Home /News /business /Gold Price: શું દિવાળી સુધીમાં સોનાનો ભાવ 46 હજાર જશે? શું કહે છે એક્સપર્ટ

Gold Price: શું દિવાળી સુધીમાં સોનાનો ભાવ 46 હજાર જશે? શું કહે છે એક્સપર્ટ

સોનુું ખરીદવું હોય તો હજુ રાહ જોવાય? શું દિવાળી સમયે સોનું 46000ની નીચે પહોંચી જશે?

Gold Price Expert Prediction: છેલ્લા કેટલાક દિવસથી સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોનાના ભાવ સતત નીચે જઈ રહ્યા છે. શુક્રવારે સોનાના ભાવ ત્રણ મહિનાના તળિયે પહોંચી ગયા હતા. ત્યારે આગામી દિવાળી સુધીમાં સોનું કેટલું તૂટી શકે છે અથવા વધી શકે છે, તેના અંગે જણાવતા નિષ્ણાતોએ કહ્યું કે ન તો વૈશ્વિક ન સ્થાનિક બજારમાં એવું કોઈ ફેક્ટર છે જેનાથી સોનાના ભાવ (Gold Price)ને ટેકો મળે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ દેશમાં હવે તહેવારોની સીઝન શરું થઈ ગઈ છે. શ્રાવણ મહિના બાદ ગણેશ ઉત્સવ અને તેના 15 દિવસ બાદ નવરાત્રી અને પછી દિવાળી એમ આગામી દોઢથી બે મહિના સુધી દેશમાં તહેવારોનું વાતાવરણ રહેવાનું છે. આ દરમિયાન ઘણા એવા વિશેષ દિવસ આવશે જેમાં સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવમાં આવશે. આ જ કારણ છે કે ઘણા લોકો અત્યારથી જ સોનું ખરીદવા માટે પ્લાન બનાવે છે. પરંતુ તેમના મનમાં કિંમતોને લઈને સવાલ ઉઠતા રહે છે. શું જેમાં અત્યારે સોનું સતત તૂટી રહ્યું છે તેમ આગામી સમયમાં પણ સતત તૂટશે? તેમાં પણ ખાસ કરીને દિવાળી અને ધનતેરસ પર સોનું તૂટશે કે પછી તેમાં ઉછાળો આવશે?

  હોમલોન લેતા પહેલા ધ્યાન રાખજો આ બાબતો, બચાવશે તમારું બજેટ

  તમને જણાવી દઈએ કે ગત વર્ષે ધનતેરસ પર 24 કરેટ શુદ્ધતાવાળા સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 56,500 રુપિયા જેટલો હતો. જ્યારે આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 50,670 (Goodreturns.in) છે. આ રીતે જોતા ગત ધનતેરસની સરખામણીમાં હાલ સોનાની કિંમત ઘણી નીચે છે. ત્યારે અમારી સહયોગી વેબસાઈટ મનીકંટ્રોલ ડોટ કોમના એક અહેવાલ મુજબ આ કિંમતો આગળ પણ હજુ તૂટી શકે છે. ઓરિગો ઈ મંડીના આસિસ્ટન્ટ જનરલ મેનેજેર, કોમોડિટી રિસર્ચના તરુણ તત્સંગીનું કહેવું છે કે સોની બજરમાં સોનાનો ભાવ આગામી સમયમાં 46000 સુધી જઈ શેક છે. તેનું કારણ જણાવતા તરુણે કહ્યું કે વૈશ્વિક અને સ્થાનિક માર્કેટમાં હાલ એવું કોઈ પણ ફેક્ટર જોવા મળી રહ્યું નથી જેનાથી સોનાના ઘટતા ભાવને કોઈ ટેકો મળે. પહેલા રશિયા યુક્રેન યુદ્ધના કારણે સોનાની કિંમતોમાં વધારો થયો હતો. પરંતુ હવે આ તણાવની અસર પણ જતી રહી છે.

  ધીરજનું ફળ મીઠુંઃ અમદાવાદની આ કંપનીના શેરમાં ફક્ત પાંચ વર્ષમાં રુ.1 લાખના રુ.46 લાખ થયા

  મંદીનો ટેકો પણ નહીં મળે

  તરુણનું કહેવું છે કે યુરોપીય અને અમેરિકન માર્કેટમાં મંદીની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પરંતુ જો મંદી આવે છે તો પણ તેની અસર સોનાની કિંમતો પર જોવા નહીં મળે. તેમણે કહ્યું કે 2008માં આવેલી મંદીને પાર કરવા માટે મોટાભાગના દેશ તૈયાર નહતા. જેના કારણે સોનાની કિંમતો એકદમ ઉછળી હતી, પરંતુ આ વખતે વાત અલગ છે. આ વખતે મોટાભાગના દેશ મંદી સામે લડવા માટે કમર કસીને તૈયાર થઈ ગયા છે.

  3 વર્ષમાં આ મ્યુચ્યુઅલ ફંડ પ્લાનમાં મળ્યું 45 ટકા રીટર્ન, રૂ. 1 લાખમાંથી થયા 9 લાખ રૂપિયા

  મજબૂત અમેરિકન ડોલર ભાવ વધવા નથી દેતો

  ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના સીનિયર કોમોડિટી કરંસી એક્સપર્ટ ભાવિક પટેલનું કહેવું છે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું ચાર સપ્તાહના નીચલા સ્તરે કારોબાર કરી રહ્યું છે. આવું અમેરિકન ડોલર સામે ભારતીય રુપિયાના તૂટવાના કારણે થયું છે. જ્યારે કોમેક્સ પર પણ સોનું છ સપ્તાહના નીચલા સ્તરે કામ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે આ વર્ષે સોનાની કિંમતોમાં કોઈ ઉછાળો આવે તેવી શક્યતા બહુ ઓછી દેખાઈ રહી છે. અમેરિકન ડોલર ઇન્ડેક્સમાં સોનામાં મજબૂતી અને બોન્ડ યીલ્ડ વધવા પર સોનામાં રોકાણથી ઘટાડો આવ્યો છે. આ ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહી શકે છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: 10 Gram Gold Price, Business news, Gold and Silver Price, Latest gold price

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन