Home /News /business /Nifty-Sensexમાં આ સપ્તાહમાં પણ તેજીનો આખલો દોડશે? આ છે મુખ્ય ટ્રિગર પોઇન્ટ્સ

Nifty-Sensexમાં આ સપ્તાહમાં પણ તેજીનો આખલો દોડશે? આ છે મુખ્ય ટ્રિગર પોઇન્ટ્સ

શેરબજારમાં આ સપ્તાહમાં પણ રોકાણકારોની બલ્લે બલ્લે થશે.

BSE Sensex Weekly Update: ગત સપ્તાહમાં રોકાણકારોને બખ્ખા કરાવી દીધા પછી શું બજાર આ સપ્તાહમાં પણ વધશે કે પછી રોકાણકારો પ્રોફિટ બુકિંગ તરફ વળશે અને તેજીના આખાલને બ્રેક લાગશે. જોકે નિષ્ણાતો જે મુખ્ય ઇન્ડિકેટર્સ પર નજર રાખવાનું કહી રહ્યા છે તે બધા કંઈક અલગ જ સંકેત આપી રહ્યા છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ ગત સપ્તાહમાં ભારતીય શેરબજારોમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. શુક્રવારે નિફ્ટી અને સેન્સેક્સ મોટા ઉછાલા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. અમેરિકામાં મોંઘવારી દર અપેક્ષા કરતા ઓછો રહેતા રોકાણકારોને મોટી રાહત મળી હતી અને તમામ ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી હતી. બજાર નિષ્ણાતોનું માનવું છે કે જો વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત ખરીદી ચાલુ રાખશે તો બજાર નવી ટોચને સ્પર્શી શકે છે.

  અત્યારે આજથી શરૂ થતા નવા બિઝનેસ સપ્તાહમાં રોકાણકારો દેશમાં CPI સંબંધિત ડેટા પર નજર રાખશે. શનિવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આશા વ્યક્ત કરી છે કે આ વખતે મોંઘવારી દર 7 ટકાથી નીચે રહી શકે છે. આ સિવાય અમેરિકા, ચીન અને બ્રિટનના મેક્રો ઈકોનોમિક ડેટા પણ વૈશ્વિક મોરચે મહત્વપૂર્ણ રહેશે. ચાલો જાણીએ કે આ અઠવાડિયે બજાર કેવી ચાલ ચાલશે અને તેની સ્થિતિ અને દિશા નક્કી કરવામાં કયા પરિબળો મહત્વપૂર્ણ રહેશે.

  આ પણ વાંચોઃ ટાટા ગ્રુપની આ કંપની થોડા જ દિવસોમાં આપી શકે છે 21% સુધી વળતર, ICICI ડાયરેક્ટે આપી ખરીદીની સલાહ

  બજાર CPI ડેટા પર નજર રાખશે


  સ્થાનિક મોરચે બજાર માટે સૌથી મહત્વપૂર્ણ ડેટા સોમવારે આવનાર CPI (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ) ફુગાવાના ડેટા હશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ સહિતના અર્થશાસ્ત્રીઓએ આયાતી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે રિટેલ ફુગાવો ઓક્ટોબર માટે 7 ટકાથી નીચે રહેવાની આગાહી કરી છે. આ સાથે મોંઘવારીમાં થોડી નરમાઈ આવી શકે છે.

  વૈશ્વિક મોરચે આ આંકડાઓ પર નજર


  તેમજ વૈશ્વિક મોરચે, રોકાણકારો ઓક્ટોબરના યુકેના ફુગાવાના ડેટા પર નજર રાખશે, જે સપ્ટેમ્બરમાં 10.1 ટકા હતો. ઉપરાંત, યુકે સપ્ટેમ્બર માટે તેની બેરોજગારીના આંકડા પણ જાહેર કરશે. ઓગસ્ટમાં આ દર 3.5 ટકા હતો, જે 1974 પછીનો સૌથી નીચો સ્તર છે.

  વૈશ્વિક રોકાણકારો ઓક્ટોબરના ઔદ્યોગિક ઉત્પાદન અને યુએસમાં બેરોજગારીના ડેટા પર પણ નજર રાખશે. તો, ચીન આવતા સપ્તાહે ઓક્ટોબર માટે તેના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા પણ જાહેર કરશે.

  આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસે કહ્યું 'આ સીમેન્ટ શેરમાં 73 ટકાની દમદાર કમાણી, ફટાફટ ખરીદો'

  રૂપિયાની ચાલ


  ફેડ દ્વારા દરમાં વધારાની વધતી અપેક્ષાઓ વચ્ચે ગ્રીનબેક ઘટ્યા બાદ ભારતીય રૂપિયો ગયા અઠવાડિયે સુધર્યો હતો. કારણ કે યુએસમાં ફુગાવો ઓક્ટોબરમાં ઘટીને 7.7 ટકા થયો હતો (સપ્ટેમ્બરમાં 8.2 ટકા હતો), અને ઇક્વિટી બજારોએ આ બાબતને હકારાત્મક લીધી હતી અને રૂપિયો મજબૂત વેપાર કરે તેવી શક્યતા છે.

  વિદેશી રોકાણકારોની ખરીદી


  FII (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) વૈશ્વિક સંકેતો સુધર્યા બાદ ભારતીય બજારોમાં ધીમે ધીમે તેમની ખરીદી વધારી રહ્યા છે અને તેઓ ભારતના આર્થિક ડેટાથી ખુશ છે. નિષ્ણાતોએ કહ્યું કે જો વિદેશી રોકાણકારો ખરીદી ચાલુ રાખશે તો ભવિષ્યમાં બજાર નવી ઊંચાઈએ પહોંચી શકે છે.

  આ પણ વાંચોઃ 3 મહિનામાં 5 ટકાથી વધારે તૂટ્યો ઓટો શેર, તેમ છતાં શેરખાને આપી ખરીદવાની સલાહ, જાણો કેમ?

  મોટી કંપનીઓ ત્રિમાસિક પરિણામો જાહેર થશે


  ભારતીય બજારમાં કમાણીની મોસમ ચાલુ રહે છે અને મોટાભાગની મોટી કંપનીઓએ અંદાજ મુજબ અથવા તેના કરતાં વધુ સારા પરિણામો રજૂ કર્યા છે. આ સપ્તાહે 1400 થી વધુ કંપનીઓ તેમના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો રજૂ કરશે. તેમાં ઓએનજીસી, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, બાયોકોન, ભારત ફોર્જ, એપોલો ટાયર્સ, આઈઆરસીટીસી અને સ્પાઈસ જેટ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

  આઇપીઓ માર્કેટ


  આ સપ્તાહે IPO માર્કેટમાં સબસ્ક્રિપ્શન માટે 3 નવા ઇશ્યૂ ખુલશે. તેમાં કેનેસ ટેક્નોલોજી ઇન્ડિયા, આઇનોક્સ ગ્રીન એનર્જી અને કીસ્ટોન રિટેલર્સનો સમાવેશ થાય છે. આ સિવાય ફ્યુઝન માઈક્રો ફાઈનાન્સ, મેદાંતા હોસ્પિટલ અને બિકાજી ફૂડ્સ આઈપીઓનું લિસ્ટિંગ થશે.

  ટેકનિકલી મજબૂત બજાર


  ટેકનિકલી પણ બજારો મજબૂત દેખાઈ રહ્યા છે. નિફ્ટી 50 એ દૈનિક, સાપ્તાહિક અને માસિક ટાઈમ ફ્રેમ પર બુલિશ કેન્ડલની પેટર્ન બનાવી છે, જે તમામ મહત્વપૂર્ણ મૂવિંગ એવરેજથી ઉપર સારી રીતે ટ્રેડિંગ કરે છે. મોમેન્ટમ ઈન્ડિકેટર્સ - MACD (મૂવિંગ એવરેજ કન્વર્જન્સ એન્ડ ડાયવર્જન્સ) અને RSI (રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ) પણ સકારાત્મક સંકેતો આપી રહ્યા છે.

  આ પણ વાંચોઃ અનિકા પટેલ અડધી રાતે દીકરીને ફીડિંગ કરાવવા ઉઠી અને જોયું તો નોકરીમાંથી છટણીનો આવ્યો હતો મેઇલ

  નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, 18,350ની ઊંચી સપાટીને સ્પર્શ્યા પછી, નિફ્ટી હવે રેકોર્ડ ઊંચાઈ તરફ આગળ વધવા માટે તૈયાર છે, જો તે આગામી સત્રોમાં 18,300 તેમજ 18,000ના સ્તરની નજીકનો સપોર્ટ જાળવી રાખે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Expert opinion, Share Markets, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन