કોઇપણ ડોક્યુમેન્ટ વગર અહીં ખોલાવો ખાતું, આ મહિનાથી મફતમાં મળશે સર્વિસ

News18 Gujarati
Updated: September 4, 2019, 9:51 AM IST
કોઇપણ ડોક્યુમેન્ટ વગર અહીં ખોલાવો ખાતું, આ મહિનાથી મફતમાં મળશે સર્વિસ
ખાતું ખોલવા માટે કોઈ માન્ય દસ્તાવેજ આપવો પડતો નથી.

દેશની સૌથી બૅન્ક સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા (SBI) એક ખાસ પ્રકારનું ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલે છે. આમાં વિશેષ વાત એ છે કે આ ખાતું ખોલવા માટે કોઈ માન્ય દસ્તાવેજ આપવો પડતો નથી.

  • Share this:
દેશની સૌથી મોટી બૅન્ક  સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા (SBI) એક ખાસ પ્રકારનું ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલે છે. આમાં વિશેષ વાત એ છે કે આ ખાતું ખોલવા માટે કોઈ માન્ય દસ્તાવેજ આપવો પડતો નથી.. આનો અર્થ એ કે કેવાયસી (KYC ) માટે પ્રદાન કરેલા દસ્તાવેજો જરૂરી નથી. એસબીઆઈ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર ફક્ત 18 વર્ષથી ઉપરની વ્યક્તિ જ આ ખાતું ખોલી શકે છે.

ઝીરો બેલેન્સ એકાઉન્ટની વિશેષતા.

(1) બૅન્ક  ખાતું કેવી રીતે ખોલવું - એસબીઆઇ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર તમારે એસબીઆઇનું નાનું ખાતું ખોલતા અધિકૃત બૅન્ક  અધિકારીને સ્વ-પ્રમાણિત ફોટોગ્રાફ અને સહી અથવા અંગૂઠાની છાપ સબમિટ કરવાની રહેશે.

૨) ન્યૂનતમ-મહત્તમ બેલેન્સ- તમારે0 એસબીઆઈના નાના ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવાની જરુર નથી. પરંતુ તમે આ ખાતામાં વધુમાં વધુ 50,000 રૂપિયા રાખી શકો છો.
(3) વ્યાજ દર - એસબીઆઈના અન્ય બચત ખાતાની જેમ આ ખાતામાં પણ એટલું જ વ્યાજ મળે છે.
(4) એટીએમ ફ્રી ઓફ કોસ્ટ- એસબીઆઈ નાના ખાતા ધારકોને એટીએમ કમ ડેબિટ કાર્ડ ફ્રી ઓફ કોસ્ટ આપે છે. આ ખાતામાં કોઈ વાર્ષિક જાળવણી ફી નથી.(5)બચત બૅન્ક  ખાતાની થાપણ, બૅન્ક  અથવા એટીએમમાંથી રોકડ ઉપાડ, ઇન્ટરનેટ બૅન્કિંગ, ફંડ ટ્રાન્સફર, કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી આવનારા ચેકને ડિપોઝિટ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. આ તમામ સેવાઓ મફત છે. ખાતું બંધ કરવા માટે કોઈ ચાર્જ નથી.

આ પણ વાંચો: SBIની નવી સર્વિસ, 2 લાખ રુપિયાનો વીમો અને તે પણ મફત?(6) એસબીઆઈ અનુસાર તમે આ ખાતામાં 50,000 રૂપિયાથી વધુનું બેલેન્સ રાખી શકતા નથી.
(7) ઉપાડ અને ટ્રાન્સફર એક મહિનામાં 10,000 રૂપિયાથી વધુ ન હોવું જોઈએ.
(8) નાણાકીય વર્ષમાં 1 લાખથી વધુ ક્રેડિટ હોવી જોઈએ નહીં.
(9) જો ખાતામાં બેલેન્સ 50,00 થી વધુ અને 1 લાખથી વધુ છે, તો કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તમે ખાતામાંથી ટ્રાંઝેક્શન કરી શકતા નથી.
(10) એક મહિનામાં 4 થી વધુ ઉપાડ કરી શકાતા નથી. આમાં તમારા બૅન્કના એટીએમ અથવા અન્ય બૅન્કના એટીએમ, ઇન્ટરનેટ બૅન્કિંગ, શાખા, પૈસા ટ્રાન્સફર વગેરેમાંથી પૈસા ઉપાડવાનો સમાવેશ થાય છે.વધુ માહિતી માટે તમે આ લિંકને ક્લિક કરી શકો છો. https://www.sbi.co.in/portal/web/personal-banking/small-account

આ પણ વાંચો: હવે Aadhaarમાં ઘરે બેઠા બદલી શકશો ફોન નંબર અને ઘરનું એડ્રેસ

ફી ભરવાની રહેશે નહીં

આરબીઆઈએ કહ્યું છે કે ઝીરો બેલેન્સ ખાતા ધારકોને નવી સુવિધાઓ મેળવવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવી પડશે નહીં. ઝીરો બેલેન્સ એકાઉન્ટ એવા લોકો દ્વારા ખોલી શકાય છે જેઓ તેમના ખાતામાં કોઈ પણ લઘુત્તમ બેલેન્સ રાખવા માંગતા નથી અને દર મહિને તેઓ ચાર કરતા ઓછા વ્યવહાર કરે છે.
First published: September 4, 2019
વધુ વાંચો
अगली ख़बर