Home /News /business /

Coronaકાળ હોવા છતાં વિદેશમાં સ્થાળાંતર કરતાં લોકોમાં ભારતીયો ટોપ પર

Coronaકાળ હોવા છતાં વિદેશમાં સ્થાળાંતર કરતાં લોકોમાં ભારતીયો ટોપ પર

પ્રતિકાત્મક તસવીર

મોટા રોકાણકારો દ્વારા આ સમયમાં પણ રોકાણ માટે ઘર અથવા સિઝીઝનશીપ સાથે ઘર લેવાનું પ્રમાણ ઉંચું જ જોવા મળ્યું છે.

  કોરોના મહામારીને પગલે લોકોની વિદેશ યાત્રાઓ અટકી છે. પરંતુ, વિદેશી સંપત્તિની ખરીદીમાં કોઈ ખાસ ફેરફાર નથી જોવા મળ્યો. મોટા રોકાણકારો દ્વારા આ સમયમાં પણ રોકાણ માટે ઘર અથવા સિઝીઝનશીપ સાથે ઘર લેવાનું પ્રમાણ ઉંચું જ જોવા મળ્યું છે.

  વિદેશમાં સ્થાયી કે રોકાણ માટે ઘર લેવાની યાદીમાં કોરોનાકાળમાં પણ ભારતીય શ્રીમંતોનો દબદબો રહ્યો છે. 2020માં ઘર (residence-by-investment) અથવા સિટીઝનશીપ માટે રોકાણ (citizenship-by-investment) જેવા કાર્યક્રમો માટે પૂછપરછ કરતા લોકોની યાદીમાં ભારતીયો ફરીથી ટોચ પર છે.

  એક એજન્સીના અહેવાલ અનુસાર પૂછપરછ માટેની સંખ્યામાં 2019ની સાપેક્ષે વધારો થયો છે. જોકે ભારત દ્વિ-નાગરિકત્વ (બે દેશોની નાગરિકતા)ની મંજૂરી ન આપતો હોવાથી ‘રોકાણ દ્વારા નાગરિકતા’ થકી ભારતના ભારતીય પાસપોર્ટની માંગ વધી છે.

  કોવિડ અને રાજકીય અશાંતિના કારણે અમેરિકા જે 2019માં છઠ્ઠા સ્થાને હતું તેમાં ઉછળીને બીજા સ્થાને પહોંચ્યું છે.

  આ પણ વાંચો - મેલ ફર્ટિલિટી પર અસર કરી રહ્યા છે Laptop, આટલું રાખો ધ્યાન, નહીં તો, વીર્યની ગુણવત્તાને થશે અસર!

  2019માં 7000 ધનકુબેરોએ ભારત છોડ્યું

  અન્ય દેશની નાગરિકતા માટેની પૂછપરછની આ યાદીમાં ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને અનુક્રમે પાકિસ્તાનીઓ, દક્ષિણ આફ્રિકાના લોકો અને નાઇજિરીયનો રહ્યા હતા. રેસિડન્ટ અને સિટીઝનશીપ પ્લાનિંગની સેવા આપતી વૈશ્વિક સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સ (Henley & Partners) દ્વારા ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (TOI)ને આ માહિતી આપી છે.

  ન્યૂ ઓરલ્ડ એલ્થ (New orld ealth)ના ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રીવ્યૂ (Global Wealth Migration Review) મુજબ વિદેશમાં સ્થાયી થનારા કરોડપતિઓમાં ભારતીયો બીજા ક્રમે છે. અંદાજે 7000 ઘનકુબેરો (HNWIsના 2%)એ દેશ છોડ્યો હતો.

  હેન્લી એન્ડ પાર્ટનર્સના વૈશ્વિક સાઉથ એશિયા ટીમના ડિરેક્ટર અને વડા નિરભ્ય હાંડાએ જણાવ્યું કે "2019ની તુલનામાં 2020માં ભારતીયો પાસેથી પૂછપરછમાં 62.6%નો વધારો જોવા મળ્યો છે.

  આ પણ વાંચો - ક્રેડિટ કાર્ડ પર લોન લેવા માંગો છો? આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો

  યુરોપિયનના મતે રોકાણ સાથે જોડાયેલા સ્થળાંતર કાર્યક્રમો સસ્તા નથી, પરંતુ ઘણા લોકો માટે તે વિદેશીમાં લક્ઝરી હોમ રાખવા ઈચ્છતા હોય છે. વિવિધ દેશોના અધિકારક્ષેત્રોમાં કૌટુંબિક સંપત્તિ ફેલાવવા અથવા કોઈ ક્ષેત્રમાં સારી એક્સેસ મેળવવા પણ રોકાણ થતું હોય છે.

  ભારતીયો સૌથી વધુ બહાર કયા દેશમાં જાય છે?

  હેનલીના રીપોર્ટ અનુસાર ભારતીયોએ 2020માં સૌથી વધુ પૂછપરછ કેનેડાની રેસીડન્સી માટે કરી છે. ત્યારબાદ પોર્ટુગલ, ઓસ્ટ્રિયાની રેસિડેન્સી અને ઓસ્ટ્રિયાના સિટિઝનશિપ પ્રોગ્રામ, માલ્ટા સિટીઝનશિપ અને તુર્કીની સિટિઝનશિપ માટે પણ તપાસ વધી છે ઐતિહાસિક દ્રષ્ટિએ અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા ભારતીયોની પ્રથમ પસંદ છે.

  કેનેડા અને ઓસ્ટ્રેલિયા મુખ્ય દાવેદાર છે, પરંતુ આ દેશોના પ્રોગ્રામ્સ માટેનો પ્રોસેસિંગ સમય લાંબો થઈ ગયો છે અને રોકાણ પણ વધ્યું છે તેથી ભારતીય મોટા રોકાણકારો મર્યાદાને અલગ સ્થાન તરફ નજર કરી રહ્યા છે.

  દુબઇ, હોંગકોંગ અને સિંગાપોર જેવા આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ સેન્ટરોમાં પ્રોફેશનલ એનઆરઆઈની મોટી સંખ્યા છે. જો તેઓ આ દેશોમાં કાયમી રહેઠાણ અથવા નાગરિકત્વ મેળવવા માટે અસમર્થ હોય તો તેઓ તેમના અન્ય દેશોના પણ વિકલ્પો ખુલ્લા રાખે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Citizenship, Coronavirus

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन