Home /News /business /

Personal Finance: મહિલાઓ માટે વિલ બનાવવું શા માટે ખૂબ જ અતિ મહત્વપૂર્ણ છે?

Personal Finance: મહિલાઓ માટે વિલ બનાવવું શા માટે ખૂબ જ અતિ મહત્વપૂર્ણ છે?

વિલ (પ્રતીકાત્મક તસવીર)

Will Preparation in India: મહિલાઓએ તેમની મિલ્કતો અને સંપતિને સુરક્ષિત કરવા અને તેને એક યોગ્ય વારસદારોને સોંપવામાં માટે વસિયત તૈયાર કરવાનું પગલું ચોક્કસથી લેવું જોઈએ.

મુંબઈ: કોઈ પણ વ્યક્તિ પોતાના મૃત્યુ વિશે વિચારવા માંગતું નથી, કારણ કે આવા વિચાર માણસને અપસેટ કરી મૂકે છે. જ્યારે પણ માણસ પોતાની વિલ કે વસિયત તૈયાર (make will) કરવાનો વિચાર કરે છે ત્યારે ઘણી વખત આ નકારાત્મક લાગણીઓ વધુ જોવા મળતી હોય છે. જોકે, વિલ કે વસિયત સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે, જેના દ્વારા લોકો તેમના મૃત્યુ (Death) પછી તેમના પ્રિયજનોના ભવિષ્યને સુરક્ષિત (Secure future) કરી શકે છે. આ ખાસ કરીને કૌટુંબિક સંપત્તિ અને વારસામાં સમાન હિસ્સેદાર હોય સાથે જ તેમના પોતાના વ્યવસાયો અને ઉચ્ચ પગારવાળી નોકરીઓમાં સફળ હોય તેવી મહિલાઓ માટે આ જરૂરી છે. મહિલાઓએ તેમની મિલ્કતો અને સંપતિને સુરક્ષિત કરવા અને તેને એક યોગ્ય વારસદારોને સોંપવામાં માટે વસિયત તૈયાર કરવાનું પગલું ચોક્કસથી લેવું જોઈએ.

સ્ત્રીએ શા માટે, ક્યારે અને કેમ વિલ તૈયાર કરાવવું જોઈએ?

વિલ લીગલ રીતે એક બાઈન્ડિંગ ડોક્યુમેન્ટ છે, જે વ્યક્તિના મૃત્યુ પછી તેની સંપત્તિ અને સંપત્તિના વિતરણને લઈને તેની ઇચ્છાઓ અને ઇરાદાઓને સ્પષ્ટ કરે છે. જે વ્યક્તિ વિલ લખે છે તેને ટેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. વિલ અથવા વસિયત તૈયાર કરવી સરળ છે.

એક સૌથી સામાન્ય અને મોટી ગેરસમજ એ છે કે જો કોઈએ વારસદારોને નોમિનેટ કર્યા હોય તો તે વ્યક્તિને વિલની જરૂર નથી. જોકે, નોમિની માત્ર ટ્રસ્ટી અથવા મિલ્કત કે સંપતિની સારસંભાળ રાખનાર હોય છે અને તેમને વારસદાર તરીકે ગણી શકાય નહીં. તેથી, નોમિની પસંદ કરવાથી વિલ તૈયાર કરવાની જરૂરિયાત અવગણી શકાતી નથી.

આ સાથે જ વિલ તૈયાર કરવાની બાબત વૃદ્ધાવસ્થા સુધી ધ્યાનમાં લેવાની જરૂર ન હોવાની ગેરમાન્યતા છે. જોકે, આ એક ખોટી માન્યતા છે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવા દરમિયાન તૈયાર કરેલા વિલ ભવિષ્યમાં વારસદારોને કોર્ટ કચેરીના ધક્કા ખાતા રોકવામાં ખૂબ મદદરૂપ હોય છે.

જો કોઈ વ્યક્તિ વિલ કે વસિયત વિના મૃત્યુ પામે છે, તો તેને ઇન્ટેસ્ટેટ ઉત્તરાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. પછી તે સ્ત્રી જે ધર્મની છે તેના કાયદાના આધારે વારસદાર નક્કી કરવામાં આવે છે. ભારતમાં જો કોઈ મહિલાનું અવસાન થાય છે તો ચોક્કસ કેસના આધારે ઈન્ડિયન સક્સેશન એક્ટ, હિંદુ સક્સેશન એક્ટ અને મુસ્લિમ પર્સનલ લૉ લાગુ થાય છે.

સ્ત્રીઓ માટે વિલ તૈયાર કરવાના લાભ:

તમારા બાળકની સાર સંભાળ માટે

કોઈપણ માતા માટે તેના બાળકોના સુખ સમૃધ્ધિ સૌથી મહત્વની હોય છે. એવામાં અકાળે અવસાન વખતે તમારા બાળકોની સંભાળ રાખવાની જવાબદારી કોની હશે તે અંગેની સૂચનાઓ અગાઉથી નક્કી કરી લેવામાં આવે તે મહત્વપૂર્ણ છે. આ ખાસ કરીને નાના બાળકો માટે ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે હયાત માતાપિતા બાળકોની કસ્ટડી મેળવે છે. જો કે એકલ અથવા વિધવા માતાઓના કિસ્સામાં બાળકોની કસ્ટડી એક મહત્વપૂર્ણ બાબત છે જેને વિલમાં જરૂરથી શામેલ કરવી જોઈએ.

વાલી કે માતાપિતા એવી વ્યક્તિ છે જે બાળકની રોજિંદી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે અને તેમના જીવનના નોંધપાત્ર સમયગાળા માટે તેમની સાથે રહે છે. જો કોઈ સ્ત્રી તેના વિલ દ્વારા કોઈની પસંદગી કરતી નથી, તો કોઈ અનિચ્છનીય વ્યક્તિ તેમના બાળકની સંભાળ રાખનાર બની શકે છે.

વારસદારોને સંપતિની સોંપણી

ભારતમાં સક્સેશન લો હજુ પણ પુરૂષ સભ્યોની તરફેણમાં છે તેવું કહેવામાં કશું જ ખોટું નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ વિધવા હિંદુ સ્ત્રી પોતાની સંપત્તિ ધરાવતી હોય, તો તેના મોત બાદ કોર્ટ તેની સંપતિ પતિના પરિવારને સોંપી દેવાની તરફેણમાં ચુકાદો આપે તેવી પ્રબળ શક્યતાઓ છે. તે સ્ત્રીએ દાયકાઓ સુધી તેમની પાસેથી કોઈ નાણાકીય સહાય ન લીધી હોવા છતાં પણ આ પ્રકારના ચુકાદા આવી શકે છે. તેથી જરૂરી છે કે સ્ત્રીઓ તે પરિણીત હોય, છૂટાછેડા લીધેલી હોય, વિધવા હોય કે અવિવાહિત હોય, તેમના વારસદારનું નામ તેમના વિલ અથવા વસિયત દ્વારા જાહેર કરે જેથી કરીને તેમની સંપત્તિ તેમની ઈચ્છા મુજબ વહેંચવામાં આવે.

મતભેદોની સંભાવનામાં ઘટાડો

ભારતીય પરિવારો સામાન્ય રીતે નોન ન્યૂક્લિયર છે. ઘણા બાળકો વિસ્તૃત પરિવારમાં સંભવિત વારસદારોનું જોખમ વધારે છે. જે મહિલાઓ આવા સંયુક્ત પરિવારોનો ભાગ છે તેમના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે અને તેના કારણે થતા કૌટુંબિક વિવાદોને ટાળવા માટે વિલ તૈયાર કરવી ખૂબ મહત્વપૂર્ણ છે. કુટુંબની બે પેઢીઓ અને ભાઈ-બહેનો વચ્ચે લાંબા સમય સુધી કાનૂની લડાઈને ટાળવા માટે દરેક બાળકને કઈ સંપત્તિની ફાળવણી કરવામાં આવે ખૂબ જરૂરી છે.

પરોપકાર

HNI અને UHNI બિઝનેસ પરિવારોમાં મહિલાઓ પરોપકારી સાહસોનું સુકાન સંભાળે છે જે હજારો જીવન અને જરૂરિયાતમંદ NGOને અસર કરે છે. તેમની સંપત્તિ તેમના અવસાન પછી પણ તેમના બાળકોને જ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સ્ત્રીઓએ તેમની સંપત્તિનો કયો ભાગ પરોપકારી કાર્યો માટે સમર્પિત કરવામાં આવશે તે નિશ્ચિત કરવું જરૂરી છે.

આ પણ વાંચો: શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

ઉત્તરાધિકારી નિશ્ચિત કરવા માટે વિલ સૌથી મહત્વપૂર્ણ છે. વસિયત યોગ્ય સમયે ખૂબ કાળજી સાથે બનાવવામાં આવે તે ખૂબ જરૂરી છે. સારી વસિયત મહિલા માટે તેના વારસાને સુરક્ષિત કરવામાં મદદ કરે છે સાથે તેના મૃત્યુ પછી કુટુંબ ઝઘડા પણ ટાળે છે અને તેના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. મોટી મિલકતો અને સંપતિ ધરાવતી મહિલાઓ માટે મૃત્યુ પછી તેમની સંપત્તિના રક્ષણની ખાતરી કરવામાં વિલ ખૂબ જ મદદ કરી શકે છે. વિલની મદદથી એ નક્કી કરી શકાય છે કે સંપતિને પરિવારમાં અથવા ટ્રસ્ટમાં કઈ રીતે વિતરીત કરવામાં આવે.

હાલની મહામારી જેવી વૈશ્વિક અસ્થિરતાના સમયમાં સ્ત્રી ક્યારેય પોતાના બાળકો માટે પૂરતું રક્ષણ મેળવી શકતી નથી. આ રીતે ખાનગી કૌટુંબિક ટ્રસ્ટ અને વિલ્સ બંને એ બાળકના નાણાકીય ભાવિને સુરક્ષિત કરવા અને સંપત્તિ યોગ્ય લાભાર્થીઓને સરળ અને મુશ્કેલી-મુક્ત રીતે અર્પણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટેની ઉત્તમ રીત છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Lawyer, Personal finance, Woman

આગામી સમાચાર