આ છે દુનિયાના એકમાત્ર હિંદુ શેખ! એક સમયે ઓમાનના સુલ્તાનને પણ કરી છે આર્થિક મદદ

News18 Gujarati
Updated: January 11, 2020, 2:25 PM IST
આ છે દુનિયાના એકમાત્ર હિંદુ શેખ! એક સમયે ઓમાનના સુલ્તાનને પણ કરી છે આર્થિક મદદ
કનકશી ખિમજીભાઇ

ઓમાનના વિભન્ન સરકારી મંત્રાલયોમાં પણ કનકભાઇના નામની બોલબાલા છે.

  • Share this:
ઓમાન (Oman)ના સુલ્તાન કાબૂસ બિન સઇદ (Sultan Qaboos Bin Said) 79 વર્ષે નિધન થયું. શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. સુલ્તાન કાબૂસ 1970માં બ્રિટનના સમર્થનમાં પોતાની પિતાને ગાદીથી હટાવીને પોતાને સુલ્તાન બનાવ્યા હતા. તેમણે ઓમાનના વિકાસ માટે અનેક કાર્યો કર્યા. પણ આજે અમે તમને કનકશી ખિમજીભાઇ વિષે જણાવવા જઇ રહ્યા છીએ. જે ખાડી દેશ ઓમાનમાં રહેતા દુનિયાના એકમાત્ર હિંદૂ શેખ છે. કનકશીભાઇ ઓમનની જાણીતી હસ્તીઓમાંથી એક છે. ઓમન સાથે તેમના 150 વર્ષ જૂનો સંબંધ છે.
કનકભાઇ મૂળ ગુજરાતના કચ્છથી છે. તે વૈષ્ણવ સંપ્રદાયથી સંબંધ રાખે છે.

તેમની કંપનીનું નામ છે 'રામદાસ ગ્રુપ ઓફ કંપનીઝ' છે. તેમને ઓમનના સુલ્તાન કાબૂસ બિન સઇદ અલ સઇદે શેખની માનદ ઉપાધિ આપી હતી. કનક ભાઇ દુનિયાના એકમાત્ર હિંદુ શેખ છે. અને તેમના પરિવારને ઓમાન સાથે 150 વર્ષ જૂનો સંબંધ છે.

મીડિયા રિપોર્ટ મુજબ દુનિયાની સૌથી મોટા બંદરો સુધી ઝડપથી માલ પહોંચાવવા માટે કનકભાઇના પરદાદા રામદાસ ઠાકરશી 1870માં કચ્છના માંડવીથી ઓમાનના સૂર નામેની જગ્યા આવ્યા અને સ્થાઇ થયા. તે ભારતથી અનાજ, ચા અને મરચાં-મસાલા લઇ જઇને ઓમાન વેંચતા હતા અને ત્યાંથી ખજૂર, ડ્રાય લાઇમ ભારત વેંચતા હતા. ઓમાનની રાજધાની મસ્કટ તે સમયે સૌથી સમુદ્ધ બંદર હતું. કનક ભાઇના પિતા ગોકળદાસ અને દાદા ખિમજી રામદાસે મળીને ખિમજી રામદાસ ગ્રુપ ઓફ કંપનીની સ્થાપતા કરી હતી.

આ ગ્રુપે આજે ઓમાનનું સૌથી મોટું બિઝનેસ ગ્રુપ બની ગયું છે. કનકભાઇના દાદા ખિમજી રામદાસ તે સમયેના સુલ્તાન સઇદને આર્થિક સહાય પણ કરતા હતા. એટલું જ નહીં ઓમાનના વિભન્ન સરકારી મંત્રાલયોમાં પણ કનકભાઇના નામની બોલબાલા છે. તેમની વેપારી નીતિથી ઓમાનના સુલ્તાન પણ ખૂબ પ્રભાવિત છે.

સુલ્તાને ઓમાનના ટૂરિઝ વેપારને વિકસિત કરવા માટે પોતાની LoLo યાટ કનકભાઇને ભેટરૂપે આપી હતી. 1960માં કનકભાઇના લગ્નમાં તે સમયના સુલ્તાને ચાંદનો જગ ભેટ કર્યો હતો. અને ઓમાનમાં તે સમયની ક્વિન બીબી મહેજુએ પોતાના બે ફોટોગ્રાફર કનકભાઇને ભેટમાં આપ્યા હતા. તે સમયે આવું સન્માન ખૂબ ઓછા લોકોને મળતું હતું. 
First published: January 11, 2020, 2:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading