Home /News /business /Gold Price: હાલ સોનાં પર રૂપિયા લગાવવાનો નિર્ણય કેટલો યોગ્ય? જાણો કિંમત પ્રમાણે કેવું દેખાઈ રહ્યુ છે ભવિષ્ય
Gold Price: હાલ સોનાં પર રૂપિયા લગાવવાનો નિર્ણય કેટલો યોગ્ય? જાણો કિંમત પ્રમાણે કેવું દેખાઈ રહ્યુ છે ભવિષ્ય
સોનાના રૂપિયા લગાવવા ફાયદાકારક કે નહિ?
Gold Price: ફેડરલ રિઝર્વ આગળ પણ વ્યાજ દર વધારશે. માત્ર ફેડ જ નહિ અન્ય દેશોની કેન્દ્રીય બેંકો પણ આ જ રસ્તાપર ચાલશે, જેનાથી સોના માટે નવી ઉંચાઈ સ્પર્શ કરવી મુશ્કેલ થઈ જશે. આ ઉપરાંત જો ડોલર મજબૂત થતો રહે છે, તો સોનામાં તેજીની કોઈ સંભાવના નથી.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો લગભગ સપાટ ચાલી રહી છે. સોનું લીલા નિશાન પર ટ્રેડ કરી રહ્યુ છે અને ગત કેટલાક સપ્તાહમાં તેમાં થોડી વૃદ્ધિ પણ જોવા મળી છે. જો કે, આ કોઈ મોટી વૃદ્ધિ નથી. ફેડરલ રિઝર્વની આગામી સપ્તાહમાં થનારી બેઠક પૂર્વે સોનાની કિંમતોમાં કડાકો બોલી ગયો છે. સ્પોટ ગોલ્ડ આજે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 0.14 ટકાના વધારા સાથે 1773 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો છે. એવામાં રોકાણકારોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે, જો ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં વધારો ચાલૂં રાખશે તો સોનાનું ભવિષ્ય કેવું હશે?
ભારત માટે તે મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે, દેશના વપરાશનો મોટાભાગનો હિસ્સો આયાત કરવામાં આવે છે. ભારત સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે. સોનાનો વાયદાની કિંમત હાલ 1785 ડોલર પ્રતિ ઔંશ પર ચાલી રહી છે. ડોલરમાં આવેલી નબળાઈને કારણે તેને થોડો સપોર્ટ મળ્યો છે. એવું માનવામાં આવે છે કે, ડોલરનો ભાવ ઘટવા પર સોનું રોકાણકારો માટે આકર્ષક થઈ જાય છે. એમકે વેલ્થ મેનેજમેન્ટના અનુસાર, ગત 2-3 સપ્તાહમાં સોનામાં તેજી જોવા મળી અને તે 1800 ડોલર પ્રતિ ઔંશ સુધી પહોંચ્યો છે.
એમકેનું માનવું છે કે, હજુ સુધી ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં નરમાઈ કરશે નહિ. તેમના અનુસાર, અમેરિકામાં મોંઘવારી દર 8 ટકા છે અને તે 2 ટકાના સંતોષકારક શ્રેણીની બહાર છે. એટલા માટે ફેડરલ રિઝર્વ આગળ પણ વ્યાજ દર વધારશે. માત્ર ફેડ જ નહિ અન્ય દેશોની કેન્દ્રીય બેંકો પણ આ જ રસ્તાપર ચાલશે, જેનાથી સોના માટે નવી ઉંચાઈ સ્પર્શ કરવી મુશ્કેલ થઈ જશે. આ ઉપરાંત જો ડોલર મજબૂત થતો રહે છે, તો સોનામાં તેજીની કોઈ સંભાવના નથી. એમકેના મુજબ, જો વિવિધ દેશોની કેન્દ્રીય બેંક વ્યાજ દર ઘટાડે છે. તે સોના માટે સારુ થશે, પરંતુ જ સોનાં માટે સારુ થશે કે નજીકી ભવિષ્યમાં એવું થતુ દેખાઈ રહ્યુ છે. આ વર્ષે 13-14 ડિસેમ્બરે ફેડરલ રિઝર્વની અંતિમ બેઠક થશે.
સ્થાનિક બજારમાં સોનાનો વાયદા ભાવ 3 ફેબ્રઆરી 2023 માટે 53897 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે. આ કાલ કરતા 137 રૂપિયા કે 0.25 ટકા વધારે છે. આજના કારોબારમાં સોનાનાં 53,908 રૂપિયાની ઊંચાઈ અને 53785ની નીચી સપાટીને સ્પર્શ કરી છે. 3 માર્ચ 2023 માટે ચાંદીનો ભાવ 370 રૂપિયા કે 0.57 ટકાથી વધીને 65,784 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે. તેની આજની ઊંચી સપાટી 65,789 અને નીચી સપાટી 65500 રૂપિયા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર