World Economic Forum: વર્લ્ડ ઇકોનોમિક ફોરમએ જણાવ્યું હતું કે દાવોસમાં તેની વાર્ષિક બેઠક વિશ્વના નેતાઓને તાત્કાલિક આર્થિક, ઉર્જા અને ખાદ્ય કટોકટીને સંબોધવા અને વિશ્વને વધુ સક્ષમ અને મજબૂત બનાવવા માટે બોલાવશે. WEFએ જણાવ્યું કે આ પાંચ દિવસીય વાર્ષિક સંમેલન 16 થી 20 જાન્યુઆરી દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાશે. WEFએ એશિયાઈ ખંડ, ખાસ કરીને ચીન અને જાપાન જેવા દેશોમાંથી નોંધપાત્ર સહભાગિતાની અપેક્ષા રાખી હતી.
આ સંમેલનમાં ઓછામાં ઓછા ચાર કેન્દ્રીય પ્રધાનોમાં મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ, સ્મૃતિ ઈરાની અને આરકે સિંહ અને ત્રણ મુખ્ય પ્રધાનોમાં યોગી આદિત્યનાથ, એકનાથ શિંદે અને બીએસ બોમઈ ભાગ લેશે તેવી આશા છે. ઉપરાંત ભારતમાંથી ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોની લગભગ 100 હસ્તીઓ ભાગ લઇ શકે છે.