Home /News /business /First Tractor in World: દેશમાં ગાયના છાણની લોકો ઉડાવે છે મજાક, વિદેશીઓ આ જ છાણથી 270 હોર્સ પાવરનું ટ્રેક્ટર ચલાવશે

First Tractor in World: દેશમાં ગાયના છાણની લોકો ઉડાવે છે મજાક, વિદેશીઓ આ જ છાણથી 270 હોર્સ પાવરનું ટ્રેક્ટર ચલાવશે

મિથેન સંચાલિત ટ્રેક્ટર ખૂબ જ ઓછું પર્યાવરણીય પ્રદૂષણ ફેલાવે છે અને ડીઝલ ટ્રેક્ટરની તુલનામાં તેને ચલાવવાનો ખર્ચ પણ ઘણો ઓછો છે.

Innovative Tractor: ગાયના છાણમાંથી બનેલા મિથેન ગેસ પર ચાલતું આ ટ્રેક્ટર ડીઝલ ટ્રેક્ટર જેટલું શક્તિશાળી છે. તેમજ તેને ચલાવવાનો ખર્ચ પણ ઘણો ઓછો છે. મિથેન ગેસ બનાવ્યા પછી બચેલું ખાતર ખેતરોમાં વાપરી શકાય છે.

    Innovation in Agriculture: ભારતમાં ગાયના છાણના ઉપયોગને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. સામાન્ય રીતે ગાયના છાણના ઉપયોગ અંગે કરવામાં આવતા પ્રયોગોની મજાક થતી હોય છે. તેમ છત્તા ગાયના છાણના ઉપયોગને લઈને વિશ્વભરમાં પ્રયોગો થઈ રહ્યા છે. બ્રિટિશ કંપનીએ હવે ગાયના છાણમાંથી બનાવેલ મિથેન ગેસથી ચાલતું ટ્રેક્ટર બનાવ્યું છે. આ 270 હોર્સ પાવર મિથેન સંચાલિત ટ્રેક્ટર ડીઝલ સંચાલિત ટ્રેક્ટર કરતાં બિલકુલ નબળું નથી. તેમજ મિથેન સંચાલિત ટ્રેક્ટર ખૂબ જ ઓછું પર્યાવરણીય પ્રદૂષણફેલાવે છે અને ડીઝલ ટ્રેક્ટરની તુલનામાં તેને ચલાવવાનો ખર્ચ પણ ઘણો ઓછો છે.

    બ્રિટિશ કંપની બેનામનએ આ ટ્રેક્ટર બનાવ્યું છે. કંપની એક દાયકા કરતાં વધુ સમયથી બાયોમિથેન ઉત્પાદન પર સંશોધન કરી રહી છે. સમગ્ર લોકોને આ ટ્રેક્ટોરથી ઘણી આશાઓ પણ છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આ બાયોમિથેનથી ચાલતું ટ્રેક્ટર ક્લાઈમેટ ચેન્જના સંકટનો સામનો કરવામાં ખૂબ મદદરૂપ થશે.

    આ પણ વાંચો:CNG Price Hike: આ કંપનીએ કર્યો ગેસ મોંઘો, મહિનામાં બીજી વખત ભાવ વધારો, જુઓ નવા રેટ

    તે કેવી રીતે કામ કરે છે


    100 ગાયોના ફાર્મમાં બાયોમિથેન બનાવવા માટે એક યુનિટ બનાવવામાં આવ્યું છે. આ યુનિટમાં ગાયનું છાણ અને મૂત્ર એકત્ર કરવામાં આવ્યું હતું. તેના વડે બાયોમિથેનનું સર્જન કરવામાં આવ્યું. ત્યારબાદ આ બાયોમિથેનને ક્રાયોજેનિક ટાંકીમાં ભરવામાં આવ્યું હતું. આ ટાંકી ટ્રેક્ટરમાં ફીટ કરવામાં આવી હતી. જે ક્રાયોજેનિક ટાંકીમાં -160 ડિગ્રી તાપમાન પર લિક્વિફાઇડ મિથેનરાખવામાં આવ્યું. આનાથી ટ્રેક્ટરને ચલાવવા માટે એટલી જ શક્તિ મળે છે, જેટલી ડીઝલ દ્વારા મળે છે.

    આ પણ વાંચો:National Saving Certificateમાં રૂપિયા ડબલ થતા વાર નહિ લાગે, આ રીતે ઉઠાવો ફાયદો

    બેનામનના સહ-સ્થાપક ક્રિસ માન કહે છે કે T7 એ પ્રવાહી મિથેન ઇંધણ દ્વારા ચાલતું વિશ્વનું પ્રથમ ટ્રેક્ટર છે. કૃષિ ઉદ્યોગને ડીકાર્બોનાઇઝ કરવાની દિશામાં આ પ્રથમ પગલું છે. કંપની ટેકનોલોજીના વ્યાપક ઉપયોગની શક્યતાઓ શોધી રહી છે. તેમને આશા છે કે એક દિવસ ગ્રામીણ વિસ્તારોમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે તેનો ઉપયોગ કરી શકાશે.


    મિથેન સાથે ખાતર પણ મળશે


    બેનામન કહે છે કે મિથેન બનાવ્યા બાદ ટાંકીમાંથી ગાયના છાણની સલરી બહાર કાઢી લેવામાં આવે છે. તે ખૂબ જ ઉપજાવ છે. ખેતરોમાં તેનો ઉપયોગ કરીને પાકની ઉપજ વધારી શકાય છે. તેની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ઘટાડી શકાય છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Agricultural, Business news, Tractor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन