Home /News /business /એમેઝોન સાથે માત્ર 4 કલાક કામ કરી, દર મહિને કમાઈ શકો છો રુ.60 હજાર

એમેઝોન સાથે માત્ર 4 કલાક કામ કરી, દર મહિને કમાઈ શકો છો રુ.60 હજાર

એમેઝોનમાં ડિલીવરી બોય તરીકે કામ કરો અને દર મહિને કમાઓ 60 હજાર રૂપિયા

Amazon delivery boy: તમે એમેઝોનમાં ડિલીવરી બોય બનીને સારા રૂપિયા કમાઈ શકો છો. આ વિશેષ નોકરીમાં તમારા પર કોઈ પ્રતિબંધ નથી. તમે આમાં ફુલ ટાઈમ અને પાર્ટ ટાઈમ તમારા હિસાબથી નોકરી કરી શકો છો.

    નવી દિલ્હીઃ જો તમે તમારી આવક વધારવા માટે વિચારી રહ્યા હોવ તો આજે અમે તમને એક એવી રીત જણાવીશું કે, જેના દ્વારા તમે દરરોજ માત્ર ચાર કલાક કામ કરીને તમારી માસિક આવક વધારી શકો છો. આ તક દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન આપી રહી છે. જેના દ્વારા તમે સરળતાથી એક મહિનામાં 60 હજાર રૂપિયા કમાઈ શકો છો.

    ફુલ ટાઈમ કે પાર્ટ ટાઈમ નોકરી કરી શકો છો


    હકીકતમાં, તમે એમેઝોનમાં ડિલીવરી બોય બનીને સારા રૂપિયા કમાઈ શકો છો. આ વિશેષ નોકરીમાં તમારા પર કોઈ પ્રતિબંધ નથી. તમે આમાં ફુલ ટાઈમ અને પાર્ટ ટાઈમ તમારા હિસાબથી નોકરી કરી શકો છો. ડિલીવરી બોયને કંપનીના વેરહાઉસથી પેકેજ લઈને ગ્રાહકો સુધી પહોંચાડવાનું હોય છે. આજના સમયમાં બધા જ મુખ્ય શહેરોમાં એમેજોનના સેન્ટર છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ એમેજોનના 18 સેન્ટર છે.

    આ પણ વાંચોઃ Gold Silver Price Today: સોના ચાંદીમાં જબરો ઉછાળો, સોનું 51 તો ચાંદી 61ને પાર

    કેટલા કલાક કામ કરવાનું હોય છે?


    જો કામગીરીના સમયની વાત કરીએ તો તે તમારા પર નિર્ભર કરે છે કે, તમે કેટલા કલાકમાં કેટલા પેકેજ ડિલીવર કરી શકો છો. સામાન્ય રીતે ડિલીવરી બોય એક દિવસમાં લગભગ 4 કલાકમાં 100થી 150 પેકેડ ડિલીવરી કરી દે છે.

    બાઈક અને ડ્રાઈવિંગ લાઈસન્સ જરૂરી


    ડિલીવરી કરવા માટે તમારી પાસે પોતાનું બાઈક કે સ્કૂટર હોવું જરૂરી છે. બાઈક કે સ્કૂટરનો વીમો, આરસી માન્ય હોવું આવશ્યક છે. સાથે જ અરજી કરનાર વ્યક્તિની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું અનિવાર્ય છે. ડિલીવરી સાથે જોડાયેલી બધી જ ટ્રેનિંગ કંપની તરફથી આપવામાં આવે છે.

    આ પણ વાંચોઃ આજે ખુલ્યો ઈલેક્ટ્રોનિક માર્ટનો IPO, શું આ ઈશ્યૂમાં રૂપિયા લગાવાય; જાણો બ્રોકરેજ કંપનીઓએ શુ કહ્યું?

    ડિલીવરી બોયને 12થી 15 હજાર ફિક્સ પગાર


    એમેઝોનમાં ડિલીવરી બોયને 12થી 15 હજાર રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવે છે. પેટ્રોલનો ખર્ચ તમારો હોય છે. એક પ્રોડક્ટ કે પેકેટને ડિલીવર કરવા પર 10થી 15 રૂપિયા મળે છે. એવામાં જો કોઈ પૂરો મહિનો કામ કરે છે અને રોજ 100 પેકેટ ડિલીવર કરે છે, તો દર મહિને સરળતાથી 60000 રૂપિયા સુધી કમાઈ શકે છે.


    ડિલીવરી બોયના કામ માટે કેવી રીતે કરવી અરજી


    જો તમે ડિલીવરી બોયના કામ માટે અરજી કરવા માંગો છો, તો સીધા જ કંપનીની સાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ માટે ડાયરેક્ટ લિંક (https://logistics.amazon.in/applynow) છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Amazon Delivery Boy, Amazon job, Business news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन