Home /News /business /

ગરમી માટે ખાસ AC આવ્યું, ક્યારેય નહીં ચુકવવું પડે બિલ

ગરમી માટે ખાસ AC આવ્યું, ક્યારેય નહીં ચુકવવું પડે બિલ

સોલાર એસી

સોલાર એસી બનાવતી કંપનીઓનું કહેવું છે કે આ એસી તમામ ઋતુમાં કામ કરે છે. સૌથી સારી વાત એ છે કે આનો નિભાવ ખર્ચ સાવ ઓછો આવે છે.

    ન્યૂઝ18 ગુજરાતી :  દર વર્ષે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં લોકો ગરમીથી બચવા માટે AC (એર કન્ડિશનર) ખરીદવાનું વિચારતા હોય છે. જોકે, એસી ખરીદ્યા પછી સૌથી મોટી સમસ્યા વીજળીનું બિલ ભરવાની થતી હોય છે. પરંતુ આજે અમે તમને એવા એસી વિશે જણાવી રહ્યા છીએ જેનો ખર્ચ શૂન્ય છે. તમે ગરમી માટે સોલાર એસીનો વિકલ્પ પસંદ કરી શકો છો. સોલાર એસીને એક વખત લગાડી દીધા બાદ તમારે ક્યારેય વીજળીના બિલની ચિંતા કરવાની જરૂરી પડતી નથી.

    નિભાવ ખર્ચ સાવ ઓછો :

    સોલાર એસી બનાવતી કંપનીઓનું કહેવું છે કે આ એસી તમામ ઋતુમાં કામ કરે છે. સૌથી સારી વાત એ છે કે આનો નિભાવ ખર્ચ સાવ ઓછો આવે છે. આ કારણે તમારા ખિસ્સા પર વારે વારે બોઝ નહીં આવે. એસી ખરીદવા પર તમને ડીસીથી એસી કન્વર્ટર પણ મળશે. સોલાર પેનલને લગાવવી પણ સરળ છે. છત ઉપર કે પછી જે જગ્યાએ સારો તડકો આવતો હોય ત્યાં તમે તેને લગાવી શકો છો.

    રાત્રે પણ ચાલશે એસી :

    આ એસીને રાત્રે પણ ચલાવી શકાય છે. આવું તમે બેટરી લગાવીને કરી શકો છો. આ બેટરી દિવસે સોલાર પેનલથી ચાર્જ થશે, રાત્રે આનાથી એસી ચલાવી શકાશે.

    એક ટન એસી માટે આઠ સોલાર પેનલ જરૂરી :

    વીડિયોકોન અને એલજી જેવી કંપની સોલાર એસી બનાવી રહી છે. તમે ઓનલાઇન પણ તેની ખરીદી કરી શકો છો. 1 ટન ક્ષમતાવાળા એસીને ચલાવવા માટે આઠ સોલાર પેનલની જરૂરી છે. કંપની સોલાર પેનલ ડીસી ટૂ એસી કન્વર્ટર સહિત ઇન્સ્ટોલેશન સુધીની સુવિધા આપે છે.

    કિંમત સામાન્ય એસીથી થોડી વધારે :

    સોલાર એસીની કિંમત સામાન્ય એસીની સરખામણીમાં થોડી વધારે છે. જોકે, આની બીજી બાજુ એ છે કે તમારે એક જ વખત રોકાણ કરવું પડશે. સોલાર એસીનું મેઇન્ટેનન્સ સાવ ઓછું છે, તેમજ તે ચલાવવામાં વીજળીનું બિલ પણ નહીં આવે.

    હાલ સોલાર એસીની કિંમત આશરે એક લાખની આસપાસ છે. આ ઉપરાંત રાત્રે એસી ચલાવવા માંગતા હોય તો બેટરીનો ખર્ચ તમારે ભોગવવો પડશે. જો ત્રણ-ચાર વર્ષને ધ્યાનમાં રાખીને એસીની ખરીદી કરવામાં આવે તો તમામ પૈસા વસૂલ થઈ જશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Air conditioner, Electricity, Solar panel

    આગામી સમાચાર