Home /News /business /

શું ભારતમાં હજુ પણ વર્ક ફ્રોમ હોમ યથાવત રાખવામાં આવશે? જુઓ સર્વેનો રિપોર્ટ

શું ભારતમાં હજુ પણ વર્ક ફ્રોમ હોમ યથાવત રાખવામાં આવશે? જુઓ સર્વેનો રિપોર્ટ

સર્વેમાં જાણવા મળ્યું છે કે ઓફિસમાં રહેતા 73% લોકો હાઇબ્રિડ મોડલ ઇચ્છે છે

કંપનીઓ હાઈબ્રિડ મોડલને ધ્યાનમાં લઈ રહી છે. કંપનીઓ મુખ્યતવે કામ કરવાની ફ્લેક્સિબલ પેટર્ન વધુ પસંદ કરી રહી છે. સર્વે અનુસાર 78 ટકા એમ્પ્યોયર ઓફિસમાં કામ કરવાની સુવિધા દરમિયાન કર્મચારીઓના સ્વાસ્થ્ય અંગે સૌથી પહેલા વિચાર કરી રહ્યા છે.

વધુ જુઓ ...
    એક સર્વે પરથી જાણવા મળ્યું છે કે, ભારતમાં કર્મચારીઓ માટે કાર્યસપ્તાહના તમામ રિમોટ વર્કિંગ દિવસ પૂર્ણ થઈ શકે છે. ઓર્ગેનાઈઝેશન્સ હાઈબ્રિડ મોડલનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે. રિઅલ એસ્ટેટ ફર્મ CBRE સાઉથ એશિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે. સર્વે પરથી જાણવા મળ્યું છે કે, કોવિડ-19ની લહેર પાછી આવી રહી હોવાના કારણે ભારતમાં 73 ટકા ઓફિસ સ્પેસનો વપરાશ કરનાર એમ્પ્લોયર કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમના કામને બદલે હાઈબ્રિડ વર્કિંગ અરેન્જમેન્ટ કરવા અંગે વિચારી રહ્યા છે.

    કંપનીઓ હાઈબ્રિડ મોડલને ધ્યાનમાં લઈ રહી છે. કંપનીઓ મુખ્યતવે કામ કરવાની ફ્લેક્સિબલ પેટર્ન વધુ પસંદ કરી રહી છે. સર્વે અનુસાર 78 ટકા એમ્પ્યોયર ઓફિસમાં કામ કરવાની સુવિધા દરમિયાન કર્મચારીઓના સ્વાસ્થ્ય અંગે સૌથી પહેલા વિચાર કરી રહ્યા છે.

    CBREએ આ સર્વેને ‘2022 ઈન્ડિયા ઓફિસ ઓક્યુપાયર સર્વે’ નામ આપ્યું છે. આ ફ્લેક્સિબલ વર્કિંગ અપ્રોચમાં ચાર પેટર્ન છે, જેમાં કોઈ ખાસ સંજોગોમાં રિમોટ વર્ક, સપ્તાહમાં ત્રણથી વધુ દિવસ ઓફિસમાં કામ કરવું, ઓફિસ અને રિમોટ વર્ક કરવું, ત્રણથી વધુ દિવસ રિમોટ વર્ક કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સર્વે અનુસાર 38 ટકા રિસ્પોડેન્ટ્સે જવાબ આપ્યો છે કે, ઓફિસ બેઝ્ડ અને રિમોટ વર્ક એકસમાન હોવા અંગે વિચાર કરવામાં આવશે. 35 ટકા રિસ્પોડેન્ટ્સે જણાવ્યું કે, સપ્તાહમાં ત્રણથી વધુ દિવસ ઓફિસમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

    આ પણ વાંચો -સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી વધારો, જાણો તમારા શહેરમાં લેટેસ્ટ રેટ

    રિપોર્ટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે, ટેકનોલોજી અને BFSI કોર્પોરેટ હાઈબ્રિડ વર્કિંગ પોલિસીને લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છે. જેમાં ઓફિસ અને રિમોટ વર્કને સમાન પ્રાધાન્ય આપવામાં આવશે.

    રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે. ભવિષ્યમાં ભારતમાં ઓફિસની માંગમાં વધારો થઈ શકે છે. ભારતમાં 62 ટકા કંપનીના અધિકારીઓ આગામી ત્રણ વર્ષમાં રિઅલ એસ્ટેટ પોર્ટફોલિયોને વિસ્તારવાની યોજના બનાવી રહ્યા છે. એક તૃતિયાંશ કંપનીના અધિકારીઓએ તેમની ફ્લેક્સિબલ પોર્ટફોલિયોની સ્ટ્રેટેજીના ભાગરૂપે જણાવ્યું છે કે, કો-વર્કિંગ સ્પેસની માધ્યમથી ફ્લેક્સિબલ માંગ પૂર્ણ કરવામાં આવશે. ESG સિદ્ધાંતોને વેગ મળવાની સાથે સાથે ફરી ઓફિસ વર્ક શરૂ કરવાની સાથે સ્ટ્રેટેજીના ભાગરૂપે સસ્ટેનેબિલિટી પર વધુ ધ્યાન આપે છે. 52 ટકા રિસ્પોડેન્ટ્સે જણાવ્યું છે કે તેઓ રિલોકેટ થવા માટે તૈયાર છે, તથા અન્ય 7 ટકા લોકોએ જણાવ્યું છે કે, તેઓ પ્રીમિયમ રેન્ટલ સાથે પણ રિલોકેટ થવા માટે તૈયાર છે.

    આ પણ વાંચો -આ તારીખ પહેલા ફાઇલ કરો ITR, કોઇ પણ મુશ્કેલી ટાળવા ધ્યાનમાં રાખો આ 10 બાબતો

    સર્વે અનુસાર, લગભગ 44 ટકા કંપનીઓએ વર્ષ 2022 સુધીમાં સિટીંગ અરેન્જમેન્ટમાં કોઈ ફેરફાર કર્યો નથી. CBRE સર્વે અંગે અંશુમન મેગેઝીનના ચેરમેન અને CEOએ જણાવ્યું કે, ભારતમાં અનેક કોર્પોરેટ કંપનીઓની ઓફિસમાં પહેલેથી જ ઓફિસ વર્ક શરૂ થઈ ગયું છે. આ મહામારી બાદ હાઈબ્રિડ વર્કિંગને અપનાવવાની સાથે સાથે અનેક કંપનીઓ કર્મચારીઓની પ્રોડક્ટિવિટી અને કનેક્ટિવિટી વધારવા માટે ફ્લેક્સિબિલિટી અંગે વિચાર કરી રહી છે. લાંબાગાળાના પોર્ટફોલિયોમાં પોઝિટીવ ગ્રોથ થઈ શકે છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Work from home

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन