Home /News /business /

Women's Day 2022: એક અભ્યાસ મુજબ મહિલાઓ દ્વારા ધીરાણમાં રોકાણ કરવામાં 430 ટકાનો વધારો

Women's Day 2022: એક અભ્યાસ મુજબ મહિલાઓ દ્વારા ધીરાણમાં રોકાણ કરવામાં 430 ટકાનો વધારો

મહિલાઓ દ્વારા P2P ધિરાણનાં રોકાણમાં 430%નો વધારો

Women's Day 2022: નાણાંકીય વર્ષ 2022માં મહિલા રોકાણકારોમાં નાણાંકીય વર્ષ 2021ની તુલનામાં 430%નો ધરખમ વધારો થયો છે. ઉધાર લેનારમાં Y-O-Y ધોરણે લોન લેનાર મહિલાઓમાં પણ 150 ટકાનો વધારો જોવા મળ્યો છે.

  આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં અવસર પહેલાં જ એક ખાસ સર્વે કરવામાં આવ્યો, મહિલાનોને ટાંકીને કરવામાં આવેલાં સર્વેનાં ડેટા અનુસાર P2P ધીરાણ (ઉછીનાં રૂપિયા  આપવા માટે રકમ આપવી) પ્લેટફોર્મ (P2P lending platforms) પરથી સૌથી વધુ ઉધાર આપતી મહિલાઓ (women borrowers)ની દ્રષ્ટિએ ભારતની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) ટોપનું સ્થાન ધરાવે છે અને ત્યારબાદ હૈદરાબાદ (Hyderabad)નો ક્રમ આવે છે. દેશના અગ્રણી પીઅર-ટુ-પીઅર (P2P) ધિરાણ પ્લેટફોર્મ લેનડેનક્લબે (LenDenClub) પી2પી ધિરાણ પ્લેટફોર્મ પર મહિલા રોકાણકારો (Women Investors) અને ધિરાણકર્તા (Borrowers)ઓ પર એક અહેવાલ બહાર પાડ્યો હતો. ડેટામાં વધુમાં જાણવા મળ્યું છે કે, પી2પી સ્પેસમાં રોકાણ કરતી મહિલાઓની બાબતમાં મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદ રેસમાં સૌથી આગળ છે.

  મહિલા રોકાણકારોમાં 430 ટકાનો વધારો

  વિશ્લેષણ અનુસાર નાણાંકીય વર્ષ 2022માં મહિલા રોકાણકારોમાં નાણાંકીય વર્ષ 2021ની તુલનામાં 430%નો ધરખમ વધારો થયો છે. ઉધાર લેનારમાં Y-O-Y ધોરણે લોન લેનાર મહિલાઓમાં પણ 150 ટકાનો વધારો જોવા મળ્યો છે. એપ્રિલ 2021થી માર્ચ 2022ના સમયગાળા માટે પી2પી ધિરાણમાં 20,165 મહિલા રોકાણકારો અને ધિરાણ લેનારાઓના ડેટા પર આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

  સોશિયલ મીડિયા ફ્રેન્ડલી મહિલાઓનું વર્ચસ્વ

  રિપોર્ટમાં વધુ ખુલાસો થયો છે કે, જ્યારે રોકાણ એસેટ ક્લાસ તરીકે પી2પી ધિરાણ પ્લેટફોર્મનો લાભ લેવાની વાત આવે છે, ત્યારે યુવાન અને સોશિયલ મીડિયા-ફ્રેન્ડલી મહિલાઓ પાછલી પેઢીઓ કરતા ઘણી આગળ છે. 21-30 વર્ષની ઉંમરની મિલેનિયલ મહિલાઓ સૌથી વધુ એક્ટિવ ઉધાર મહિલાઓ એટલે કે 56 ટકા અને ધિરાણકર્તાઓ એટલે કે 54 ટકા હતી. તે પછી 31-40 વર્ષની વય જૂથનો સમાવેશ થાય છે, જે ધિરાણ લેનારાઓ અને ધિરાણકર્તાઓના કિસ્સામાં અનુક્રમે 37% અને 33% હિસ્સો ધરાવે છે.

  આ પણ વાંચો-LICની આ પોલિસીથી દીકરીના ભણતર કે લગ્નની નહીં રહે ચિંતા, પાકતી મુદ્દતે મળશે રૂ. 31 લાખ

  P2P ધિરાણમાં મહિલાઓનો વધતો રસ

  ડેટા દર્શાવે છે કે, પીઅર-ટુ-પીઅર ધિરાણ મહિલાઓ માટે વૈકલ્પિક રોકાણ વિકલ્પ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. અભ્યાસ મુજબ સૌથી વધુ સંખ્યા એટલે કે, 50 ટકાથી વધુ મહિલાઓ 31થી 40 વર્ષની વયજૂથમાં આવે છે અને પી2પી ધિરાણમાં રોકાણ કરવામાં આવેલી સરેરાશ રકમ રૂ. 50,000 છે. પ્લેટફોર્મમાં જે મહિલાઓએ રોકાણ કર્યું હતું તેમાંથી 100 ટકા મહિલાઓએ તેમના નાણાંનું ફરીથી રોકાણ કર્યું હતું. પી2પીમાં મહિલા રોકાણકારો મેટ્રો શહેરોમાંથી આવે છે. હૈદરાબાદ, બેંગ્લોર અને મુંબઇ એવાં ટોચના શહેરો છે, જ્યાં આ મહિલા ધિરાણકારોએ એસેટ ક્લાસમાં રોકાણ કર્યું હતું.

  શિક્ષણ અને ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ અંગે જાગૃતિના સ્તરમાં વધારો થવાને કારણે મહિલાઓની વધતી જતી સંખ્યા તેમના પોતાના નાણાંકીય નિર્ણયો લેતી હોવાનું સામે આવ્યું છે.

  મહામારી દરમિયાન મહિલાઓનું વલણ- મહામારીના કારણે મહિલાઓએ મોટે ભાગે પોતાની અને તેમના પરિવારની આરોગ્યસંભાળની સંભાળ રાખવા માટે મેડિકલ ઇમરજન્સીમાંથી ઉધાર લીધું હતું. ડેટામાં જણાવ્યા અનુસાર, મોટાભાગની મહિલાઓએ એપ્રિલ 2021માં જ્યારે કોરોના મહામારીની બીજી લહેર પીક પર હતી ત્યારે પ્લેટફોર્મ પરથી ધિરાણ લીધું હતું. મહિલાઓએ શૈક્ષણિક હેતુઓ માટે પણ નાણાં ઉધાર લીધા હતા. જે દર્શાવે છે કે તેઓ કારકિર્દી તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને પી2પી ધિરાણ પ્લેટફોર્મ્સમાંથી ધિરાણ સુવિધાઓનો લાભ લઈને તેમના ભવિષ્યનું અસરકારક રીતે આયોજન કરી રહી છે. ડેટાથી જાણવા મળ્યું છે કે હૈદરાબાદ અને મુંબઈ એવા ટોચના શહેરો છે, જ્યાં સૌથી વધુ મહિલાઓને ક્રેડિટનો લાભ મળ્યો છે.

  આ પણ વાંચો-હવે ઝડપથી અમીર બનશો, માત્ર 10 રૂપિયાનું દૈનિક રોકાણ તમને બનાવી દેશે લખપતિ

  ધિરાણ લેનાર મહિલાઓનું વયજૂથ- મહિલાઓ તેમની લોનની ચુકવણી વિશે વધુ સ્પષ્ટ રહી છે, જેના પરિણામે લેનડેનક્લબમાં માત્ર 3.37% મહિલાઓના ચુકવણીમાં વિલંબ અથવા ડિફોલ્ટના પરીણામો મળ્યા છે. તેઓએ રૂ. 7 લાખ જેટલી ઊંચી અને રૂ. 10000 જેટલી નીચી રકમ ઉધાર લીધી હતી. જ્યારે ઉધારની ટિકિટનું સરેરાશ કદ રૂ. 70000 હતું. આ પ્લેટફોર્મ પર 50 ટકાથી વધુ મહિલા ધિરાણકર્તાઓ 21થી 30 વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું છે, જે સૂચવે છે કે Gen-Z અને મિલેનીયલ સમૂહની મહિલાઓ, જેઓ ટેકનોલોજીથી વધુ પરિચિત છે, તેઓ ડિજિટલ લોન લેવા માટે સમર્થ છે.

  લેનડેનક્લબના કો-ફાઉન્ડર અને સીઈઓ ભાવિન પટેલે જણાવ્યું હતું કે, "અમે મહિલાઓના રોકાણમાં વધારો જોયો છે, ખાસ કરીને મહામારી દરમિયાન. પી2પી ધિરાણની જગ્યા આરબીઆઈ દ્વારા નિયંત્રિત થાય છે અને મહિલા સમકક્ષમાં તેના વિશેની જાગૃતિ હજુ પણ ઓછી છે. તે રોકાણકારો માટે વધુ સારા એસેટ ક્લાસ તરીકે ઉભરી રહ્યું છે અને ઉધાર લેનારાઓ માટે કટોકટી દરમિયાન ક્રેડિટ સોર્સ બને છે.”

  ભાવિન વધુમાં જણાવે છે કે, “અમારું માનવું છે કે આ પ્લેટફોર્મ વિશે વધુ જાગૃતિથી ટિયર-1 અને ટિયર-2 શહેરોમાં મહિલાઓની ભાગીદારીમાં વધારો થશે. નાણાંકીય સ્વતંત્રતાના ઓનલાઇન સોર્સની સરળ એક્સેસ મહિલાઓને તેમના પોતાના નાણાંકીય નિર્ણયો લેવા માટે પ્રોત્સાહિત કરે છે. મહિલાઓની વધુ ભાગીદારીથી ભારત વધુ સારા નાણાંકીય સમાવેશને પ્રાપ્ત કરી શકે છે. લેનડેનક્લબમાં અમે અમારી મહિલા રોકાણકારોને ઊંચા રોકાણદરો સાથે તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવામાં મદદ કરીએ છીએ. જ્યારે અમે ધિરાણ લેનારી મહિલાઓને જરૂરિયાતના સમયે ત્વરિત લોન લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.”
  Published by:Margi Pandya
  First published:

  Tags: Finance Management, Investment, P2P, મહિલા

  આગામી સમાચાર