Home /News /business /પેરેન્ટ્સની આવક ઓછી હોય તો પણ કઈ રીતે મેળવી શકો વધુ એજ્યુકેશન લોન? સમજી લો કામની વાત

પેરેન્ટ્સની આવક ઓછી હોય તો પણ કઈ રીતે મેળવી શકો વધુ એજ્યુકેશન લોન? સમજી લો કામની વાત

તમારા માતા-પિતાની આવક ઓછી હોય તો પણ આ રીતે વિદેશમાં ભણવા માટે મળી શકે તગડી લોન, સમજો

Student Loan for Higher Education: સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારના વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા જવા માટે કઈ રીતે સરળતાથી લોન મળી શકે? સામાન્ય રીતે જેમના માતા-પિતાની આવક વધુ નથી તેમને વિદેશ ભણવા જવા માટે મોટી એજ્યુકેશન લોન લેવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે આવ વિદ્યાર્થીઓ કઈ રીતે અનસિક્યોર્ડ લોન મારફત પોતાનું સપનું પૂરું કરી શકે અને તેના માટે કઈ કઈ તકેદારી લેવાની જરુરિયાત રહે છે. અહીં બધું જ સમજી લો.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ જો તમે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છો પરંતુ તમારા માતા-પિતા ઉચ્ચ આવક ધરાવતા વ્યક્તિઓ (HNI - High Income Individual) નથી અથવા તમે સમૃદ્ધ પરિવારમાંથી આવતા નથી તો એજ્યુકેશન લોન લેવી તમારા માટે મુશ્કેલીભર્યું કાર્ય બની શકે છે. બેંક એવા વિદ્યાર્થીઓને સરળતાથી લોન આપે છે જેમના માતા-પિતા અથવા સંબંધીઓ તેની ચુકવણી કરવાની ક્ષમતા ધરાવતા હોય. આને સુરક્ષિત લોન કહેવામાં આવે છે, જેના વિશે આપણે આગળ વાત કરીશું.

આ પણ વાંચોઃ 7th Pay Commission Updates:: ક્યારથી મોદી સરકાર 7માં પગાર પંચ મુજબ વધારશે DA? 

લોન ન મળવાને કારણે અનેક વિદ્યાર્થીઓનું વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું ચકનાચૂર થઈ જાય છે. જોકે, હવે કેટલીક બાબતો બદલાઈ રહી છે અને એવા વિદ્યાર્થીઓને લોન પણ મળી રહી છે જેઓ સાધન સમ્પન્ન પરિવારમાંથી નથી આવતા. નવી ફિનટેક કંપનીઓ એવા વિદ્યાર્થીઓને લોન આપી રહી છે જેઓ સમૃદ્ધ પરિવારમાંથી આવતા નથી. આજે અમે તમને જણાવીશું કે તમે આ કંપનીઓ પાસેથી કેવી રીતે લોન લઈ શકો છો. પરંતુ તે પહેલા, ચાલો સમજીએ કે લોન કેટલા પ્રકારની છે અને બંને વચ્ચે શું તફાવત છે.

આ પણ વાંચોઃ Stock Market: શેરબજારમાં બંપર તેજી સેન્સેક્સ 60 હજારને પાર અને નિફ્ટી 17900ને પાર

સુરક્ષિત અને અસુરક્ષિત લોન


જેમ કે અમે તમને ઉપર કહ્યું તે મુજબ લોનના 2 પ્રકાર છે. સુરક્ષિત અને અસુરક્ષિત લોન. સુરક્ષિત લોન બેંક તમારા કોલેટરલની માંગ કરે છે. કોલેટરલને સાદી ભાષામાં ગીરવે રાખેલા માલ તરીકે સમજી શકાય છે. જેમ કે જ્યારે તમે હોમ લોન લો છો, ત્યારે બેંક તમારી પાસેથી પ્રોપર્ટીના કાગળો લઈ લે છે અને લોનની ચુકવણી કર્યા પછી તમને દસ્તાવેજો પરત કરે છે. એ જ રીતે, એજ્યુકેશન લોનમાં પણ, બેંક તમને કંઈક ગીરવે રાખવા માટે કહે છે. હવે જો તમે સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવો છો તો આ કામ તમારા માટે થોડું મુશ્કેલ બની જાય છે. બીજું અસુરક્ષિત લોન છે, જ્યાં તમારે કંઈપણ ગીરવે રાખવાની જરૂર નથી. પરંતુ આ પ્રકારની લોનની પોતાની મર્યાદાઓ છે. કારણ કે આ લોનમાં મળતી રકમ ઓછી હોય છે અને વ્યાજ ખૂબ વધારે છે. આ લોન બેંક તમને ઘણું જોખમ ઉઠાવીને આપે છે, તેથી તમે તેમાં વધુ રકમ મેળવી શકતા નથી. નિષ્ણાતોના મતે, વિદ્યાર્થીઓ આ કંપનીઓ પાસેથી 40 લાખ રૂપિયા સુધીની અસુરક્ષિત લોન લઈ શકે છે. જો કે, તે તેમના અભ્યાસક્રમ અને પસંદ કરેલ કૉલેજ પર નિર્ભર રહેશે. કેટલીક કંપનીઓ 75 લાખ રૂપિયા સુધીની લોન પણ આપે છે.

આ પણ વાંચોઃ તમારા 10 લાખ રુપિયાને આ રીતે રોકાણ કરો? પછી ટેન્શન ફ્રી થઈને તગડું રિટર્ન મેળવો

લોન ક્યાંથી મેળવવી


હવે સવાલ એ ઊભો થાય છે કે કોઈ પણ પ્રકારના જામીન કે ગીરવે રાખ્યા વગર વધારે રકમ માટેની લોન ક્યાંથી મેળવવી. જેનો જવાબ નવી ફિનટેક કંપનીઓ છે. આ કંપનીઓ વિદ્યાર્થીઓના માતા-પિતાની પૃષ્ઠભૂમિ કે સંપત્તિની તપાસ કરતી નથી. તેઓ અસુરક્ષિત લોન માત્ર એ આધારે આપે છે કે વિદ્યાર્થી ભવિષ્યમાં તેમની લોનની ચુકવણી કરશે. અહીં પણ વ્યાજ દર વધારે છે પરંતુ લોનની રકમ ઘણી સારી છે. આ કંપનીઓ વિદ્યાર્થીની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને ભવિષ્યમાં તે કેટલી આવક મેળવી શકે છે તેના આધારે લોન પાસ કરે છે.

આ પણ વાંચોઃ બજારમાં બુલ્સનો જોશ હાઈ, આગામી 6 મહીના સુધી રહેશે ઓટો સેક્ટરમાં તેજી

લોનની રકમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?


કયા વિદ્યાર્થીને કેટલી લોન મળશે તે કેવી રીતે નક્કી થાય છે? અવાન્સ ફાયનાન્સિયલ સર્વિસિસના રાજેશ કચ્છાવે કહે છે કે લોન આપતા પહેલા વિદ્યાર્થીને લગભગ 50-60 પેરામીટર્સ પર પરીક્ષણ કરવામાં આવે છે. આમાં ભૂતકાળનું શૈક્ષણિક પ્રદર્શન, શિક્ષણ સ્તર, પ્રવેશ પરીક્ષાના સ્કોર્સ અથવા કૉલેજ અને અભ્યાસક્રમની પસંદગીનો સમાવેશ થાય છે. આ સિવાય એક જ કોર્સ અને એક જ કોલેજમાંથી અભ્યાસ કર્યા બાદ અન્ય વિદ્યાર્થીએ ક્યાં પ્લેસમેન્ટ લીધું અને કેટલો પગાર છે તે પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

શું સાવચેતી રાખવી


આ લોનના વ્યાજ દર ખૂબ ઊંચા છે, તેથી લોનની રકમ ઓછી રાખવાનો પ્રયાસ કરો. બધી શરતોને યોગ્ય રીતે સમજ્યા પછી જ લોન લો. અસુરક્ષિત લોન લેતી વખતે, તમારે જાણવું જોઈએ કે લોનની પૂર્વ ચુકવણી માટે કોઈ પેનલ્ટી થશે કે કેમ. આ સિવાય આવી લોનમાં તમારી પ્રાઈવસી પણ ઘણી વખત જોખમમાં હોય છે. અસુરક્ષિત લોન લેવા માટે લેવામાં આવતી ફી વાજબી છે કે નહીં તે તપાસો.

આ પણ વાંચોઃ iPhone 14 ખરીદવા જેટલી રકમમાં થઈ શકે મસમોટી કમાણી? આવો છે ફંડા અને ગણિત

લોન મેળવવાની તકો કેવી રીતે વધારવી


શક્ય બને તેટલા તમારા શૈક્ષણિક સ્કોર્સમાં સુધારો કરો. ડિગ્રીની તૈયારી કરતી વખતે, તમારી કુશળતાને લગતું કોઈપણ કાર્ય કરવાનું ચાલુ રાખો જેથી કરીને ભવિષ્યમાં તમારા માટે નોકરી મેળવવી સરળ રહેશે અને ધિરાણ આપનાર કંપનીને વિશ્વાસ બેસશે કે તમે ટૂંક સમયમાં લોન ચૂકવી શકશો. પ્રતિષ્ઠિત અને જાણીતી કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે સખત મહેનત કરો. પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે જતા વિદ્યાર્થીઓને પ્રમાણમાં સરળતાથી લોન મળે છે.
First published:

Tags: Abroad Education, Business news, Education loan, Foreign students

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો