Home /News /business /

દુનિયાની પહેલી Flying Carનું સ્લોવાકિયામાં સફળ પરીક્ષણ, શું ભારત પણ છે રેસમાં?

દુનિયાની પહેલી Flying Carનું સ્લોવાકિયામાં સફળ પરીક્ષણ, શું ભારત પણ છે રેસમાં?

હવે ઉડે તેવી કારનું સપનું સાચું થવા જઈ રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર- Pixabay)

કારની ટેન્ક ફૂલ કર્યા બાદ આ કાર 82000 ફૂટની ઉંચાઈ પર અને 1000 કિમી સુધીની ઉડાન ભરી શકે છે, જાણો આ ફ્લાઈંગ કારના તમામ ફીચર્સ

દુનિયાની પહેલી ઉડતી કાર બનાવવામાં આવી છે. એરકાર નામની કંપનીએ આ ઉડતી કાર બનાવી છે. જૂનના અંતમાં સ્લોવાકિયાના બે શહેર નિત્રા અને બ્રાતિસ્લાવા વચ્ચે આ ફ્લાઈંગ કારે ઉડાન ભરી હતી. આ ઉડાન પૂર્ણ કરવામાં માત્ર 35 મિનિટ લાગી હતી. કાર ચાલતા ચાલતા 2 મિનિટથી પણ ઓછા સમયમાં ફ્લાઈંગ કારમાં બદલાઈ જાય છે અને તેમાં 200 કિલોગ્રામ સુધીનું વજન ધરાવતા લોકો આરામથી સફર કરી શકે છે.

આ કાર કેવી રીતે કામ કરે છે

અત્યાર સુધી આપણે માત્ર સાયન્સ ફિક્શન અને કાર્ટૂનમાં ઉડતી કાર જોઈ છે અને હવે આ સપનું સાચુ થવા જઈ રહ્યું છે. આ ઉડતી કારના સફળ પરીક્ષણ બાદ આ દિશામાં અનેક ઐતિહાસિક બદલાવ થઈ શકે છે. બે શહેરો વચ્ચે ઉડાન ભર્યા બાદથી આ ફ્લાઈંગ કારની ચર્ચા થઈ રહી છે કે આ કાર કેવી રીતે કામ કરે છે.

કારની વિશેષતા

ફ્લાઈંગ કારમાં 160 હોર્સ પાવરનું BMW એન્જિન લગાવવામાં આવ્યું છે. કાર નિર્માતા કંપની એરકારે આ કારની વિશેષતા જણાવી છે. જો કાર ઉડતી હોય તો તેનું એન્જિન મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. કારની વિશિષ્ટતા છે કે તે આ કાર અન્ય કારની જેમ સામાન્ય પેટ્રોલની જેમ જ ચાલે છે.

આ પણ વાંચો, જો તમારી પાસે પણ 1 રૂપિયાની નોટ છે તો તમે પણ કમાઈ શકો છો 7 લાખ રૂપિયા, જાણો કેવી રીતે

કારની સ્પીડ

એક વાર કારની ટેન્ક ફૂલ કર્યા બાદ આ કાર 82000 ફૂટની ઉંચાઈ પર અને 1000 કિમી સુધીની ઉડાન ભરી શકે છે. ઉડવા માટે આ કારમાં એક પેરાશૂટ અને એક પ્રોપેલર લગાવવામાં આવ્યું છે. આ કાર પ્રતિ કલાક 170 કિમીની સ્પીડથી ઉડે છે. કંપની આ કારની સ્પીડને બમણી કરવા માટેનું પણ કહી રહી છે.

ફ્લાઈંગ કારમાં થઈ શકે છે બદલાવ

આ ફ્લાઈંગ કારના કારણે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો થઈ શકે છે અને દુર્ઘટનાઓ પણ ઓછી થઈ જશે. આ કારમાં એક કમી પણ છે. આ કારને ડાયરેક્ટ રસ્તા પરથી આકાશમાં ના ઉડાડી શકાય. તેના માટે રનવેની જરૂરિયાત રહે છે. આ કારને લેન્ડિંગ માટે રનવેની જરૂરિયાત છે. આ કારનો ઉપયોગ થઈ શકે છે પરંતુ આ કારની સફરની શરૂઆત માત્ર એરપોર્ટથી થઈ શકે અને એરપોર્ટ પર પૂર્ણ થઈ શકે છે.

કારોબારીઓ આ કારમાં રસ દાખવી રહ્યા છે

ફ્લાઈંગ કાર વિશે અનેક લોકો વાત કરી રહ્યા છે. મોટા મોટા કારોબારીઓ કાર નિર્માણમાં રસ દાખવી રહ્યા છે. વર્ષ 2019માં સલાહકાર કંપની મોર્ગન સ્ટેનલીએ ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2040 સુધીમાં આ સેક્ટર લગભગ 1.5 ટ્રિલિયન ડોલરનું થઈ જશે. અનેક કાર કમર્શિયલ સ્વરૂપે લોન્ચ થઈ ગઈ હશે અને તેની માંગમાં વધારો થશે.

આ પણ જુઓ, VIDEO: માધુરી દીક્ષિતના ફેમસ સોન્ગ પર યુવતીએ રેડ સાડી પહેરી કર્યો ધાંસૂ ડાન્સ, લોકોએ કહ્યું- ‘બડી મુશ્કિલ’

સુપર કારની વાત

એલન મસ્કે ટ્વિટર પર ટેસ્લાની એક સુપર કારની વાત કરી છે જે વર્ષ 2022 સુધીમાં લોન્ચ થઈ શકે છે. આ પહેલા જાપાનની એક કંપનીએ વર્ષ 2020માં ફ્લાઈંગ કારનો ઉલ્લેખ કર્યો હતો. ઘોષણાના થોડા સમય બાદ કંપની સ્કાઈડ્રાઈવને જાપાનની સરકારી બેન્કે ખૂબ જ વધુ ફંડિંગ આપવાનું એલાન કર્યું હતું. કંપની અનુસાર વર્ષ 2023 સુધીમાં કારને કોમર્શિયલ રૂપે લોન્ચ કરવામાં આવશે.

ઓલામાં ભ્રામક વિડીયો બતાવવામાં આવ્યો હતો

અનેક દેશ પોત પોતાની ફ્લાઈંગ કારની વાતો કરી રહ્યા છે. ભારતમાં ઓલાએ Ola AirPro નામથી એક ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કારની વાત કરી છે. સંપૂર્ણ રીતે આ કારનો પ્રોટોટાઈપ નામનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં ખૂબ જ સારી ટેકનિક હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લોકોને જાણવા મળ્યું કે 1 એપ્રિલના રોજ આવેલ આ વિડીયો એપ્રિલ ફૂલ પ્લાનનો એક ભાગ હતો. ભારતે પોતાની ફ્લાઈંગ કાર માટે ખૂબ જ રાહ જોવી પડશે.
First published:

Tags: Air Car, Auto news, Business news, Flying car, Lifestyle, Slovakia

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन