ભારતમાં પણ હવે ગોલ્ડ બેંક ખુલશે! સામાન્ય લોકોને આટલા ફાયદા થશે

News18 Gujarati
Updated: November 1, 2019, 2:08 PM IST
ભારતમાં પણ હવે ગોલ્ડ બેંક ખુલશે! સામાન્ય લોકોને આટલા ફાયદા થશે
પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે (World Gold Council) ભારત સરકારને દેશમાં તબક્કાવાર બુલિયન બેન્કિંગ (Bullion Banking in India) શરૂ કરવાની સલાહ આપી છે.

  • Share this:
મુંબઈ : ચીન અને યુરોપિયન દેશો પછી હવે ભારતમાં પણ બુલિયન બેન્કિંગ (Bullion Banking) અંગે ચર્ચા તેજ થઈ ગઈ છે. ડબ્લ્યૂજીસીએ (World Gold Council) ભારત સરકારને દેશમાં તબક્કાવાર બુલિયન બેન્કિંગ (Bullion Banking in India) શરૂ કરવાની સલાહ આપી છે. WGC તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વર્તમાન સમયમાં ભારતીય ગોલ્ડ માર્કેટ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. સોનાની શુદ્ધતા પર પણ સવાલો ઉઠતા રહ્યા છે. ગોલ્ડ માર્કેટ સંપૂર્ણ રીતે સંગઠિત પણ નથી. આથી ભારત પાસે દુનિયામાં પોતાની ધાક જમાવવાનો બહુ સારો મોકો છે. કારણ કે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. દર વર્ષે ભારતમાં 850 થી 900 ટન સોનાની ખપત થાય છે.

બુલિયન બેન્કિંગ વિશે જાણો


  1. સોનાને દુનિયાભરમાં સૌથી સારી લિક્વિડ એસેટ ક્લાસમાંની (સરળતાથી રોકડમાં રૂપાંતરિક કરી શકાય તેવી અસ્કયામત) એક માનવામાં આવે છે. અમેરિકા, યૂકે, ચીન, સ્વિટ્ઝરલેન્ડ સહિત અનેક દેશોના બુલિયન બજાર ખૂબ જ સંગઠિત છે.

  2. કેડિયા કોમોડિટીના એમડી અજય કેડિયાએ ન્યૂઝ18 હિન્દીને જણાવ્યું કે, બુલિયન બેન્કિંગ સેવા દુનિયાના અનેક દેશોમાં ચાલી રહી છે. ભારતમાં પણ તેના વિસ્તાર અંગે વાતચીત શરૂ થઈ છે. જો સરળ ભાષામાં વાત કરીએ તો બુલિયન બેન્કિંગ સામાન્ય બેન્કિંગ જેવું જ છે.

  3. બુલિયન બેન્કિંગમાં સામાન્ય લોકો સોનાના બદલામાં કરજ લઈ શકે છે, રોકાણ કરી શકે છે તેમજ શેરની જેમ સોનાનું ટ્રેડિંગ પણ કરી શકે છે.
  4. ચીનમાં સોનાની સૌથી વધારે ખપત થાય છે. આજે ચીનની મોટી બેંકો બુલિયન માર્કેટમાં પણ ભાગ લે છે.

  5. દુનિયાભરમાં આજે બુલિયન બેન્કિંગનો સૌથી વધારે ઉપયોગ રોકાણ માટે થાય છે. બુલિયન બેન્ક સામાન્ય રીતે LBMA (લંડન બુલિયન માર્કેટ એસોસિએશન)માં ભાગ લે છે.
સામાન્ય લોકો માટે ફાયદા :

અજય કેડિયાએ જણાવ્યું કે, બુલિયન બેન્કિંગ આવતા લોકોને અનેક ફાયદા થશે. જો કોઈએ સોનું વેચવું છે તો સ્થાનિક જ્વેલર્સ અવારનવાર સોનાની શુદ્ધતા પર સવાલ ઉઠાવીને તેનો ઓછો ભાવ આપતા હોય છે. એવામાં બુલિયન બેન્કિંગ મારફતે લોકો સરળતાથી સોનું વેચી શકે છે. જ્યારે સોનું ખરીદતી વખતે પણ ગુણવત્તા જેવી બાબતોનું ધ્યાન રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.અજય કેડિયાએ વધુમાં કહ્યુ કે, બુલિનય બેન્કિંગ મારફતે તમે ગમે ત્યાં અને ગમે ત્યારે પૈસા મેળવી શકો છો. કેડિયાએ દાખલો આપતા કહ્યુ કે બુલિયન બેન્કિંગમાં ગોલ્ડ માર્કેટ સંપૂર્ણ રીતે સંગઠીત થઈ જશે. એવામાં સોનું શેરની જેમ ડિમેટમાં રહેશે. પૈસાની જરૂર પડશે તો ATMના માધ્યમથી ગમે ત્યારે પૈસા ઉપાડી શકાશે.

અજય કેડિયાનું કહેવું છે કે ભારતમાં બુલિયન બેન્કિંગ સામે અનેક પડકારો પણ રહેલા છે. ભારતમાં સોનું મોટાભાગે ગ્રાહક પાસે રહે છે. આવી સ્થિતિમાં ડિમેટલાઇઝ થવું મુશ્કેલ છે. સાથે જ ગ્રામ્ય ક્ષેત્રમાં બુલિયન બેન્કિંગ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ સરકાર માટે મુશ્કેલ હશે.
First published: November 1, 2019, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading