Home /News /business /એક એવી ટ્રેન જેમાં નથી કોઇ ટિકિટ કે TTE, લોકો મફતમાં જ માણે છે મુસાફરીનો આનંદ

એક એવી ટ્રેન જેમાં નથી કોઇ ટિકિટ કે TTE, લોકો મફતમાં જ માણે છે મુસાફરીનો આનંદ

દુનિયાની એકમાત્ર મફતમાં પ્રવાસ કરાવતી આ અદભૂત ટ્રેન.

World's Only Free Train Bhakra nangal train: શું તમે કોઈ એવી ટ્રેન વિશે સાંભળ્યું છે જે બિલકુલ મફતમાં પ્રવાસ કરાવે? તમને જાણીને આશ્ચર્ય થશે કે પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આજે પણ એક એવી ટ્રેન ચાલે છે જેમાં પ્રવાસીઓ પાસેથી કોઈ ભાડુ લેવામાં આવતું નથી.

વધુ જુઓ ...
  ભારતીય રેલવે (Indian Railways)ને વિશ્વનું ચોથું સૌથી મોટું નેટવર્ક (World’s Fourth Largest Railway Network) માનવામાં આવે છે. જો તમારે ભારત દેશના કોઈ પણ ભાગમાં મુસાફરી કરવાની હોય તો તમને ટ્રેનની સુવિધા (Travelling in train) સરળતાથી મળી જશે. આપણા દેશમાં ટ્રેનની મુસાફરી પણ ખૂબ જ અનુકૂળ છે અને પર્સનલ વાહનની તુલનામાં તે આર્થિક રીતે પણ ખૂબ જ પરવડે તેવી છે. ટ્રેનમાં તમને જનરલ, સ્લીપર, એસી ક્લાસ માટે ઓપ્શન મળે છે. તમે તમારી સુવિધા અને બજેટ અનુસાર વિકલ્પ પસંદ કરો, રેલ્વેને ભાડુ ચૂકવો અને તમારી ઇચ્છિત મુસાફરી કરી શકો છો.

  આ પણ વાંચોઃ Gratuity: કંપની દીવાળું ફૂંકે કે અસ્તિત્વ ગુમાવે તો શું તમને ગ્રેચ્યુટીની રકમ મળે કે હાથ ધોવા પડે? નિયમ શું છે?

  પરંતુ શું તમે ક્યારેય એવી ટ્રેન વિશે સાંભળ્યું છે કે જે તમને મફત મુસાફરી આપે. જી હાં, તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતીય રેલવે તંત્રમાં એક એવી ટ્રેન પણ છે, જેમાં લગભગ 75 વર્ષથી લોકો ફ્રીમાં મુસાફરી કરી રહ્યા છે. આ માટે તેમને કોઇ ભાડું આપવું પડતું નથી. તે ચોક્કસ રૂટ પર ચલાવવામાં આવે છે. તો ચાલો તમને જણાવીએ આ ટ્રેન વિશે.

  ક્યાં ચાલે છે આ ટ્રેન?


  આ ટ્રેનનું સંચાલન ભાખરા બાયસ મેનેજમેન્ટ બોર્ડ (Bhakra Byas Management Board) દ્વારા કરવામાં આવે છે અને તે પંજાબ અને હિમાચલ પ્રદેશની સરહદ પર ભાખરા અને નાંગલ વચ્ચે ચલાવવામાં આવે છે. ભાખરા-નાંગલ ડેમ (Bhakra-Nangal Dam) સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ડેમ સૌથી ઊંચા સ્ટ્રેટ ગ્રેવિટી ડેમ તરીકે પ્રખ્યાત છે. જેને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. આ ટ્રેન સતલજ નદીમાંથી પસાર થાય છે અને શિવાલિક પહાડોમાંથી પસાર થઇને 13 કિલોમીટરનું અંતર કાપે છે. આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પાસેથી કોઈ ભાડું લેવામાં આવતું નથી. ભાખરા-નાંગલ ડેમની મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓ આ ટ્રેનની મફત મુસાફરીનો આનંદ માણે છે.

  આ પણ વાંચોઃ આ કંપનીના શેર ખરીદવા માટે રોકાણકારોની પડાપડી, ત્રીજા દિવસે 5 ગણો સબસ્ક્રાઈબ થયો IPO

  ટ્રેનમાં નથી કોઇ TTE


  આ ટ્રેનની શરૂઆત વર્ષ 1948માં કરવામાં આવી હતી. તેની ખાસિયત એ છે કે તેના કોચ લાકડાના બનેલા છે અને તેમાં ટીટીઈ પણ નથી. પહેલા આ ટ્રેન સ્ટીમ એન્જિનથી ચાલતી હતી, પરંતુ બાદમાં તે ડીઝલ એન્જિનથી દોડવા લાગી હતી. શરૂઆતમાં આ ટ્રેનમાં 10 કોચ હતા, પરંતુ હાલ તેમાં માત્ર 3 કોચ છે. આ ટ્રેનનો રૂટ પર્વતોને કાપીને ડેમ તરફ જાય છે, જેને જોવા માટે દરરોજ સેંકડો પ્રવાસીઓ આવે છે.


  વારસા તરીકે રાખવામાં આવી ટ્રેન


  ટ્રેક પર ત્રણ ટનલ અને ઘણા સ્ટેશન છે, જેમાંથી ટ્રેન પસાર થાય છે. આ ટ્રેનમાં દરરોજ લગભગ 800 લોકો મુસાફરી કરે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ તેની મુસાફરીનો આનંદ માણે છે. 2011માં બીબીએમબીએ આર્થિક નુકસાનને કારણે આ મફત સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ બાદમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ ટ્રેનને આવકના સ્ત્રોત તરીકે નહીં, પરંતુ વારસા અને પરંપરા તરીકે જોવામાં આવે. આપને જણાવી દઇએ કે, ભાખડા-નાંગલ ડેમ બનાવતી વખતે રેલવે દ્વારા ઘણી મદદ લેવામાં આવી હતી. આ બંધનું નિર્માણ કાર્ય 1948માં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ટ્રેન દ્વારા શ્રમિકો અને મશીનોની હેરફેરનું કામ કરવામાં આવ્યું હતું. 1963માં આ ડેમને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી અનેક પ્રવાસીઓ આ ટ્રેનની સફરનો આનંદ માણી રહ્યા છે.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Amazing, Business news, Indian railways

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन