દુનિયાની સૌથી મોટી કંપની આપી રહી છે 20 હજાર લોકોને નોકરી, ધોરણ-12 પાસ પણ કરી શકે છે અરજી

દુનિયાની સૌથી મોટી કંપની આપી રહી છે 20 હજાર લોકોને નોકરી, ધોરણ-12 પાસ પણ કરી શકે છે અરજી
અમેઝોન ઈન્ડિયામાં નોકરી મેળવવા માટે શું છે યોગ્યતા અને કેવી રીતે કરશો અરજી?

અમેઝોન ઈન્ડિયામાં નોકરી મેળવવા માટે શું છે યોગ્યતા અને કેવી રીતે કરશો અરજી?

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ઘણી કંપનીઓએ હાયરિંગ રોકી દીધું છે, પરંતુ દુનિયાની સૌથી મોટી કંપની અમેઝોન હજુ પણ હાયરિંગ કરી રહી છે. અમેઝોન ઈન્ડિયા (Amazon India)એ જાહેરાત કરી છે કે તેઓ પોતાની કસ્ટમર સર્વિસ ટીમમાં લગભગ 20 હજાર સીઝનલ કે અસ્થાયી રોજગારની અવસર ઉત્પન્ન કરી રહી છે. તેની પાછળ કંપનીનો ઉદ્દેશ્ય ભારત અને દુનિયાભરમાં પોતાના ગ્રાહકોની મદદ કરવાનો છે.

  અમેઝોન ઈન્ડિયાએ નિવેદનમાં કહ્યું છે કે નવી અસ્થાયી પોઝિસન્સ આગામી 6 સપ્તાહમાં કસ્ટમર ટ્રાફિકમાં અંદાજિત માંગને પૂરી કરવા માટે હૈદરાબાદ, પુણે, કોયમ્બતૂર, નોઇડા, કોલકાતા, જયપુર, ચંદીગઢ, ઇન્દોર, ભોપાલ અને લખનઉમાં જાહેરાત કરવામાં આવી રહી છે. નવા પદો પર નિયુક્ત એસોસિએટ્સ ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે. તેના માટે તેઓ વિભિન્ન માધ્યમો જેમ કે ઈમેલ, ચેટ, સોશિયલ મીડિયા તથા ફોનના માધ્યમથી વ્યક્તિગત તથા ઉત્કૃષ્ટ અનુભવ પૂરો પાડશે.  આ પણ વાંચો, સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 50 હજારે પહોંચ્યો, શું આ મોટો નફો કરવાની તક છે?

  નોકરી માટે શું છે યોગ્યતા અને કેવી રીતે કરશો અરજી?

  - અમેઝોન ઈન્ડિયા દ્વારા અસ્થાયી પદો પર ભરતી માટે કેન્ડિડેટને ઓછામાં ઓછું ધોરણ-12 પાસ હોવું જરૂરી છે. સાથોસાથ તેને અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ કે કેન્નડ ભાષામાં નિપુણ હોવું જરૂરી છે.
  - કંપનીનું કહેવું છે કે ઉમેદવારોના પર્ફોમનસ અને વેપારની જરૂરિયાતના આધારે આ અસ્થાયી પદોમાં કેટલાક લોકોને વર્ષના અંત સુધી સ્થાયી પદોમાં ફેરવી શકાય છે.
  - જે ઉમેદવારો આ સીઝનલ નોકરીઓ માટે અરજી કરવા માંગે છે તેઓ 1800-208-9900 પર ફોન કરી શકે છે અથવા તો seasonalhiringindia@amazon.com પર ઈમેલ મોકલી શકે છે.

  આ પણ વાંચો, Airtelનો સસ્તો પ્લાન! માત્ર 79 રૂપિયાના રિચાર્જ પર મેળવો મોબાઇલ ડેટા, ટૉકટાઇમ પણ ફ્રી

  7 વર્ષમાં 7 લાખ નોકરીઓ આપી : અમેઝોને આ વર્ષે જાહેરાત કરી હતી કે તે ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા લોજિસ્ટિક નેટવર્કમાં સતત રોકાણ દ્વારા 2005 સુધી 10 લાખથી વધુ નવી નોકરીઓ ઉત્પન્ન કરવાની યોજના બનાવી રહી છે. વિભિન્ન ક્ષેત્રો જેમ કે કૌશલ વિકાસ, કન્ટેન્ટ નિર્માણ, રિટેલ, લોજિસ્ટિક તથા નિર્માણ ક્ષેત્રમાં ઉત્પન્ન આ નોકરીઓને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બંને પ્રકારની હશે. અમેઝોનના રોકાણને કારણે સાત વર્ષમાં ભારતમાં સાત લાખ નોકરીઓનું નિર્માણ થયું છે.
  First published:June 29, 2020, 14:17 pm

  टॉप स्टोरीज