Exit Poll 2019 Impact: રવિવાર સાંજે આવેલા એક્ઝિટ પોલના પરિણામો બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરીથી ખરીદી જોવા મળી રહી છે. સપ્તાહના પહેલા દિવસ સોમવારે બજાર ખૂલતાં જ સેન્સેક્સ 900 પોઇન્ટથી વધુ ઉછળ્યો છે. આ તેજીમાં રોકાણકારોને થોડીક સેકન્ડ્સમાં જ 3.82 કરોડ રૂપિયાનો મોટો ફાયદો થયો છે. તેની પર એક્સપર્ટ્સનું કહેવું છે કે જો એક્ઝિટ પોલ પરિણામોમાં ફેરફાર નહીં થાય તો શેર બજારમાં 5 ટકાનો ઉછાળો મળી શકે છે.
હવે આગળ શું?
માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખજીએ કહ્યું કે એક્ઝિટ પોલના આંકડા સાચા પુરવાર થાય તો આ સપ્તાહ બજારમાં 5 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. જોકે, આ વર્ષે અર્નિંગ ગ્રોથ ટૂંક સમયમાં સુધરવાની આશા નથી. આ સપ્તાહે બજારમાં જોરદાર રોકાણ આવશે.
મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએની જીતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બજાર ખુલવાની થોડીક મિનિટોમાં બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના શેરનું વેલ્યૂએશન 1,46,58,709.68 કરોડ રૂપિયા વધીને 1,50,41,099.85 રૂપિયા થઈ ગયું છે. જે હિસાબે રોકાણકારોને થોડીક જ મિનિટોમાં 3.82 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર