થોડા સપ્તાહ પહેલા આખા દેશમાં એક પ્રશ્ન હતો કે આધાર સાથે શું શું જોડવાનું છે? જો તમે આ પ્રશ્નથી હજી સુધી મુશ્કેલીમાં છો તો આ ખબર તમારા માટે છે. આધાર પર ચાલી રહેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આધારની જરૂરિયાત બધી જગ્યાએ નથી તેવું કહ્યું છે. હવે દરેક વસ્તુઓને આધાર સાથે જોડવાની જરૂર નથી. આજે આપણે જાણીએ કે આધારની જરૂર ક્યાં નહીં પડે.
સિમ કાર્ડ સાથે જોડવું જરૂરી કે નહીં?
થોડા દિવસો પહેલા જ તમારા મોબાઇલ પર મેસેજ આવતાં હતાં કે તમારા સિમને આધાર કાર્ડ સાથે જોડી દો નહીં તો સર્વિસ બંધ થઇ જશે. હવે આવું કરવાની જરૂર નથી. મિનિસ્ટ્રીએ બધી ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે સિમકાર્ડ લેનારા વ્યક્તિ પાસે આધાર નથી તો તેના પર કંપની દબાણ ન કરી શકે. અત્યાર સુધી ટેલિકોમ કંપનીઓ KYC માટે આધાર નંબર માગી રહી હતી. મંત્રાલયે કંપનીઓને પાસપોર્ટ, વોટર આઈડી અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા ડોક્યૂમેન્ટ્સ દ્વારા પણ KYC કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
NEETમાં જરૂર પડશે કે નહીં?
નેશનલ એન્ટ્રેન્સ ટેસ્ટમાં આધાર નંબરની જરૂરિયાત નથી. આ આદેશ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ NEET 2018 માટે આધારની અનિવાર્યતા મામલે સુનાવણી દરમિયાન આપ્યો હતો.
EPFO માટે જરૂર પડશે કે નહીં?
EPFO અને ESIC અંતર્ગત કોઈપણ સ્કીમમાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર માટે આધારની જરૂરિયાત નથી. તેનો અર્થ એ છે કે પીએફ બેનેફિટ્સ માટે હવે આધારની જરૂર જ નથી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર