Home /News /business /

Stock Market Update: આજે બજારમાં કેવી સ્થિતિ રહેશે? આટલું જાણી લેશો તો ફાયદામાં રહેશો

Stock Market Update: આજે બજારમાં કેવી સ્થિતિ રહેશે? આટલું જાણી લેશો તો ફાયદામાં રહેશો

બજારમાં આજની સ્થિતિ કેવી રહેશે? શુું શેરબજારનો આખલો દોડશે કે બેસી જશે?

Stock Market Update: ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોનો વિશ્વાસ પરત ફરવો અને સતત ખરીદી તેમજ એશિયાઈ માર્કેટમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ વચ્ચે 17 ઓગસ્ટના રોજ સેન્સેક્સે 60000ની સપાટી પાર કરી હતી. જોકે આજે SGX Niftyમાં વલણને જોતા બજાર સામન્ય ઘટાડા સાથે ખુલી શકે છે અને આગળ દિવસ દરમિયાન ઉતારચઢાવમાં કામ કરી શકે છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ સેન્સેક્સ નિફ્ટીમાં સતત સાતમા દિવસે તેજી જોવા મળી છે. સેન્સેક્સ ગઈકાલે 418 અંકોની તેજી સાથે 60260ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 119 અંકોના વધારા સાથે 17944ના સ્તર પર બંધ થઈ હતી. નિફ્ટીએ કાલે ડૈલી ચાર્ટ પર એક બુલિશ કેન્ડલિસ્ટ પેટર્ન બનાવી હતી. હકીકતમાં નિફ્ટી ગઈકાલે જૂના સ્વિંગ હાઈ પોઇન્ટથી નજીકના ડાઉનવર્ડ સ્લોપિંગ રેઝિસ્ટેન્સ ટ્રેંડલાઈન પર બંધ થઈ હતી. ત્યારે આગામી સમયમાં સ્થિતિ કેવી રહેશે તે અંગે માર્કેટ એક્સપર્ટ અને GEPL Capitalના વિજ્ઞાન સાવંત કહે છે કે ડૈલી ચાર્ટ પર નિફ્ટીએ ચાલુ તેજીના ટ્રેન્ડમાં એક વધુ પોઝિટિવ કેન્ડલ બનાવી છે અને હવે 18000ની તરફ આગળ અગ્રેસર થઈ રહી છે. આ ઉપરાંતા મોમેન્ટ ઈન્ડીકેટર આરએસઆઈ નિફ્ટીના ઉપરની તરફ જવા સાથે વધી રહેલો દેખાઈ રહ્યો છે. આ તે વાતના સંકેત છે કે નિફ્ટીમાં મજબૂત બુલિશ ટ્રેન્ડ બની રહ્યો છે. હવે નિફ્ટી માટે 18,115ના સ્તરે સ્વિંગ હાઈ સાથે વચગાળાનું રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે. બીજી તરફ તેના માટે નીચેની બાજુએ 17,724 પર પહેલો સપોર્ટ દેખાઈ રહ્યો છે અને તેના પછી બીજો સપોર્ટ 17,566ના સ્તરે દેખાઈ રહ્યો છે.

  Expert views: દરેક ઘટાડે માર્કેટમાં ખરીદો, આગામી 6-12 મહિનામાં તગડી કમાણી થઈ શકે

  માર્કેટના આગામી ભવિષ્ય અંગે ટેક્નિકલ બાબતોને ધ્યાને રાખતા વિજ્ઞાન સાવંત કહે છે કે આવનારા દિવસોમાં નિફ્ટીમાં 18,115 અને તેના બાદ 18351નું સ્તર જોવા મળી શકે છે. પરંતુ જો નિફ્ટી 17566ની નીચે જાય છે તો પછી માર્કેટમાં તેજીની આશા નબળી પડતી જણાશે. તેવામાં અહીં અમને કેટલાક એવા આંકડા આપવા જઈ રહ્યા છે જેના આધારે તમને પોતાને ફાયદાવાળા સોદા પકડી શકવામાં સરળતા રહેશે. અહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ સ્ટોરીમાં આપવામાં આવેલા ઓપન ઇન્ટરેસ્ટ અને સ્ટોકના વોલ્યુમ સંબંધિત આંકડા ત્રણ મહિનાના સરેરાશ છે નહીં કે ફક્ત ચાલુ મહિના સંબંધિત.

  Bitcoin છોડો હવે UPI છે નવા યુગમાં કમાણીનું સાધન, આ રીતે રોકાણ કરીને તિજોરી ભરી શકો છો

  યુએસ સ્ટોક માર્કેટ

  અમેરિકન શેરબજાર બુધવારે નીચેની તરફ બંધ રહ્યું હતું. જેની પાછળનું કારણ એ રહ્યાનું માનવામાં આવે છે કે ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધારશે તેવું કેટલાક નિષ્ણાતો અને માર્કેટ ટ્રેડર્સ માની રહ્યા હતા જોકે ગઈકાલે યુએસ માર્કેટમાં એવી હવા ચાલી હતી કે વ્યાજ દરના વધારા અંગે પોલિસી મેકર્સ તેટલા ગંભીર નથી. જે બાદ માર્કેટ સતત વોલેટાઈલ રહ્યું હતું અને પછી નીચેની તરફ સરકીને બંધ થયું હતું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 171.69 પોઇન્ટ તૂટીને અથવા 0.5 ટકા ઘટીને 33,980.32 પર પહોંચ્યો હતો જ્યારે S&P 500 31.16 અંક અથવા 0.72 ટકા તૂટીને 4,274.04 પર બંધ થયો હતો. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 164.43 અંકના અથવા 1.25 ટકાના ઘટાડા બાદ 12,938.12 પર બંધ થયો હતો.

  છેલ્લી બાજી પણ જીતી ગયા Rakesh Jhunjhunwala, આ શેરે બે દિવસમાં આપ્યું 45 ટકા રિટર્ન

  એશિયન માર્કેટ

  આજે ગુરુવારે એશિયન માર્કેટમાં મિશ્ર ટ્રેન્ડ રહ્યો છે. નિક્કેઈમાં 1 ટકાનો ઘટાડો અને કોસ્પેઈમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હેંગસેંગમાં 0.5 ટકાની તેજી જોવા મળી રહી છે. જ્યારે SGX Niftyમાં થઈ રહેલું ટ્રેડિંગ આજે બ્રોડર ઇન્ડેક્સમાં ભારતીય માર્કેટ 15-16 અંકોના સામાન્ય ઘટાડા સાથે ઓપન થશે તેવું દર્શાવી રહ્યા છે. સિંગાપોરના એક્સચેન્જમાં નિફ્ટી ફ્યુચર 17,952 પર ટ્રેડ થઈ રહ્યો છે.

  Farming business ideas: ભારતના આ ખેડૂત પાસે દુનિયાભરમાંથી લોકો શીખવા આવે છે ઓર્ગેનિક ખેતી

  FII અને DIIના આંકડા

  17 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો 2347.22 કરોડ રુપિયાની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક રોકાણકારોએ 510.23 કરોડ રુપિયાની વેચવાલી કરી હતી. આજના દિવસે હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેરમાં Alkem Laboratories, Kotak Mahindra Bank, Larsen & Tourbo, Powe Grid Corporation Of India અને Syngene Internationalના નામ સામેલ છે. હાઈ ડિલિવરી પર્સન્ટેજ એ વાતનો સંકેત છે કે રોકાણકારો આ શેરમાં વધુ રસ લઈ રહ્યા છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Expert opinion, Nifty 50, Share market, Stock market Tips

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन