ભારતની આ કંપનીએ લૉન્ચ કરી દુનિયાની સૌથી મોંઘી ચૉકલેટ

News18 Gujarati
Updated: October 23, 2019, 1:02 PM IST
ભારતની આ કંપનીએ લૉન્ચ કરી દુનિયાની સૌથી મોંઘી ચૉકલેટ
દુનિયાની સૌથી મોંંધી ચૉકલેટ

અનુજ રુસ્તગીએ CNBCTV18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે ચૉકલેટ બિઝનેસમાં નફો ખુબ છે.

  • Share this:
અનેક સેક્ટરમાં વેપાર કરતી કંપની ITC એ દુનિયાની (World Most Expensive Chocolate) સૌથી મોંઘી ચૉકલેટ લોન્ચ કરી છે. આ ચૉકલેટની કિંમત 4.3 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ITC એ ચૉકલેટની પોતાની બ્રાન્ડ ફૈબેલ હેઠળ આ ચૉકલેટને રિલીઝ કરી છે. અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World Record) માં તેને સામેલ કરવામાં આવી છે. આ પહેલા વર્ષ 2012માં ડેનમાર્કની અર્ટિસન ફ્રિર્ટ્ઝ દુનિયાની સૌથી મોંધી ઇન્ડિવિજ્યુઅલ ચૉકલેટ બનાવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, આ ચૉકલેટની કિંમત લગભગ 3.39 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.

સ્પેશ્યલ બોક્સમાં મળશે આ ચૉકલેટ : આ ચોકલેટ એક લાકડીના બૉક્સમાં મળશે. જેમાં 15 ગ્રામની 15 ટ્રફલ્સ હશે. આ બૉક્સની કિંમત તમામ ટેક્સ મેળવીને 1 લાખ રૂપિયા થશે.  ITC આઇટીસીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અનુજ રુસ્તગીએ કહ્યું કે ફૈબેલમાં અમે આ દ્વારા નવું બેન્ચમાર્ક સ્થાપિત કર્યું છે. અને અમે ખુબ જ ખુશ છીએ. આમ કરી અમે ખાલી ભારતીય બજારમાં જ નહીં પણ વૈશ્વિક સ્તર પર મોટી ઉપલબ્ધિ મેળવી છે. અને અમે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધવ્યું છે.

દુનિયાની સૌથી મોંઘી ચૉકલેટ


અનુજ રુસ્તગીએ CNBCTV18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે ચૉકલેટ બિઝનેસમાં નફો ધણો છે. અને આ ચૉકલેટ કેવી છે તે જાણવા ફૈબેલની નવી ચૉકલેટ માટે તમારે ઓર્ડર આપવો જ રહ્યો! આ ચૉકલેટને દિવાળી પહેલા લૉન્ચ કરવામાં આવી છે. સાથે જ કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે અમારા આ પ્રોડક્ટને લઇને અનેક HNIએ પોતાની રુચિ બતાવી છે. આ ચૉકલેટ ઑર્ડર પ્રમાણે બનાવવામાં આવે છે. અને 1 લાખની કિંમતના આ બૉક્સમાં આ મોંધી ચૉકલેટ મૂકવામાં આવે છે.
First published: October 23, 2019
વધુ વાંચો
अगली ख़बर