજુ સુધી ખાનગી કર્મચારીઓેના EPF એકાઉન્ટમાં વ્યાજના રૂપિયા આવ્યા નથી. કર્મચારીઓને રૂપિયા મોડા આવવાને કારણે વ્યાજના રૂપિયામાં પણ ઘટાડાનો ડર સતાવી રહ્યો છે. નાણા મંત્રાલયે કર્મચારીઓની આ ચિંતા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.

    નાણા મંત્રાલયે ટ્વીટ કરી જાણકારી આપી


    નાણા મંત્રાલયે 5 ઓક્ટોબરની રાત્રે એક ટ્વીટ કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, ઈપીએફ સબસ્ક્રાઈબર્સને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહિ. તેમણે એ પણ કહ્યુ કે, વ્યાજના રૂપિયા ઈપીએફ સબસ્ક્રાઈબર્સના ખાતામાં મોકલવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચોઃ ખેડૂતોની મુંઝવણ, MSPનો કોઈ અતોપતો નથી તો રવિ પાકમાં શેની વાવણી કરવી? 

    ટેકનિકલ ખામીના કારણે થયો વિલંબ


    મંત્રાલયે કહ્યુ કે, વ્યાજની રકમ ટેકનિકલ ખામીના કારણે સબસ્ક્રાઈબર્સના ખાતામાં દેખાઈ રહી નથી. હકીકતમાં, EPF ટેક્સના નિયમોમાં ફેરફાર પછી સોફ્ટવેરને અપગ્રેડ કરવામાં આવી રહ્યુ હતું, જેના કારણે આ રૂપિયા એકાઉન્ટમાં દેખાઈ રહ્યા નથી.


    ઈપીએફઓએ મોહનદાસ પાઈના એક ટ્વીટના જવાબમાં આ જાણકારી આપી છે. પાઈએ ઈપીએફ સબસ્ક્રાઈબર્સને વ્યાજની રકમ મળવામાં વિલંબ થવાને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રઘાનમંત્રી કાર્યાલયને આ સવાલ પૂછ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, પ્રધાનમંત્રી વ્યવસ્થામાં સુધારો કરવાની જરૂર છે. પાઈએ મનીકંટ્રોલના કોલમ ‘Dear EPFO, where is my interest?’ને શેર કરતા આ સવાલ પૂછ્યો હતો.


    પાઈ દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની Infosys ના પૂર્વ સીઈઓ અને પૂર્વ ડિરેક્ટર છે. તેમણે પ્રધાનમંત્રી પાસે મદદની માગ કરતા કહ્યુ કે, નોકરિયાતોની બિનકાર્યક્ષમતાના ચાલતા નાગરિકોનને કેમ નુકસાન થવુ જોઈએ.

    આ પણ વાંચોઃ બેંકમાં 1 થી વધારે ખાતા રાખવાથી ફાયદો કે નુકસાન? જાણો શું કહે છે RBIના નિયમો

    મનીકંટ્રોલના એક કોલમમાં આ અંગે વિશ્લેષણ કરાયુ


    મનીકંટ્રોલના એક કોલમમાં Lee Kuan School of Public Policy ના એક વરિષ્ઠ સહયોગીએ ઈપીએફના વ્યાજની રકમ સબસ્ક્રાઈબર્સના ખાતામાં આવવામાં વિલંબ થવાનું વિશ્લેષણ કર્યુ હતું. તેમણે જણાવ્યુ કે, ઈપીએફઓના ટ્રસ્ટી બોર્ડના વ્યાજ દર બાબતે નિર્ણય લેવા અને વ્યાજના રૂપિયા ખાતામાં આવવાની વચ્ચે બહુ જ મોટુ અંતર રહે છે.


    તેમણે કહ્યુ કે, જો દરેક વર્ષે વ્યાજની રકમ આવવામાં ચાર મહિનાનો વિલંબ થશે, તો કોઈ કર્મચારીના 25 વર્ષના કરિયરમાં બેલેન્સ પર વ્યાજ ક્રેડિટ માટે 100 મહિનાનો વિલંબ થાય છે. આમાં નિવૃતિની રકમનો પણ સમાવેશ થાય છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, EPFO Interest, Finance ministry

    विज्ञापन
    विज्ञापन