Home /News /business /

How to Invest: નોકરી મળતા જ શરૂ કરો આ કામ, 10 વર્ષમાં બની જશો કરોડપતિ

How to Invest: નોકરી મળતા જ શરૂ કરો આ કામ, 10 વર્ષમાં બની જશો કરોડપતિ

નિષ્ણાતોની આ સ્ટ્રેટેજી તમને 10 વર્ષમાં કરોડપતિ બનાવી શકે છે.

કરોડપતિ બનવું દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ આ સપનાને વાસ્તવિકતામાં બદલવામાં બહુ ઓછા લોકો સક્ષમ હોય છે. જો કે, સાચી દિશામાં આયોજન, બચત અને રોકાણ કરવામાં આવે તો કરોડપતિ બનવાનું સપનું આસાનીથી પૂર્ણ થઈ શકે છે. જાણો નિષ્ણાતો પાસેથી કઈ રીતે આ રોકાણ કરવું.

વધુ જુઓ ...

કરોડપતિ (crorepati) બનવું દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ આ સપનાને વાસ્તવિકતામાં બદલવામાં બહુ ઓછા લોકો સક્ષમ હોય છે. જો કે, આયોજન (management), બચત (saving) અને રોકાણ (investment) કરવામાં આવે તો કરોડપતિ બનવાનું સપનું આસાનીથી પૂર્ણ થઈ શકે છે.


આજે અમે તમને એક્સપર્ટને ધ્યાનમાં લઈને એવો જ એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, કે તમે તમારું ધનવાન બનવાનું સપનું (how to become rich) સાકાર કરી શકશો. ધારી લો કે જો તમે પહેલા પગારથી બચત કરવાનું શરૂ કરો તો આગામી 10 વર્ષમાં તમારી ગણતરી પણ કરોડપતિઓમાં થઈ જશે.


Syrma SGS Technology IPO: અઢી મહિના પછી આજે ખૂલી રહ્યો છે પહેલો ઈશ્યુ, જાણો ભરવો જોઈએ કે નહીં?

પહેલા પગાર સાથે જ શરૂ કરો રોકાણ


બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ એપ્સિલન મનીના સહ-સ્થાપક અને સીઇઓ અભિષેક દેવે કરોડપતિ બનવાની ફોર્મ્યુલા આપી છે. દેવ કહે છે કે પ્રથમ પગારના રોકાણને શિસ્તનો ભાગ બનાવવાની શ્રેષ્ઠ તક છે. લાંબા ગાળામાં મોટી સંપત્તિ બનાવવા માટે પ્રથમ પગારમાંથી જ એક ભાગ અલગ રાખો. ખર્ચની બાબતમાં સાવધાની રાખો અને પગાર માત્ર જરૂરી વસ્તુઓ પર જ ખર્ચ કરો, જરૂરી ખર્ચ પછી પગારનો જે પણ ભાગ બાકી રહે તેને યોગ્ય રીતે પસંદ કરેલ ઇક્વિટી અને બેલેન્સ ફંડમાં SIP શરૂ કરો.


Stock Market: શેરબજારમાં આજે કમાણી કરવી હોય તો એક્સપર્ટ્સની આ સલાહ પર ધ્યાન આપો

આ બે વાતો તમને બનાવશે અમીર


અભિષેક દેવ સમજાવે છે કે, SIP માટે યોગ્ય ફંડ પસંદ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ વિતરક અથવા રોકાણ સલાહકારની મદદ લઈ શકાય છે. તેમણે કહ્યું કે, આ સાથે દર એક વર્ષે રોકાણની સમીક્ષા કરવી જોઈએ. તમે SIPની રકમ કેટલી વધારી શકો છો તે જોવું જોઈએ. તેમણે કહ્યું કે, આમ કરવાથી તમને તમે તમારા લક્ષ્ય પ્રમાણે સાચી દિશામાં ચાલી રહ્યા છો કે નહીં એ પણ ખબર પડી જશે. દેવે વધુમાં કહ્યું કે, ધનવાન બનવાના બે સરળ રહસ્યો છે, વહેલા રોકાણ કરવાનું શરૂ કરો અને નિયમિત રીતે રોકાણ કરો.


3 વર્ષની ટોચ પર પહોંચ્યો Coal Indiaનો શેર, રોકાણકારોએ શું કરવું? જાણો નિષ્ણાતોની સલાહ

આ રીતે 10 વર્ષમાં બની જશો કરોડપતિ


કરોડપતિ બનવાના સવાલ પર અભિષેક દેવ કહે છે કે, દર મહિને 45 હજાર રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો 10 વર્ષમાં તમારું કુલ રોકાણ 54 લાખ રૂપિયા થઈ જશે. જો આના પર રિટર્ન 12 ટકા હોય તો પણ 10 વર્ષમાં તમારું રોકાણ વધીને 1.04 કરોડ રૂપિયા થઈ જશે. તેવી જ રીતે 12 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજ પર 10 વર્ષમાં રૂ. 33 લાખનું લમ્પ-મમ્પ રોકાણ પણ વધીને રૂ. 1.02 કરોડ થશે.


તેમણે અંતમાં કહ્યું કે, સંપત્તિનું નિર્માણ કરવા માટે શિસ્ત, યોગ્ય પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધનવાન બનવા માટે બુદ્ધિ કરતાં શિસ્ત સાથે કરવામાં આવેલું રોકાણ વધુ મહત્વનું છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news in gujarati, Investment tips, Personal finance, રોકાણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन