Home /News /business /

Business Idea: ખૂબ જ ઓછા રુપિયામાં આ વેપાર શરું કરી શકો છો, દર મહિને રુ. 50000ની આવક

Business Idea: ખૂબ જ ઓછા રુપિયામાં આ વેપાર શરું કરી શકો છો, દર મહિને રુ. 50000ની આવક

આ વેપાર દ્વારા તમે દર મહિને હજારો રુપિયાની કમાણી કરી શકો છો.

Business Idea of The Day: જો તમારી પાસે પોતાની એક અથવા વધુ કાર છે તો તમે ઓલા પ્લેટફોર્મ પર તેને જોડીને સારી એવી કમાણી કરી શકો છો. ઓલા પોતાના પ્લેટફોર્મ પર એક સાથે કારની ફ્લીટ અટેચ કરીને પણ કમાણી કરવાનો અને બિઝનેસ કરવાની તક આપી રહી છે. એક અંદાજ મુજબ જો કોઈ વ્યક્તિ નિયમિત કાર ચલાવે છે તો માસિક 45થી 50 હજાર જેટલી કમાણી કરી શકે છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ જો તમે ઘરે બેઠા બેઠા કોઈ બિઝનેસ કરવા માગો છો તો આજે અમે તમને એક સારો આઈડિયા આપવા જઈ રહ્યા છે. જેમાં મામૂલી ખર્ચે તમે ઘરમાં બેઠા બેઠા દર મહિને એક સારી એવી કમાણી કરી શકો છો. જો તમને ટ્રાવેલ સેક્ટરમાં કોઈ બિઝનેસ કરવાની ઈચ્છા છે તો તો આ મોકો તમારા માટે સોને પે સુહાગા સમાન છે. તમે એક સેકન્ડ હેન્ડ કાર ખરીદીને તેને ભાડા પર આપીને મોટી કમાણી કરી શકો છો. આ નાના બિઝનેસ તમે ઓલા સાથે શરુ કરી શકો છો. તમે આ બિઝનેસ મારફત 50,0000 રુપિયા જેટલી રકમ સહેલાઈથી કમાઈ શકો છો.

    India@75: આઝાદી પહેલા જન્મેલી આ કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ્સની ફેવરિટ છે, જેમાં તમે પણ કમાણી કરી શકો

    હકીકતમાં, ઓલા પોતાના પ્લેટફોર્મ પર ફ્લીટ અટેચ કરવાનો એટલે કે એક સાથે 2-3 કે તેનાથી વધુ કાર જોડવાનો મોકો આપી રહી છે. તમે આ તકમાં તમારી પાસે હોય તેવી બધી જ કાર બિઝનેસમાં જોડીને કમાણી કરી શકો છો. કારની સંખ્યા તમને તમારી ઈચ્છા મુજબ વધારી શકો છો. તેમાં કોઈ લિમિટ નથી. ઉલ્ટાનું તમે જેટલી વધુ કાર ઉતારશો તેટલી વધુ કમાણી થશે.

    OLAએ આપી આ સુવિધા

    ઓલા આ પ્રકારે નાનો બિઝનેસ શરુ કરનારા લોકોને એક ખૂબ જ સરળ પ્રોસેસ આપી રરહી છે. હવે તમે એક જ એપ્લિકેશન મારફત તમારી દરેક ટેક્સીથી થનાર કમાણી અને પરફોર્મન્સ અંગે જાણકારી લઈ શકો છો. તેની જાણકારી ઓલાએ પોતાની વેબસાઈટ પર આપી છે. આ અંગે ઓલાએ પોતાની વેબસાઈટ પર પૂરી જાણકારી આપી છે. વધુ માહિતી માટે તમે https://partners.olacabs.com/attach પર જઈને મેળવી શકો છે.

    ગોલ્ડ લોન માટે અરજી કરતા પહેલા તમારે અવશ્ય જાણવી જોઈએ આ 5 બાબતો

    આ ડોક્યુમેન્ટ્સની હશે જરુર

    તમારે આ માટે પાન કાર્ડ, કેન્સલ કરેલો ચેક, આધાર કાર્ડ, ઘરનું એડ્રેસ પ્રુફ આપવું પડશે. આ ઉપરાંત ડોક્યુમેન્ટ્સ જેમાં વાહનની આરસી બુક, વાહનની પરમિટ, તેનો વીમા વગેરેના ડોક્યુમેન્ટ્સની જરુરિયાત રહેશે. આ ઉપરાંત ડ્રાઈવરના ડોક્યુમેન્ટ્સ માટે તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ, આધાર કાર્ડ અને ઘરના એડ્રેસની જરુરિયાત રહેશે.

    દરેક કાર કરાવશે 40થી 50 હજાર સુધીનો નફો

    ઓલા પોતાનો આ ડ્રાઈવર્સ પાર્ટનર બનાવવાનો પ્રોગ્રામ ઘણા સમય પહેલાથી ચલાવે છે. જો તમારી એક કાર ઓલા સાથે જોડાયેલી છે તો તેમાં તમામ ખર્ચ કાઢ્યા પછી મહિને 40થી 50 હજાર આવક થવાની શક્યતા રહે છે. તેવામાં જેટલી વધુ કાર ઓલા સાથે જોડાયેલી હશે તે હિસાબે જ કુલ રકમ તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે. જેમાંથી તમારે ડ્રાઈવરની સેલેરી આપવાની રહેશે.

    આજકાલ ઈન્સ્ટન્ટ કરોડપતિ બનવાના સપના જોતા રોકાણકારોની ફેવરિટ ક્રિપ્ટો કરન્સીથી કેમ દૂર રહેતા હતા ઝુનઝુનવાલા

    આવો જાણીએ ઓલાથી કેવી રીતે જોડાશો

    સૌથી પહેલા ઓલાની નજીકની ઓફિસની મુલાકાત લેવી પડશે. ત્યાં તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા પછી તમારી પાસે કોમર્શિયલ ડોક્યુમેન્ટ્સ માગવામાં આવશે. ડોક્યુમેન્ટ્સ વેરિફાઈડ થયા બાદ તમારું રજિસ્ટ્રેશન શરું થશે. આ પ્રોસેસમાં 8-10 દિવસનો સમય લાગે છે. જે બાદ તમારી કાર્સ ઓલા સાથે ચાલવાનું શરું થઈ જશે.

    મળશે આવી સુવિધાઓ

    જેના બાદ ઓલા તમને એક એપ ઉપલબ્ધ કરાવશે. જેના દ્વારા તમે તમારી તમામ કાર અને ડ્રાઈવર્સનું ટ્રેકિંગ કરી શકશો. તેમજ કારની બુકિંગ અને તેનાથી તનાર આવક અંગે પણ ડિટેલ્સ મળતી રહેશે. તેમજ તમારી ફ્લીટની દરેક ડ્રાઈવરની ટ્રેનિંગ ઓલા આપશે, જેથી તેમને પણ દરેક બાબતની જાણકારી અને એપનો ઉપયોગ કરતા આવડે. આ દ્વારા જેટલી પણ આવક જનરેટ થશે તેને તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

    રાકેશ ઝુનઝુનવાલાએ 5000 રુપિયાથી શરૂ કર્યું હતું શેરબજારમાં રોકાણ, આ રીતે બન્યા હતા બિગબુલ

    કેવી રીતે થાય છે આવક?

    હકીકતમાં ઓલામાં કોઈપણ બુકિંગ જ્યારે પીક અવર્સ દરમિયાન આવે છે ત્યારે તેમાં તમને રુ.200 સુધીનું બોનસ મળે છે. જો દિવસની 12 રાઈડ પૂરી કરો તો કંપની તરફથી એક નિશ્ચિત બોનસ જે 800થી 850 રુપિયા છે જે તમને તમારી કમાણી ઉપરાંતના મળશે. અહીં તમને જણાવી દઈએ કે બોનસમાં સમય સમય પર ફેરફાર થતા રહે છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business Ideas, New business idea, Travel business

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन