Home /News /business /RBIની ડિજિટલ કરન્સી આવતા જ બેન થઇ જશે ક્રિપ્ટોકરન્સી? વાંચો શું છે સમગ્ર મામલો
RBIની ડિજિટલ કરન્સી આવતા જ બેન થઇ જશે ક્રિપ્ટોકરન્સી? વાંચો શું છે સમગ્ર મામલો
RBIની ડિજિટલ કરન્સી આવતા જ બેન થઇ જશે ક્રિપ્ટોકરન્સી?
આ અઠવાડિયાની શરૂઆતમાં નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર કન્સલ્ટેશન પેપર લઈને આવશે. શંકરે અહીં એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, અમારું માનવું છે કે પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સીનો જે પણ મામલો છે, તેનો અંત સીબીડીસીના આવવાથી થશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરે (T Ravishankar) કહ્યું છે કે, ખાનગી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin)માં સેન્ટ્રલ બેંકની ડિજિટલ કરન્સી (CBDC)ની એન્ટ્રી અંગે જે કંઇ પણ અસંમજસ છે તે જલદી જ સમાપ્ત થઇ જશે. ઉલ્લેખનીય છે કે સરકાર ક્રિપ્ટોકરન્સી પર કન્સલ્ટેશન પેપર લાવવાની તૈયારી કરી રહી છે. શંકરે સ્ટેબલ કોઇન (Stable Coin) સામે પણ વાંધો ઉઠાવ્યો છે, જેને એક પ્રકારનું ચલણ કહેવામાં આવે છે. રિઝર્વ બેંક બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીનો સખત વિરોધ કરી રહી છે. સેન્ટ્રલ બેન્કનું માનવું છે કે આવા 'ચલણ'નું કોઈ સહજ મૂલ્ય નથી, તેની પ્રકૃતિ 'સટ્ટાબાજી'ની છે. રિઝર્વ બેન્કે આ અંગે પોતાનું વલણ જાહેર કર્યું છે. જો કે ક્રિપ્ટોકરન્સી પર સરકારે હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.
આ અઠવાડિયાની શરૂઆતમાં નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર કન્સલ્ટેશન પેપર લઈને આવશે. શંકરે અહીં એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, અમારું માનવું છે કે પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સીનો જે પણ મામલો છે, તેનો અંત સીબીડીસીના આવવાથી થશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સના સેક્રેટરી અજય શેઠે જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી અંગે વિવિધ સ્ટેકહોલ્ડર્સના અભિપ્રાયોના આધારે એક કન્સલ્ટેશન પેપરને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
શેઠે જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી દ્વારા ઉભા થયેલા પડકારોને પહોંચી વળવા વૈશ્વિક સ્તરે પગલાં લેવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, વર્ચ્યુઅલ દુનિયામાં આ ડિજિટલ કરન્સીની કામગીરી સાથે એ જરૂરી છે કે આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસ કરવામાં આવે. ક્રિપ્ટોકરન્સીને લઈને ભારતે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અનેક પ્રસંગોએ ક્રિપ્ટોકરન્સી અંગે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે ક્રિપ્ટોકરન્સી મેક્રોઇકોનોમિક સ્થિરતા માટે ખતરા સમાન છે.
ક્રિપ્ટોકરન્સી પર સ્ટેન્ડ ક્લિયર કરવા માટે લાવવામાં આવી રહેલા કન્સલ્ટેશન પેપરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, પત્ર લગભગ તૈયાર થઇ ચૂક્યો છે. "અમે આ સંદર્ભે માત્ર સ્થાનિક સંસ્થાકીય હિસ્સેદારો જ નહીં, પરંતુ વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ જેવી વૈશ્વિક સંસ્થાઓ સાથે પણ ચર્ચાઓ કરી છે. આશા રાખીએ કે, અમે ટૂંક સમયમાં જ અમારા કન્સલ્ટેશન પેપરને આખરી ઓપ આપીશું.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર