Home /News /business /ગજબ બિઝનેસ આઈડિયા! સામાન્ય રોકાણ અને 3 મહિનામાં તો લખપતિ; જુઓ કઈ રીતે?
ગજબ બિઝનેસ આઈડિયા! સામાન્ય રોકાણ અને 3 મહિનામાં તો લખપતિ; જુઓ કઈ રીતે?
આ બિઝનેસ શરૂ કરવામાં રૂ.50,000 નો ખર્ચ થાય છે.
Business Idea: જો તમે એક ખેડૂત છો તો, તમારા માટે આ બિઝનેસ આઈડિયા ઘણો જ મદદગાર સાબિત થશે. તમે કડકનાથ મરઘાં પાલન વિશે તો સાંભળ્યુ જ હશે. આ મરઘાં પાલનના બિઝનેસમાં તમે સારો નફો કમાઈ શકો છો.
નવી દિલ્હીઃ જો તમે એક ખેડૂત છો તો, તમારા માટે આ બિઝનેસ આઈડિયા ઘણો જ મદદગાર સાબિત થશે. તમે કડકનાથ મરઘાં પાલન વિશે તો સાંભળ્યુ જ હશે. આ મરઘાં પાલનના બિઝનેસમાં તમે સારો નફો કમાઈ શકો છો. આ જ કારણ છે કે મોટાભાગના લોકો કડકનાથ મરઘાં પાલનનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. પરંતુ આ વિશે તમારી પાસે બધા જ પ્રકારની જાણકારી હોવી જરૂરી છે, ત્યારે જ તમે આ બિઝનેસને શરૂ કરી શકશો. જો તમે નથી જાણતા કે કડકનાથ મરઘાં પાલનનો બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય અને તમે કેવી રીતે આ બિઝનેસથી 3 મહિનાની અંદર જ લખપતિ બની શકો, તો અહીં બિઝનેસ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.
Kadaknath murgi palan business Idea
કડકનાથ મરઘાં પાલન બિઝનેસ આઈડિયાની આજની તારીખમાં મોટી માંગ છે. જો તમે આ બિઝનેસને શરૂ કરો છો, તો તમે લખપતિ બની શકો છો. તેનું સૌથી મુખ્ય કારણ એ છે કે, કડકનાથ મરઘાંની માંગ સૌથી વધારે છે, કારણ કે તેના ઈંડા અને માંસ બંને પોષકતત્વોથી ભરપૂર હોય છે.
કડકનાથ મરઘાં પાલન બિઝનેસ શરૂ કરવા માટે તમારે સૌથી પહેલા કડકનાથ મરઘાંના બચ્ચાને ખરીદવા પડશે. પ્રત્યેક બચ્ચા તમને 60 રૂપિયા સુધીમાં મળી શકે છે. એવામાં તમે 100 બચ્ચા બજારમાંથી ખરીદશો તો તેની કુલ કિંમત 6,000 રૂપિયા થશે. આ બિઝનેસને તમે તમારા ઘરના રૂમથી પણ શરૂ કરી શકો છો. રૂમનું કદ 10×15 હોવું જોઈએ.
Kadaknath murgi palanમાં કેટલો નફો મળશે
કડકનાથ મરઘાંના બચ્ચા 3થી 4 મહિનાની અંદર મોટા થઈ જાય છે અને આજની તારીખમાં બજારમાં કડકનાથ મરઘાંના માંસની બજારમાં 600 રૂપિયાના ભાવે વેચાય છે. એવામાં તમે 60 બચ્ચા દ્વારા 60,000 રૂપિયા કમાઈ શકો છો. એટલા માટે જો નફાની વાત કરીએ તો, અહીં તમે જેટલું મરઘાં પાલન વધારે કરશો, તેટલો જ વધારે નફો તમને મળશે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર