Home /News /business /SBI ગ્રાહકો માટે મહત્વના સમાચાર, હવે આ પ્રક્રિયા વિના ATM માંથી રૂપિયા નહિ નીકાળી શકાય
SBI ગ્રાહકો માટે મહત્વના સમાચાર, હવે આ પ્રક્રિયા વિના ATM માંથી રૂપિયા નહિ નીકાળી શકાય
આટલું કર્યા વગર હવે SBIના ગ્રાહકો ATMમાંથી રુપિયા નહીં ઉપાડી શકે
New rule: ઓટીપી દ્વારા એસબીઆઈ ગ્રાહકો એટીએમમાંથી 10,000 રૂપિયા અને તેનાતી વધારે રકમ નીકાળી શકશે. ધ્યાનમાં રાખો કે, એટીએમમાં માત્ર ઓટીપી જ દાખલ નથી કરવાનો પરંતુ, સાથે ડેબિટ કાર્ડનો પિન નંબર પણ નાખવો પડશે.
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને ધોખાધડીથી બચાવવા માટે એક નવી ટેકનોલોજી શરૂ કરી છે. આ ટેકનોલોજી એટીએમથી રૂપિયા નીકાળવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ નવી ટેકનોલોજી વન ટાઈમ પાસવર્ડ એટલે કે એટીએમ સાથે જોડાયેલી છે. ગ્રાહકનો મોબાઈલ નંબર એસબીઆઈમાં રજિસ્ટર હશે તો, તે નંબર પર OTP આવશે, જેને એન્ટર કર્યા પછી ATM માંથી રૂપિયા નીકાળી શકાશે. ઓટીપી 4 અંકોનો એક નંબર હોય છે, જે યૂઝરનું વેરિફિરકેશન કરે છે અને એક ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ કરવામાં આવે છે. છેતરપિંડીથી બચવા માટે ઓટીપી મદદ કરશે, કેમકે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, જેની મદદથી જ રૂપિયા નીકાળી શકાશે.
આ સેવાને SBIએ છેતરપિંડી કરનારની સામે વેક્સિનેશન બતાવી
ઓટીપી દ્વારા એસબીઆઈ ગ્રાહકો એટીએમમાંથી 10,000 રૂપિયા અને તેનાતી વધારે રકમ નીકાળી શકશે. ધ્યાનમાં રાખો કે, એટીએમમાં માત્ર ઓટીપી જ દાખલ નથી કરવાનો પરંતુ, સાથે ડેબિટ કાર્ડનો પિન નંબર પણ નાખવો પડશે. એસબીઆઈ એટીએમમાં આ સેવા 1 જાન્યુઆરી 2020થી લાગુ કરી દેવામાં આવી છે. આ સેવાને એસબીઆઈએ છેતરપિંડી કરનારની સામે વેક્સિનેશન બતાવી છે. એસબીઆઈએ કહ્યુ છે કે, ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવી તેમની પ્રાથમિકતા છે. આવો જાણીએ કે, ઓટીપી આધારિત સિસ્ટમ કેવી રીતે કામ કરે છે.
1. એસબીઆઈ એટીએમથી રૂપિયા નીકાળવા માટે તમારે એક ઓટીપીની જરૂર હશે. 2. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. 3. ઓટીપી ચાર અંકોનો એક નંબર છે જેનાથી ગ્રાહકનું વેરિફિકેશન થાય છે અને તે સિન્ગલ ટ્રાન્ઝેક્શન માટે માન્ય હોય છે. 4. એસબીઆઈ એટીએમમાં તમે જ્યારે ઉપાડવાની રકમ દાખલ કરો છો, ત્યારે OTP સ્ક્રીન દેખાય છે. 5. આ પછી તમારે એટીએમ સ્ક્રીન પર ઓટીપી એન્ટર કરવો પડશે. ત્યારબાદ તમારા રૂપિયા મળી જશે. 6. ચોરી રોકવા માટે RBIની પહેલ
છેતરપિંડીને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બધી જ બેંકોને એટીએમના માધ્યમથી કાર્ડલેશ રોકડ ઉપાડ શરૂ કરવા માટે મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ UPIનો ઉપયોગ કરતા બધી જ બેંકો અને એટીએમ નેટવર્કમાં કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. હજુ સુધી બધી જ બેંકો આ ટ્રાન્ઝેક્શન શરૂ કર્યુ નથી, પરંતુ આવનારા સમયમાં આ ટેકનોલોજીનો ઉપયોગ પણ આડેધડ જોવા મળશે.
UPI દ્વારા ગ્રાહકોને આ સુરક્ષા અપાશે
UPIની લોકપ્રિયતા અને લેવડ-દેવડમાં વધારાને જોતા એટીએમમાં પણ તેનો ઉપયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ સુવિધામાં ગ્રાહકે એટીએમમાં કાર્ડ લગાવવાની જરૂર નહિ પડે. આનાથી ચોરીથી બચી શકાશે. કાર્ડ એટીએમમાં નહિ લગાવવામાં આવે તો, તેની જાણકારી ચોરી થવાની આશંકા રહેતી નથી. UPI દ્વારા ગ્રાહકોને આ સુરક્ષા પ્રદાન કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર