Home /News /business /IPO News: 24 દિવસમાં જ આ IPOએ આપ્યું 450% વળતર, 1 લાખને બનાવી દીધા 5 લાખ

IPO News: 24 દિવસમાં જ આ IPOએ આપ્યું 450% વળતર, 1 લાખને બનાવી દીધા 5 લાખ

આ ipoએ માર્કેટમાં ધમાલ મચાવી

આ વર્ષની શરૂઆત પછી કંપનીના મલ્ટીબેગર શેરે સતત 5 સત્રોમાં અપર સર્કિટને સ્પર્શ કર્યું છે. જો કોઈ રોકાણકારે લિસ્ટિંગ પછી આ મલ્ટીબેગર શેર ખરીદ્યો હોત, તો તેમને લગભગ 3 ગણો નફો મળ્યો હોત. કંપનીના શેર 57 રૂપિયાથી શરૂઆત થઈને આજે 14 જાન્યુ 164.95 રૂપિયા પર પહોંચી ગયા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ જેમ્સ એન્ડ જ્વેલરીના વેપાર સાથે જોડાયેલી એક કંપનીએ લિસ્ટિંગના એક મહિનાની અંદર જ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આ કંપની પીએનજીએસ ગાર્ગી ફેશન એન્ડ જ્વેલરી છે. કંપનીના આઈપીઓ મહિનામાં જ મલ્ટીબેગર શેર બની ગયો છે. કંપનીનો આઈપીઓ ગત મહિને 30 રૂપિયાની પ્રાઈસ બેન્ડની લોન્ચ થયો હતો. જ્યારે તે 20 ડિસેમ્બરને લગભગ 100 ટકાના ભારે પ્રીમિયમ પર બીએસઈ એસએમઈ પર લિસ્ટ થયો. કંપનીના શેરોએ આઈપીઓની લિસ્ટિંગથી હજુ સુધી રોકાણકારોને લગભગ 450 ટકા વળતર આપ્યુ છે. કંપનીના શેર આજે 5 ટકાના અપર સર્કિટ પર હતા. તેના શેરની કિંમત 164.85 રૂપિયા થઈ ગયા છે.

    100 ટકાના પ્રીમિયમ પર લિસ્ટિંગ


    આ ફેશન જ્વેલરી કંપનીએ ડિસેમ્બર મહિનામાં 30 રૂપિયા પ્રતિ શેરની પ્રાઈસ પર તેના આઈપીઓને લોન્ચ કર્યો હતો. કંપનીએ 8 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે એસએમઈ પર આઈપીઓ ઓપન કર્યો હતો અને 13 ડિસેમ્બરે બંધ કર્યો હતો. આ દરમિયાન કંપનીએ આઈપીઓને 230.84 ગણો સબસ્ક્રાઈબ કર્યો, જ્યારે તેના રિટેલ હિસ્સાને 248.68 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો. 20 ડિસેમ્બરે તે એસએમઈ આઈપીઓ 57 રૂપિયા પર લિસ્ટ થયો. લિસ્ટિંગના પહેલા જ દિવસે તેણે રોકાણકારોને લગભગ 100 ટકાનું લિસ્ટિંગ પ્રીમિયમ પર આપતા 59.85 રૂપિયા પર પહોંચી ગયા.

    આ પણ વાંચોઃ આ શેર પર દેશની સૌથી મોટી બેંકનો હાથ, ડબલ કરી દેશે રૂપિયા; બ્રોકરેજે પણ આપી ખરીદવાની સલાહ

    1.20 લાખ બની ગયા 5.56 લાખ રૂપિયા


    આ વર્ષની શરૂઆત પછી કંપનીના મલ્ટીબેગર શેરે સતત 5 સત્રોમાં અપર સર્કિટને સ્પર્શ કર્યું છે. જો કોઈ રોકાણકારે લિસ્ટિંગ પછી આ મલ્ટીબેગર શેર ખરીદ્યો હોત, તો તેમને લગભગ 3 ગણો નફો મળ્યો હોત. કંપનીના શેર 57 રૂપિયાથી શરૂઆત થઈને આજે 14 જાન્યુ 164.95 રૂપિયા પર પહોંચી ગયા છે. એટલે કે એક મહિનાથી પણ ઓછા સમયમાં કંપનીના શેર હોલ્ડરોને 189 ટકાનો ફાયદો થયો છે. આઈપીઓના એક લોટમાં 4000 શેર હતા એટલે કે જે રોકાણકારે શરૂઆતમાં 1.20 લાખનું રોકાણ કર્યુ, આજે તેના રૂપિયા વધીને 5.56 લાખ રૂપિયા થઈ ગયા હોત.

    આ પણ વાંચોઃ જો ખેડૂતો આ યુક્તિ અજમાવશે તો આવક થઇ જશે ચાર થી પાંચગણી વધારે઼


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment, IPO News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन