ચોંકાવનારો રિપોર્ટ: વર્ષ 2025 સુધીમાં જશે દર 10માંથી 6 લોકોની નોકરી

ચોંકાવનારો રિપોર્ટ: વર્ષ 2025 સુધીમાં જશે દર 10માંથી 6 લોકોની નોકરી
પ્રતિકાત્મક તસવીર

આ રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(World Economic Forum) દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જેનું કારણ મશીનો અને માણસો દ્વારા કામ થનારા સમયને બતાવાયો છે.

 • Share this:
  કોરોના મહામારી અને લોકડાઉનના કારણે વિશ્વના લાખો લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. અત્યાર પણ હાલત કઈંક એવી જ છે. ત્યારે વધુ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમ કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2025 સુધીમાં દર 10 લોકોમાંથી 6એ નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(World Economic Forum) દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જેનું કારણ મશીનો અને માણસો દ્વારા કામ થનારા સમયને બતાવાયો છે.

  રિપોર્ટ મુજબ, મહામારી પહેલા અને મહામારી બાદ મશીનોનો ઉપયોગ વધ્યો છે, જેથી લોકોએ નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવી શકે છે. જોકે, આ રિપોર્ટ 19 દેશોમાં પ્રાઇસ વોટર હાઉસ કૂપર કંપનીમાં કામ કરતા 32 હજાર કર્મચારીઓ પર કરાયેલા સર્વે પર આધારિત છે.  જાણો, શું કહે છે રિપોર્ટ

  સર્વેમાં શામેલ દુનિયાના 40 ટકા કર્મચારીઓને લાગી રહ્યું છે કે, તેઓ આગામી 5 વર્ષોમાં પોતાની નોકરી ગુમાવશે. જયારે 56 ટકા લોકોને એવું લાગી રહ્યું છે કે તેઓ ભવિષ્યમાં લાંબા સમયના રોજગાર મેળવવામાં સફળ રહેશે. તો બીજી તરફ 60 ટકાથી વધુ લોકોએ સરકાર પાસે નોકરી સુરક્ષિત રહે તે માટે અપીલ કરી છે.

  આ પણ વાંચોટ્રાફિક દંડથી બચવા બાઈક ચાલકે કરી હદ પાર, પોલીસ કર્મી પર બાઈક ચઢાવી થયો ફરાર

  ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં લદાયેલા લોકડાઉન દરમિયાન 40 ટકા લોકોએ પોતાની ડિજિટલ સ્કિલને અપડેટ કરી છે અને તેને વધુ સારી બનાવી છે. સાથે જ 77 ટકા લોકોએ કઈંક નવું શીખવા માટે અને પોતાનામાં સુધાર લાવવાના પ્રયત્નો કર્યા છે.

  આ પણ વાંચો - કચ્છમાં દર્દનાક ઘટના : અકસ્માતે ટ્રેક્ટર પુલ પરથી નીચે ખાબકતા આગ, એક વ્યક્તિ જીવતો ભડથું થયો

  80 ટકા લોકો પોતાને તૈયાર કરી રહ્યા છે

  રિપોર્ટમાં જણાવ્યા મુજબ, 80 ટકા લોકો ટેક્નોલોજીના અનુકૂળ થવા માટે પોતાની ક્ષમતામાં વધારો કરી રહ્યા છે. WEFના ગત રિપોર્ટ અનુસાર, મશીનો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વધતી નિર્ભરતાએ 85 ટકા નોકરીઓ પર લટકતી તલવાર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. એ સમયે 9.7 કરોડ લોકોના રોજગારનું સર્જન થશે તેમ કહેવાયું હતું.
  Published by:News18 Gujarati
  First published:April 03, 2021, 16:09 pm

  ટૉપ ન્યૂઝ