Home /News /business /Stock Market Expert's Views: શેરબજારમાં તેજી અને વિદેશી રોકાણકારો પરત ફરતા હવે તમારે શું કરવું જોઈએ?

Stock Market Expert's Views: શેરબજારમાં તેજી અને વિદેશી રોકાણકારો પરત ફરતા હવે તમારે શું કરવું જોઈએ?

શેરબજારમાં આગામી દિવસો કેવા રહેશે? 6-7 મહિનામાં કમાણીની કેટલી શક્યતા છે એક્સપર્ટ પાસેથી સમજો.

Stock Market Update: આ વર્ષે શેરબજારમાં પહેલા બે ક્વાર્ટર ભારે ઉતાર ચઢાવવાળા રહ્યા ત્યાં બીજા બે ક્વાર્ટરમાં સ્થિતિ વધુ સારી થતી જોવા મળી રહી છે. ખાસ કરીને બજારમાં વિદેશી રોકાણકારોએ ફરી ખરીદી શરું કરતા બજાર તેજી તરફ જઈ રહ્યું છે. આ વચ્ચે એક ચર્ચા છે કે શું આગળ પણ આ તેજી ચાલુ રહેશે? આ સ્થિતિમાં નાના ભારતીય રોકાણકાર તરીકે તમારે શું કરવું જોઈએ?

વધુ જુઓ ...
  મુંબઈઃ ભારતીય શેરબજારમાં (Indian Stock Market) પાછલા અનેક મહિનાથી સતત વોલેટાલિટી પછી હવે છેલ્લા એક મહિનામાં સતત તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. ગત સપ્તાહમાં સેન્સેક્સે (BSE Sensex) ખૂબ જ મહત્વનું તેવું 60000નું સ્તર પાર કર્યું હતું. તો નિફ્ટી (NIFTY 50) પણ 18000ના સ્તરને સ્પર્શ કરવામાં સફળ રહી હતી. તેવામાં આ વર્ષે પહેલા 6 મહિના ખૂબ જ ઉતાર ચઢાવ વાળા રહ્યા છે. પરંતુ હવે આગળના 6 મહિના સ્થિતિ સારી થતી જણાઈ રહી છે. વિદેશી રોકાણકારો (Foreign Investors) ફરી એકવાર ખરીદી તરફ વલ્યા છે. એનસડીએલ (NSDL)ના આંકડા મુજબ વિદેશી રોકાણકારોએ 1 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધીમાં ભારતીય શેરબજારમાં 44,481 કરોડના શેર ખરીદ્યા છે. કોઈ એક મહિનામાં વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં આ સૌથી મોટી ખરીદી છે. આ જ સમયગાળમાં ડેટ માર્કેટમાં (Debt Market) પણ વિદેશી રોકાણકારોએ રોકાણ કર્યું છે, જોકે શેરબજારના મુકાબલે તે ઓછું છે.

  Niftyએ તોડ્યો 2 વર્ષની સૌથી લાંબી તેજીનો સીલસીલો, આ 4 કારણોએ આજે તૂટ્યું બજાર, આવતા સપ્તાહે શું?

  વર્ષના પહેલા છ મહિનામાં વોલેટાલિટી

  બજારમમાં પાછલા છ મહિનામાં ખૂબ જ ઉતાર ચઢાવ રહ્યા છે. તેવામાં હાલની તેજી આગળ પણ ચાલુ રહેશે કે કેમ તે અંગે બજારમાં ખૂબ જ ચર્ચા જોવા મળી રહી છે. વર્ષના પહેલા છ મહિના દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ, કાચા તેલની કિંમતોમાં તેજી, વ્યાજ દરોમાં વધારો, વિદેશી રોકાણકારોની વેચવાલી, અમેરિકામાં મંદીની આશંકા વચ્ચે બજાર તેના ટોચ પરથી ધડામ કરીને નીચે પછડાયું હતું. હવે વર્ષની બીજા છ મહિનામાં રોકાણકારોને માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. તેવામાં અનેક નિષ્ણાતો માને છે કે આ બુલરન આગળ પણ જોવા મળશે.

  Hot Stocks: જ્યુબિલન્ટ ફૂડવર્કસ, યુનાઇટેડ બ્રુઅરીઝ, ICICI પ્રુડેન્શિયલમાં ટૂંકાગાળામાં તગડી કમાણીની શક્યતા

  માર્કેટ બુલિશ હોવાના અનેક કારણ

  અમારી સહયોગી વેબસાઈટ મની કંટ્રોલ સાથે વાતચીતમાં માર્કેટ એક્સપર્ટ અને પ્રોવિટસ હેલ્થના કવિતા મેનને કહ્યું કે માર્કેટની સ્થિતિ હવે સારી દેખાઈ રહી છે. માર્કેટમાં 2020ના નીચલા સ્તરે રોકાણ કરનારા નવા નિશાળિયા સમાન રોકાણકારોએ હાલ પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ. જ્યારે અનુભવી રોકાણકારોએ પોતાની પોઝિશન હોલ્ડ કરીને રાખવી જોઈએ. જોકે હવે રોકાણકારોએ 2020-21 સમાન ડબલ ટ્રિપલ રિટર્નની આશા કરવી જોઈએ નહીં. હવે મોંઘવારી ઓછી થઈ રહી છે અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો પણ સારા આવ્યા છે. જેથી શેરબજાર બુલિશ રહેશે તેવા સ્પષ્ટ કારણો દેખાઈ રહ્યા છે.

  ઝુનઝુનવાલાના મૃત્યુ બાદ હવે કોણ બનશે ભારતીય શેર બજારના ‘બિગ બુલ’?

  શેર માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે એ વિચારવું ખોટું છે કે સંકટ પૂરું થઈ ગયું છે. હજુ પણ બજારમાં થોડીઘણી વોલેટાલિટી જોવા મળી શકે છે. સાથે જ બજારમાં કરેક્શનનો નવો રાઉન્ડ પણ આવી શકે છે. આ માટે સમજી વિચારીને રોકાણ ચાલુ રાખો. નિષ્ણાતો કહે છે કે એસઆઈપી દ્વારા અને ધીરે ધીરે રોકાણ કરતા રહો અને પોર્ટફોલિયોને રિબેલેન્સ કરતા રહો. આ રીતે લાંબાગાળા માર્કેટમાં કમાણીની શક્યતા વધી જશે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Nifty 50, Stock market, Stock market Tips

  विज्ञापन
  विज्ञापन