Home /News /business /

Investment Tips for Women : આ 7 ટિપ્સને ફોલો કરીને મહિલાઓ થઇ શકે છે આર્થિક રીતે સધ્ધર

Investment Tips for Women : આ 7 ટિપ્સને ફોલો કરીને મહિલાઓ થઇ શકે છે આર્થિક રીતે સધ્ધર

મહિલાઓ આ 7 ટ્રીક અપનાવીને નાણાંકીય યોજના બનાવી શકે છે

તાજેતરમાં મહિલાઓ અને તેમના નાણાંકીય સ્ત્રોત પર સ્ટડી કરવામાં આવી છે. જેના પરથી જાણવા મળ્યું છે કે, ભારતમાં 51 ટકા મહિલાઓ રોકાણ કરતી નથી અથવા તેમને રોકાણ વિશે કોઈ જાણકારી જ નથી. આવનારા સમયમાં આ આંકડાને બદલવાની કોશિશ કરવામાં આવી રહી છે.

વધુ જુઓ ...
  ભારત જેવા દેશમાં નાણાંકીય આયોજન, પૈસાનો વહીવટ અને રોકાણ હંમેશા પુરુષના હાથમાં રહ્યું છે.  પરંતુ મહિલાઓ માટે આર્થિક રીતે સ્વતંત્ર રહેવું ખૂબ જ જરૂરી છે. આજે અમે મહિલાઓ માટે એવી 7 ટિપ્સ લઇને આવ્યા છીએ જેની મદદથી તેઓ નાણાંકીય આયોજન કરી શકે છે.

  જીવનના તમામ ક્ષેત્રોમાં મહિલાઓ ઉત્કૃષ્ટ અને સ્વતંત્ર હોવા છતાં મહિલાઓની નાણાંકીય યોજનાઓને બાદમાં જોવામાં આવે છે. ઉપરાંત મુખ્યરૂપે પરિવારોના પુરુષ દ્વારા મેનેજ કરવામાં આવે છે.

  તાજેતરમાં મહિલાઓ અને તેમના નાણાંકીય સ્ત્રોત પર સ્ટડી કરવામાં આવી છે. જેના પરથી જાણવા મળ્યું છે કે, ભારતમાં 51 ટકા મહિલાઓ રોકાણ કરતી નથી અથવા તેમને રોકાણ વિશે કોઈ જાણકારી જ નથી. આવનારા સમયમાં આ આંકડાને બદલવાની કોશિશ કરવામાં આવી રહી છે.

  મહિલાઓની અલગ અલગ નાણાંકીય જરૂરિયાતો હોય છે. તમામ મહિલાઓની અર્નિંગ કેપેસિટી, કરિઅર બ્રેક અને નાણાંકીય આયોજન પ્રત્યેનું વલણ, દ્રષ્ટિકોણ તથા માનસિકતા પણ અલગ અલગ હોય છે.

  આ પણ વાંચો - ખૂબ ઓછા રોકાણ સાથે ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે બંપર કમાણી

  આ કારણોસર મહિલાઓએ સ્માર્ટ પ્લાનિંગ અને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે યોગ્ય રોકાણની મદદથી પૈસાની બચત કરવી જોઈએ. ચાઈનિઝ ફિલોસોફર લાઈ ત્ઝુ એ જણાવ્યું છે કે, ‘હજારો માઈલની યાત્રાની શરૂઆત પ્રથમ પગલાથી શરૂ થાય છે.’

  અહીંયા વ્યક્તિગત રોકાણ માટે કેટલાક કી પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે, જેને ફોલો કરીને મહિલાઓ રોકાણ કરી શકે છે.

  આવક અને ખર્ચ વિશે જાણકારી રાખો


  આર્થિક રૂપે મજબૂત અને સ્વતંત્ર બનવા માટે સૌથી પહેલા નાણાકીય પેટર્ન સમજવી જરૂરી છે. જેનો અર્થ છે કે, તમને માત્ર તમારી આવક નહીં પરંતુ, તમારા ખર્ચ વિશે પણ જાણકારી હોવી જરૂરી છે. નાણાકીય આવક અને ખર્ચ સમજવા માટે જર્નલ અથવા ઓનલાઈન સ્પ્રેડશીટનો ઉપયોગ કરો. તમામ ખર્ચ વિશે લખવામાં આવ્યું છે કે નહીં, તે સરખી રીતે ચેક કરી લેવું. જે તમને નિર્ણય લેવામાં મદદરૂપ સાબિત થશે.

  ભવિષ્ય માટે સ્માર્ટ નાણાકીય ગોલ સેટ કરો


  સૌથી પહેલા તમારો નાણાંકીય ગોલ સેટ કરી લો. અંતિમ લક્ષ્ય વગર કોઈ પણ એક્ટિવિટી નકામી રહે છે. તમારી જે પણ જરૂરિયાત હોય અથવા ઈચ્છા હોય તેને એક કાગળ પર લખી લો. ત્યારબાદ તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આગળ વધો.

  આ તમામ લક્ષ્ય સ્માર્ટ હોવા જરૂરી છે. તમામ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તમારી માસિક આવકમાંથી 20 ટકા આવક અલગ રાખો. સમય અનુસાર લક્ષ્યને ઓળખીને ટૂંકાગાળાના અથવા લાંબાગાળાના રોકાણની યોજના બનાવો.

  આ પણ વાંચો -50 ટકા ડિસ્કાઉન્ટ સાથે કરિયાણા અને અન્ય ઘરવખરીનો સામાન ખરીદવાની તક, વાંચો વિગત

  ઈમરજન્સી ફંડ ઊભું કરો


  ઈમરજન્સી ફંડ અલગ રાખો, જેથી ઈમરજન્સી પરિસ્થિતિમાં તે ફંડ મદદરૂપ થઈ શકે. આ ફંડ તમારા ઓછામાં ઓછા 6 મહિનાની આવક જેટલું હોવું જોઈએ. ઉપરાંત જરૂર પડે તો આ ફંડ સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ. આ ફંડ તમે બચત ખાતામાં પણ મુકી શકો છો, જેનું તમને યોગ્ય રિટર્ન પણ મળે છે.

  જીવન અને આરોગ્ય વીમો હોવો જરૂરી છે


  તમે અને તમારા પરિવારે વીમો લઈને જીવન સુરક્ષિત કરવું જરૂરી છે. અનિશ્ચિતતાઓ અને ઈમરજન્સી પરિસ્થિતિ કહીને નથી આવતી, પરંતુ તે અચાનક જ આવી જાય છે. આ કારણોસર માનસિક અને આર્થિક રીતે મજબૂત હોવું જરૂરી છે.

  સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, 58 ટકા મહિલાઓના નામ પર કોઈ આરોગ્ય અથવા જીવન વીમો નથી. આ કારણોસર પરિવારની નાણાંકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે તમામ પરિવારજનોનો આરોગ્ય અને જીવન વીમો હોવો જરૂરી છે.

  રિટાયરમેન્ટ ફંડ વિશે યોજના બનાવો


  રિટાયરમેન્ટ ફંડ હોવું જરૂરી છે. કારણ કે, જીવનના એક તબક્કે એવી પરિસ્થિતિ આવશે જેમાં તમારા ખર્ચ તો ચાલું જ રહેશે, પરંતુ તમારા હાથમાં આવક નહીં આવે. આ કારણોસર સેવા નિવૃતિના સમયમાં આ ખર્ચાઓને પહોંચી વળવા માટે રિટાયરમેન્ટ ફંડ હોવું જરૂરી છે.

  સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, માત્ર બે ટકા મહિલાઓ રિટાયરમેન્ટ માટે રોકાણ કરે છે. આ કારણોસર જેટલું જલ્દી બને તેટલું રિટાયરમેન્ટ માટે ફંડ એકત્ર કરવું જરૂરી છે. આ કારણોસર ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ.

  ટેક્સને ઈગ્નોર ન કરવો જોઈએ


  વર્ષની શરૂઆતથી જ ટેક્સની યોજના બનાવવી જોઈએ. જેથી એન્ડ ટાઈમે કોઈ અયોગ્ય નિર્ણય ન લેવો પડે. ઉપરાંત તમે અનેક કર કપાતનો ઉપયોગ કરી શકો છો અને કરની બચત પણ કરી શકો છો. જે તમારા નાણાંકીય લક્ષ્યો માટે યોગ્ય યોજના બનાવવામાં મદદરૂપ થશે.

  હંમેશા અપડેટેડ રહો


  સફળતા કોઈ દિવસ રાતોરાત મળતી નથી. ટ્રેન્ડ અને ટર્મ સાથે હંમેશા અપડેટેડ રહેવાથી જ્ઞાનમાં વધારો કરી શકાય છે અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો માર્ગ મોકળો થાય છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, 93 ટકા મહિલાઓ રોકાણ સંબંધિત વેબસાઈટ સુધી પહોંચી જ નથી શકતી. આ કારણોસર સમય સાથે અપડેટ રહેવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને નાણાંકીય લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકાય છે.

  જો ટૂંકમા જણાવવામાં આવે તો નાણાકીય લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નાણાકીય યોજના બનાવો અને તે તરફ નાના પ્રયાસો કરીને આગળ વધો.
  Published by:Bhavyata Gadkari
  First published:

  Tags: Investment tips

  આગામી સમાચાર