Home /News /business /

Passive investing: પેસિવ ઇન્વેસ્ટમેન્ટ સાથે સંતુલિત પોર્ટફોલિયો કેવી રીતે બનાવવો? અહીં જાણો શ્રેષ્ઠ વિકલ્પ

Passive investing: પેસિવ ઇન્વેસ્ટમેન્ટ સાથે સંતુલિત પોર્ટફોલિયો કેવી રીતે બનાવવો? અહીં જાણો શ્રેષ્ઠ વિકલ્પ

તમારો પોર્ટફોલિયો આ રીતે ડિઝાઈન કરશો તો નુકસાન જવાની શક્યતા ઘટી જશે.

Stock Market Tips: દરેક સ્થળે સંતુલનની જરૂર છે. આહાર અને સંબંધોના સંતુલન સાથે આર્થિક સ્તર (economic level) પણ સંતુલનની જરૂર પડે છે. ખાસ કરીને પોર્ટફોલિયોને સંતુલિત (Balanced Portfolio) રાખવો આવશ્યક બની જાય છે. મજબૂત ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો (Strong investment portfolio)માં ઇક્વિટી, બોન્ડ્સ અને કોમોડિટીઝ જેવા એસેટ ક્લાસની વિવિધતા જોવા મળે છે.

વધુ જુઓ ...
દરેક સ્થળે સંતુલનની જરૂર છે. આહાર અને સંબંધોના સંતુલન સાથે આર્થિક સ્તર (economic level) પણ સંતુલનની જરૂર પડે છે. ખાસ કરીને પોર્ટફોલિયોને સંતુલિત (Balanced Portfolio) રાખવો આવશ્યક બની જાય છે. મજબૂત ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો (Strong investment portfolio)માં ઇક્વિટી, બોન્ડ્સ અને કોમોડિટીઝ જેવા એસેટ ક્લાસની વિવિધતા જોવા મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે નાણાંકીય અસ્ક્યામતો (Financial assets)ની વિવિધ કેટેગરીમાં ફેલાયેલી હોવી જોઈએ.

આમ તો મોટા ભાગના રોકાણકારો સારી રીતે વૈવિધ્યસભર (ડાઈવર્સીફાઇડ) પોર્ટફોલિયો બનાવવાના ફાયદાઓથી વાકેફ હોય છે, પરંતુ ખરો પડકાર અમલ કરવામાં આવે છે. દરેક એસેટ ક્લાસમાં યોગ્ય રોકાણની પસંદગી કરવી અને જોખમ અને કામગીરી માટે સતત તેનું નિરીક્ષણ કરવું એ કંટાળાજનક કાર્ય હોઈ શકે છે.

આ રક્ષાબંધન પર બહેનને આપો આ ફાઇનાન્શિયલ ગિફ્ટ્સ, આ રીતે સુરક્ષિત કરો તમારી બહેનનું ભવિષ્ય!

આવી સ્થિતિમાં ઇન્ડેક્સ ફંડ્સ અથવા ઇટીએફના સ્વરૂપમાં તમારા પોર્ટફોલિયોની તમામ જરૂરિયાતો માટે સરળ ઉપાય અસ્તિત્વમાં છે. અલબત્ત, ઇન્ડેક્સ ફંડ્સ અથવા ઇટીએફ લાંબાગાળાનો પોર્ટફોલિયો બનાવવામાં કેવી રીતે મદદ કરે છે? તે શીખતા પહેલા ઇન્ડેક્સ ફંડ્સ અને ઇટીએફ ખરેખર શું છે? તે જાણવું જરૂરી છે.

યાદ રાખો કે, ઇન્ડેક્સ ફંડ અથવા ઇટીએફ અંતર્ગત ઇન્ડેક્સના તમામ ઘટકો ધરાવે છે અને સમાન પ્રમાણમાં હોય છે. પરિણામે, જે વળતર મળે છે તે પણ કોઈ પણ ભૂલને ટ્રેક કરતા ઇન્ડેક્સ માઇનસ સાથે સુસંગત હશે. દાખલા તરીકે, નિફ્ટી50 ફંડ બેન્ચમાર્ક ઇન્ડેક્સના તમામ ઘટકોને સમાન વેઇટેજમાં રાખે છે. ત્યારે નિફ્ટી50માં કોઈ પણ હીલચાલ ઈટીએફ અથવા ઈન્ડેક્સ ફંડમાં દેખાશે.

ફંડ મેનેજરનો ઉદ્દેશ અંડરલાઈંગ ઈન્ડેક્ષની જેમ જ વળતર ઉત્પન્ન કરવાનો છે. ઍક્ટિવ ફંડ કરતાં અલગ રીતે અહીંના ફંડ મેનેજર આલ્ફા જનરેટ કરવા માટે પોર્ટફોલિયોનું સક્રિય રીતે સંચાલન કરશે નહીં. વધુમાં ઇન્ડેક્સ ફંડ અથવા ઇટીએફ સાથે સંકળાયેલ ખર્ચ ઓછી ટ્રાન્ઝેક્શન ફીને કારણે ઓછા હોય છે.

રોકાણકારો ઇન્ડેક્સ ફંડ અથવા ઇટીએફનો ઉપયોગ વિવિધતા સભર ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો બનાવવા અને તેમના મલ્ટિપલ ઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને પહોંચી વળવા માટે કરી શકે છે.

ધીરજના ફળ મીઠા: આ શેરે 21 વર્ષમાં 1 લાખ રુપિયાના 1.86 કરોડ કર્યા, હવે શું તેમાં પડાય?

આવું કેવી રીતે શક્ય બને?

પહેલાં તો એસેટ ક્લાસના પરિપ્રેક્ષ્યમાં રોકાણકારો પાસે તેમના નાણાં ઇક્વિટી ઇન્ડેક્સ ફંડ્સ, ડેટ ઇન્ડેક્સ ફંડ્સ, કોમોડિટી ઇન્ડેક્સ ફંડ્સ અને ગ્લોબલ ઇક્વિટી ઇન્ડેક્સ ફંડ્સમાં મૂકવાનો વિકલ્પ છે. ઇક્વિટી ઇન્ડેક્સ ફંડ્સ અને ઇટીએફના ક્ષેત્રમાં લાર્જ, મીડિયમ અને સ્મોલ કેપ ઈન્ડેક્ષને ટ્રેક કરતાં ફંડ છે.

આ રીતે રોકાણકાર માર્કેટ સેગમેન્ટમાં વિવિધતા લાવી શકે છે. તદુપરાંત, ઇક્વિટી ફાળવણી માટે વધુ પરિપક્વ રોકાણકાર વળતરની સંભવિતતાને વધારવા માટે ઓછી અસ્થિરતા, આલ્ફા, મૂલ્ય અને મોમેન્ટમ જેવા પાસાઓના આધારે સ્માર્ટ બીટા ઇટીએફનો ઉપયોગ કરવાનું પણ વિચારી શકે છે.

સેટેલાઇટ પોર્ટફોલિયોમાં કેટલીક સેકટરલ ફાળવણી ઉમેરવાનું વિચારતા રોકાણકાર સેકટરલ અથવા થીમિક ઇટીએફને ધ્યાનમાં લઈ શકે છે. તે બેન્કિંગ, ઓટો, આઇટી, એફએમસીજી અને હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા છે, જેનો અર્થ એ છે કે રોકાણકારો પાસે પસંદ કરવા માટે વિવિધ વિકલ્પો છે.

Parle-G Biscuitનું પેકેટ આજે પણ રૂ.5માં કઈ રીતે મળે છે? સમજો તેના પાછળની ટેક્નિક

હવે પોર્ટફોલિયોના ડેટ સાઇડની વાત કરીએ તો રોકાણકારો લિક્વિડ ઇટીએફ, જી-સેક ઇટીએફ અથવા નિફ્ટી પીએસયુ બોન્ડ પ્લસ એસડીએલ અથવા નિફ્ટી એસડીએલ ઇન્ડેક્સ ફંડ્સમાંથી એકની પસંદગી કરી શકે છે. ત્રણ વર્ષથી વધુ સમયથી રાખવામાં આવેલા ડેટ ફંડ્સ ઇન્ડેક્સેશન ફાયદા કરાવી શકે છે. ઇક્વિટી ઇન્ડેક્સ ફંડ્સ પર ઇક્વિટી ફંડ્સની જેમ ટેક્સ લાગે છે, જે તેમને ટેક્સ એફિશિયન્ટ બનાવે છે.

બીજી તરફ કોમોડિટીની વાત આવે છે, ત્યારે રોકાણકારો પાસે તેમના કોમોડિટી એક્સપોઝરમાં વિવિધતા લાવવા માટે સોના અને ચાંદીના ઇટીએફનો વિકલ્પ હોય છે. રોકાણકારની પોર્ટફોલિયોની લગભગ તમામ જરૂરિયાતો ઇન્ડેક્સ ફંડ અને ઇટીએફના સંયોજનનો ઉપયોગ કરીને પૂરી કરી શકાય છે.

નોંધનીય છે કે, ઇન્ડેક્સ ફંડ્સ અને ઇટીએફ જેવી પેસિવ વિકલ્પો વધુ લોકપ્રિય અને નવીન બની રહી છે, ત્યારે રોકાણકારો પાસે તેમની રોકાણની જરૂરિયાતોને વધુ સરળતાથી અને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવા માટે યોગ્ય પોર્ટફોલિયો બનાવવાની અનન્ય તક છે.

(Disclaimer: અહેવાલના ઓથર ચિંતન હારિયા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ AMCના પ્રોડક્ટ ડેવલોપમેન્ટ એન્ડ સ્ટ્રેટેજીના હેડ છે. અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news in gujarati, Portfolio, Share bazar, Stock market Tips, શેરબજાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन