આ Appથી રસ્તા પર નાનો ધંધો કરતા લોકોને મળશે મિનિટોમાં લોન, જાણો તેના વિશે બધુ જ

આ Appથી રસ્તા પર નાનો ધંધો કરતા લોકોને મળશે મિનિટોમાં લોન, જાણો તેના વિશે બધુ જ
પ્રતિકાત્મક તસવીર

પોલીસ અથવા નગરપાલિકા અધિકારીઓ દ્વારા લારી-ગલ્લાવાળા લોકોને ઉત્પીડન કરવાના સંબંધમાં જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કોરોના સંકટ વચ્ચે પોતાનો રોજગાર ખોઈ ચુકેલા રસ્તા પર નાનો ધંધો કરતા લોકોને આર્થિક મદદ કરવા માટે પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્બર નિધિ યોજના શરૂ કરી છે. આ હેઠળ તેમને ફરી ધંધો શરૂ કરવા માટે 10 હજાર રૂપિયા સુધીની લોન આપવાની યોજના રજુ કરી છે. સરકારે સ્ટ્રીટ વેન્ડર્સ માટે પીએમ સ્વનિધિ મોબાઈલ એપ (PM SVA Nidhi Mobile App) લોન્ચ કરી છે.

  સ્ટ્રીટ વેન્ડર્સના ઘર સુધી લોન પહોંચાડવા માટે લોન્ચ કરવામાં આવી એપ


  પીએમ સ્વનિધિ મોબાઈલ એપને શરૂ કરવાનો ઉદ્દેશ્ય સ્ટ્રીટ વેન્ડર્સ માટે લોન એપ્લાય કરવાની પ્રોસેસને સરળ બનાવી છે. સાથે જ લોન આપતી સંસ્થાઓ અને ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓમાં પણ આ ડિઝિટલ ઈન્ટરફેસના ચાલતા ઘણી સગવડ હશે.

  રસ્તા પર નાનો ધંધો કરતા લોકોને જાત-જાતના કાગળો વગર સરળતાથી લોન મળશે

  પીએમ સ્વનિધિ મોબાઈલ એપ દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સને વદારાના કોઈ કાગળો વગર માઈક્રો-ક્રેડિટ સુવિધાઓ દ્વારા સરળતાથી લોન આપવામાં આવશે. મંત્રાલય તરફથી આ સ્કીમ હેઠળ વેબ પોર્ટલની શરૂઆત 29 જૂને કરવામાં આવી છે. આ એપમાં સ્વનિધિ વેબ પોર્ટલ જેવી જ બધી સુવિધાઓ છે. તેમાં ફીચરોમાં સર્વે ડેટામાં વેન્ડરોની શોધ, લોન માટે એપ્લાય કરવા માટે ઈ-કેવાયસી, એપ્લીકેશનની પ્રોસેસિંગ અને રિયલ ટાઈમ મોનિટરિંગ સામેલ છે. આ લોન સમયસર ચુકવવા પર 7 ટકાના દરથી વ્યાજ સબસિડી મલશે. આ સબસીડિ સીધી ખાતામાં જશે. આ એપ ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.

  પુરીએ કહ્યું, ઉત્પીડન કરનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે
  યૂએલબી અધિકારીઓ માટે લોન્ચ કરવામાં આવેલી એપનો ઉદ્દેશ્ય સ્ટ્રીટ વેન્ડર્સને લોન માટે અરજી મંગાવવાના ઉપયોગકર્તાના અનુકુળતા માટે ઉપલબ્ધ કરાવવાનો છે. પોલીસ અથવા નગરપાલિકા અધિકારીઓ દ્વારા લારી-ગલ્લાવાળા લોકોને ઉત્પીડન કરવાના સંબંધમાં જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. લાભાર્થીની ફરિયાદ નોંધવા માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પોલીસ, યૂએલબી અને અન્ય વિભાગોના અધિકારીઓનું એક ફોરમ બનાવવામાં આવે. આ ફોરમની એક મહિનામાં એક બેઠક જરૂર થવી જોઈએ.
  Published by:kiran mehta
  First published:August 19, 2020, 21:45 pm