Wiproનું માર્કેટ કેપ થયું 3 ટ્રીલિયનને પાર: જાણો કુકિંગ ઓઇલ કંપની કેવી રીતે બની ત્રીજી સૌથી મોટી IT કંપની

Wiproનું માર્કેટ કેપ થયું 3 ટ્રીલિયનને પાર: જાણો કુકિંગ ઓઇલ કંપની કેવી રીતે બની ત્રીજી સૌથી મોટી IT કંપની
ફાઈલ તસવીર

ગુરુવારે શેરબજારના પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન જ વિપ્રોના શેર રૂ. 550ની ટોચની સપાટીએ પહોંચ્યા હતા અને માર્કેટકેપ 3.01 ટ્રિલિયન રૂપિયા થયું હતું.

  • Share this:
નવી દિલ્હીઃ એક સમયે કુકિંગ ઓઈલનો ધંધો (business of cooking oil) કરતી વિપ્રો (wipro) આજે ત્રીજા નંબરની ટોચની આઇટી કંપની (IT company) બની ગઈ છે. કંપનીનો આ વિકાસ ખૂબ રોચક રહ્યો છે. વિપ્રો લિમિટેડ ગુરુવારે પ્રથમ વખત 3 ટ્રીલીયનના માર્કેટ કેપિટલાઈઝેશન (Market capitalization) સુધી પહોંચી હતી. આ સાથે જ વિપ્રો આ પ્રકારની ઉપલબ્ધિ મેળવનાર ત્રીજી ભારતીય આઇટી કંપની બની ગઈ છે. ગુરુવારે શેરબજારના (sharemarket) પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન જ વિપ્રોના શેર રૂ. 550ની ટોચની સપાટીએ પહોંચ્યા હતા અને માર્કેટકેપ 3.01 ટ્રિલિયન રૂપિયા થયું હતું.

દાનવીર છે વિપ્રોના સંસ્થાપક


Wiproના સ્થાપક અને ચેરમેન અઝીમ પ્રેમજીનું નામ આજે આખી દુનિયામાં જાણીતું છે. તેઓ તેમના દુરંદેશી વિચાર અને મહેનતથી વિપ્રોને આખા વિશ્વમાં ઓળખ અપાવી છે. આજે તેમનું નામ સૌથી ધનવાન ભારતીયોમાં સામેલ છે. પરંતુ ખાસ વાત એ છે કે, પ્રેમજી દાન કરવામાં પણ સૌથી આગળ છે. હુરૂન ઇન્ડિયાની પરોપકારી લિસ્ટ મુજબ કોરોના સંકટમાં પ્રેમજી દરરોજ સરેરાશ 22 કરોડ રૂપિયા દાન આપ્યા છે.

75 વર્ષીય અજીમ પ્રેમજી આજે પણ 52 વર્ષ પહેલા જેવા જોશ અને ઉત્સાહ સાથે કામ કરે છે. ત્યારે અઝીમ પ્રેમજીના નેતૃત્વમાં વિપ્રો સફળતાના નવા શિખરો કઈ રીતે આંબી રહ્યું છે? તે અંગે જાણકારી મેળવીએ.

આ પણ વાંચોઃ-રામ રાખે તેને કોણ ચાખે! ટ્રક નીચે આવી ગયા બાઈક પર જતા બે યુવકો, ચમત્કારી રીતે બચતા યુવકોનો live video

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પૂર્વ વિસ્તારનો કુખ્યાત બુટલેગર બંસી ઝડપાયો, 11 મોંઘીદાટ ગાડીઓ જપ્ત, બૂટલેગર કેવી રીતે બન્યો બંસી બિલ્ડર?

પહેલા કુકિંગ ઓઈલનો કારોબાર ચાલતો હતો
પ્રેમજીનો જન્મ વર્ષ 1945માં મુંબઇ ખાતે થયો હતો. તેમના પિતા મોહમ્મદ હશેમ પ્રેમજી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. તેમણે વેજીટેબલ શોર્ટનિંગ (દાલ્ડા ઘી) અને રિફાઇન્ડ તેલનું ઉત્પાદન કરવા માટે વેસ્ટર્ન ઈન્ડિયન વેજિટેબલ પ્રોડક્ટ્સ લિમિટેડની સ્થાપના કરી હતી. આજે ભારતમાં ઘરે-ઘરે જાણીતું ડાલડા ઘી વિપ્રોનું સૌથી જૂનું ઉત્પાદન છે.

આ પણ વાંચોઃ-જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા, કેમ કરી હત્યા?

આ પણ વાંચોઃ-રાજકોટઃ વેજાગામમાં કૂવામાંથી મળી ભરવાડ પરિવારના ત્રણ ભાઈ-બહેનની લાશ, પરિવારો પર આભ તૂટી પડ્યું

પ્રેમજીએ વચ્ચે જ છોડી દીધું ભણતર
મુંબઈમાં અભ્યાસ પૂરો કર્યા બાદ અજીમ પ્રેમજીએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઈલેક્ટ્રીકલ એન્જીનીયરિંગનો કોર્ષ કર્યો હતો. આ પછી તેમના પિતાના અકાળે નિધન બાદ તેમણે 1966માં પારિવારિક વ્યવસાય સાંભળ્યો હતો. તેમનો પારિવારિક વ્યવસાય હાઇડ્રો જનરેટ કુકિંગ ફેટનો હતો. તે સમયે અઝીમ પ્રેમજીના પિતા ચોખાના મોટા વેપારી હતા. અજીમ પ્રેમજી માત્ર 21 વર્ષની ઉંમરે વિપ્રોના ચેરમેન બન્યા હતા. વિપ્રોની સ્થાપના વર્ષ 1945માં વેસ્ટર્ન વેજિટેબલ પ્રોડક્ટ્સ કંપનીના રૂપમાં થઈ હતી.તેલ કંપનીમાંથી આઇટી કંપની કેવી રીતે બન્યું વિપ્રો
વિપ્રોને પહેલા વેસ્ટર્ન વેજીટેબલ ઉત્પાદન બનાવનારી કંપની કહેવાતી હતી. પરંતુ ત્યારબાદ અઝીમ પ્રેમજીએ તેને બેકરી, ટોયલેટ સંબંધિત પ્રોડક્ટ, વાળની પ્રોડક્ટ, બાળકો સાથે જોડાયેલી પ્રોડક્ટમાં બદલી નાંખી હતી. વિપ્રો કંપનીએ વર્ષ 1980માં આઈટીની દુનિયામાં પગ મૂક્યો હતો. તે સમયે IBM કંપની ભારત છોડીને જઈ રહી હતી. વિપ્રોને તેનો ઘણો ફાયદો મળ્યો હતો. ત્યારબાદ વિપ્રોએ અમેરિકાની ઘણી કંપનીઓ સાથે વ્યવસાયિક કરાર કર્યા હતા અને સફળતાનાં ઘણા શિખરો સર કર્યા હતા. ત્યાર બાદ કંપનીએ અન્ય ક્ષેત્રમાં પગ મૂક્યો હતો.
Published by:News18 Gujarati
First published:June 03, 2021, 22:14 IST

ટૉપ ન્યૂઝ