કેન્દ્રની નવી મોદી સરકાર આ વખતે બજેટમાં અનેક મોટા નિર્ણય લેવાની તૈયારીમાં છે. CNBC આવાજને સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે રિયલ એસ્ટેટ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્રટમાં ફંડની અછત દૂર કરવા માટે બજેટમાં ખાસ જાહેરાત થઇ શકે છે. જેમાં રોકાણ કરનારા તમામ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને ટેક્સમાંથી છૂટ મળી શકે છે. જેનો સીધો અર્થ એ થાય કે રોકાણકારોને ઇનકમ ટેક્સમાં છૂટ મળશે.
ઇંફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ફંડિંગને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં ખાસ જાહેરાત થઇ શકે છે. તમામ પ્રકારના ઇંફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને ઇનકમ ટેક્સમાં રાહત મી શકે છે. તમામ પ્રકારના રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને પણ ઇનકમ ટેક્સમાં રાહત મળવાની આશા છે.
જો સરકાર આવો નિર્ણય લેશે તો ઇનકમ ટેક્સ એક્ટમાં બદલાવ થશે, ઇનકમ ટેક્સ એક્ટના એક્શન 2માં બદલાવનો પ્રસ્તાવ આવશે. સાથે જ બિઝનેસ ટ્રસ્ટની પરિભાષામાં પણ બદલાવ કરવામાં આવશે. SEBIમાં રઝિસ્ટર્ડ ટ્રસ્ટ અને સ્ટોક એક્સચેંજમાં લિસ્ટેડ યુનિટને જ છૂટ મળશે.
નવા પ્રસ્તાવ પ્રમાણે ગેર રઝિસ્ટર્ડ ટ્રસ્ટને પણ ટેક્સ છૂટનો ફાયદો મલશે. સરકારને આશા છે કે નવા પ્રસ્તાવથી ગ્લોબલ પેન્શન અને ઇંશ્યોરન્સ ફંડ રોકાણ કરશે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર