Home /News /business /

શું જરૂરી દવાઓની કિંમત ઘટશે? આવતીકાલે NPPAની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે

શું જરૂરી દવાઓની કિંમત ઘટશે? આવતીકાલે NPPAની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે

શું દવાઓની કિંમત ઘટશે?

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એક સરકારી સંસ્થા છે, જે દવાઓની કિંમતો (medicines Price) ને નિયંત્રિત કરવાનું કામ કરે છે, શુક્રવારે તે ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે બેઠક કરશે, જેમાં જરૂરી દવાઓના ભાવમાં ઘટાડો કરી શકાય કે કેમ તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે

વધુ જુઓ ...
    નવી દિલ્હી. દેશમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ભડકે બળી રહ્યા છે. દરેક વસ્તુના ભાવ આસમાને છે. ડીઝલ (diesel) અને પેટ્રોલ (Petrol) ના ભાવ પણ 110 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જેના કારણે દરેક વસ્તુના ભાવ આસમાને છે. પરંતુ જો જરૂરી દવાઓના ભાવ (medicines Price) વધે તો તેનાથી કેટલીએ જિંદગી જોખમમાં મુકાઈ જાય. છેલ્લા કેટલાક વર્ષોમાં જરૂરિયાતની દવાઓના ભાવમાં પણ જબરદસ્ત વધારો થયો છે, જેના કારણે ગરીબોની સારવાર મુશ્કેલ બની ગઈ છે. હવે દવાઓની કિંમતોને નિયંત્રિત કરતી સરકારી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) શુક્રવારે મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં જરૂરી દવાઓના ભાવમાં ઘટાડો કરી શકાય કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવશે.

    વેપાર માર્જિનને લઈ ચર્ચા

    બેઠકમાં ફાર્મા કંપનીઓની ચિંતાઓ અને સલાહ પર વિચાર કરવામાં આવશે. બેઠકમાં અનલિસ્ટેડ દવાઓના ટ્રેડ માર્જિન પર પણ વિચાર કરવામાં આવશે. જો કે નોન-શિડ્યુલ દવાઓની કિંમતો સરકાર દ્વારા નિયંત્રિત નથી, TMR એ એક પદ્ધતિ છે જેના હેઠળ આ દવાઓના ભાવને પણ નિયંત્રિત કરી શકાય છે. દવાના ઉત્પાદક દ્વારા દવા પર વસૂલવામાં આવતી કિંમત અને ગ્રાહકો માટે છૂટક કિંમત વચ્ચેના તફાવતને ટ્રેડ માર્જિન કહેવામાં આવે છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળની NPPA દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સાથે દવાઓની કિંમતોનું નિયમન કરે છે. NPPAની બેઠક ચેરમેન કમલેશ કુમાર પંતની અધ્યક્ષતામાં યોજાશે.

    આ પણ વાંચોpetrol ethanol mix : મોંઘા પેટ્રોલમાંથી મળશે રાહત! 2025-26 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય

    NPPAએ 2018માં કેપ લગાવી હતી

    ફાર્માસ્યુટિકલ્સ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ18ને જણાવ્યું હતું કે, અમને ખાતરી છે કે, ટીએમઆર એ દવાઓને વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાનો સૌથી સંતુલિત માર્ગ છે, પરંતુ કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા, અમે દવા ઉત્પાદકો અને તમામ હિતધારકોની સલાહ લેવા માંગીએ છીએ. અમે તેમની ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કરીશું. જ્યારે અમે કિંમતો અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચીશુ, ત્યારે અમે તેમની ચિંતાઓને પણ તેમાં સામેલ કરીશું. 2018માં, NPPAએ 42 નોન-શિડ્યુલ્ડ એન્ટી-કેન્સર દવાઓના ટ્રેડ માર્જિનને સીમિત કર્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં જણાવ્યું હતું કે, આ નિર્ણયને કારણે 526 બ્રાન્ડેડ દવાઓની MRP 90 ટકા ઘટી ગઈ છે.
    Published by:kiran mehta
    First published:

    આગામી સમાચાર