Home /News /business /ગ્રાહકોને બેંકમાં કામ પતાવવા માટે મળશે વધારે સમય! કર્મચારીઓ કામના કલાકો વધારવા તૈયાર
ગ્રાહકોને બેંકમાં કામ પતાવવા માટે મળશે વધારે સમય! કર્મચારીઓ કામના કલાકો વધારવા તૈયાર
બેંક કર્મચારીઓએ સપ્તાહમાં 2 રજાની માંગ કરી
બેંક કર્મચારી સંઘે જણાવ્યુ કે, તેમણે પહેલા પણ આની માંગ કરી હતી, પરંતુ તેને નકારી કાઠવામાં આવી હતી. બેંક કર્મચારીઓનું કહેવુ છે કે, તેઓ સપ્તાહમાં 2 દિવસ રજા ઈચ્છે છે.
નવી દિલ્હીઃ અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘની તરફથી ઈન્ડિયન બેંક એસોસિએશનને મોકલવામાં આવેલા એક પત્રમાં કામના કલાકોમાં વધારો કરવાની કરવામાં આવી છે. કર્મચારીઓની માંગ છે કે, તેમને સપ્તાહમાં બે દિવસ રજા મળે જેના માટે તેઓ દરેક દિવસ 30 મિનિટ વધારે કરવા માટે તૈયાર છે. તેમનું કહેવું છે કે, તેના માટે સવારે કામ શરૂ કરવાના સમયને 30 મિનિટ પહેલા કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ગ્રાહક સંભાળ સેવા અથવા બિન નાણાકીય વ્યવહારોને પણ દરેક દિવસે 30 મિનિટ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
સૂચિત યોજના અનુસાર, બેંક કાર્યવાહી સવારે 9.45 વાગ્યાની જગ્યાએ 9.15 વાગ્યે શરૂ થઈ જશે અને સાંજે તેમના નિર્ધારિત સમય 4.45 સુધી ચાલશે. નાણાકીય વ્યવહારોના સમયને 9.30-1.30 વાગ્યે અને પછી 2-3.30 વાગ્યા સુધી કરવામાં આવશે. ત્યારે, બિન નાણાકીય વ્યવહારો 3.30 વાગ્યાથી લઈને 4.45 વાગ્યા સુધી થશે.
અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘના મહાસચિવ સી.એચ. વેંકટચલમે જણાવ્યુ કે, તેઓ ધણા દિવસોથી 5 દિવસનો કાર્ય સપ્તાહ કરવાની માંગ કરી રહ્યા છે. પરંતુ ઈન્ડિયન બેંક ઓસોસિએશનને તે મંજૂર ન હતું. તેમણે કહ્યુ કે, ગત વર્ષે જ્યારે એલઆઈસીને તેની મંજૂરી મળી ગઈ તો, એકવાર ફરીથી માંગ કરવામાં આવી અને આ વખતે આઈબીએએ પૂછ્યુ કે, 2 શનિવારે નહિ થયેલા કામની ભરપાઈ કેવી રીતે થશે. વેંકટચલમના જણાવ્યા અનુસાર, ‘અમે દર દિવસે કામના સમયમાં 30 મિનિટનો વધારો કરવા માટે તૈયાર છીએ. અમે આશા રાખીએ છીએ કે, આઈબીએ, સરકાર અને આરબીઆઈ આ પર સહેમત થશે.
કર્મચારી સંઘ દ્વારા કામના દિવસો ઘટાડવાની માંગ કોરોના મહામારીની શરૂઆત દરમિયાન કરવામાં આવી હતી.
IBAએ આ માંગને ફગાવી દીધી હતી અને કહ્યુ હતું કે, કર્મચારીઓના પગારમાં 19 ટકાનો વધારો કરી શકાય છે. જાણકારી અનુસાર, હાલ બેંકના કર્મચારીઓ દર મહિનાના બીજા અને ચોથા શનિવારે તો રજા હોય જ છે. જો કર્મચારીઓની માંગને માની લેવામાં આવે તો, તેમણે દરેક દિવસ બેંકમાં 7.30 કલાક કામ કરવુ પડશે. આ રીતે ગ્રાહકોને પણ તેમનું કામ પૂરુ કરાવવા માટે અડધો કલાક મળશે. જો કે, જે લોકો શનિવારે તેમનું કામ પતાવવા માટે આવતા હતા તેમના માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર