Home /News /business /રેલવે મુસાફરોને મોટો ફટકો! હવે ટ્રેનોમાં નહીં મળે આ ખાસ સુવિધા, સરકારે આપ્યું આવું કારણ
રેલવે મુસાફરોને મોટો ફટકો! હવે ટ્રેનોમાં નહીં મળે આ ખાસ સુવિધા, સરકારે આપ્યું આવું કારણ
રેલવે સ્ટેશન ઉપર વાઈફાઈની સુવિધાની ફાઈલ તસવીર
Wifi Services in Trains: રેલવેમાં ટ્રેનોમાં ઇન્ટરનેટ કનેક્શન પ્રદાન કરવાની પરિયોજનાને છોડી દીધી છે. કારણે આને લાગુ કરવામાં અનેક મુશ્કેલીઓ આવતી હતી. પાયલટ પ્રોજેક્ટના રૂપમાં હાવડા રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં સેટેલાઈટ સંચાર ટેક્નીકના માધ્યમથી વાઈફાઈ આધારિત ઇન્ટરનેટ સુવિધાઓ આપતી હતી.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે (center Governmnet) વર્ષ 2019માં ટ્રેનોમાં Wi-Fi સુવિધા આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે સરકારે આ યોજનાને છોડવાનો નિર્ણય કર્યો છે. સરકારે બુધવારે સંસદને જાણકારી આપતા જણાવ્યું હતું કે રેલવેમાં ટ્રેનોમાં ઇન્ટરનેટ કનેક્શન (Internet connection in train) પ્રદાન કરવાની (Indian Railways Drops Project to Provide Wifi Services in Trains)પરિયોજનાને છોડી દીધી છે. કારણે આને લાગુ કરવામાં અનેક મુશ્કેલીઓ આવતી હતી. લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે પાયલટ પ્રોજેક્ટના રૂપમાં હાવડા રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં (Rajdhani express train) સેટેલાઈટ સંચાર ટેક્નીકના માધ્યમથી વાઈફાઈ આધારિત ઇન્ટરનેટ સુવિધાઓ આપતી હતી. જોકે, આ સુવિધાના કારણે ખર્ચમાં વધારો થતો હતો. બીજી તરફ યાત્રીઓ માટે ઇન્ટરનેટ બેન્ડવિથ ઉપલબદ્ધતા અપર્યાપ્ત હતી.
તેમણે કહ્યું કે એટલા માટે પરિયોજનાને છોડી દીધી હતી. વર્તમાનમાં ટ્રેનોમાં વાઈફાઈ આધારિત ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવવાના ઉપયુક્ત લાગતવાળી પ્રભાવી ટેક્નોલોજી ઉપલબ્ધ નથી. પૂર્વ રેલવે મંત્રી પીયુષ ગોયલે 2019માં કહ્યું હતું કે, કેન્દ્ર આગામી ચારથી સાડા ચાર વર્ષમાં ટ્રેનોમાં વાઈફાઈ સેવા આપવાની યોજના બનાવી રહી છે. જોકે સરકાર દ્વારા સ્ટેશનો ઉપર વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
વર્તમાનમાં ભારતીય રેલવે દ્વારા 6000થી વધારે સ્ટેશનો ઉપર સેલ્ફ સસ્ટેનેબલ બેસ્ડ ઉપર રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર વગર કોઈ ખર્ચ વગર વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. રેલવે મંત્રાલય અંતર્ગત સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ રેલટેલની મદદથી આ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. જેનો ઉપયોગ યાત્રી સ્ટેશન ઉપર ઇન્ટરનેટ ચલાવવા માટે કરી રહ્યા છે.
શું છે રેલવેની ફ્રી વાઈફાઈ સેવા? સામાન્ય કાળમાં ભારતના કોઈ પણ શહેર કે કશબાના રેલવે સ્ટેશન જ્યાં મહત્વપૂર્ણ સ્થાન હોય છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજનવ રહે છે. તેમને ફ્રીમાં વાઈફાઈ ઇન્ટરનેટ મળે એ માટે રેલવેએ એક પ્રોજેક્ટની શરુઆત કરી હતી. આ અંતર્ગત બહુરાષ્ટ્રીય કંપની ગૂગલે આ સેવા ઉપલબ્ધ કરાવી રહી છે.
જ્યાં સુધી સ્ટેશનમાં રહો છો ત્યાં સુધી ફ્રી વાઈફાઈ સેવા? ના, રેલવે સ્ટેશનો ઉપર એવી વ્યવસ્થા નથી. જો તમે રેલવે સ્ટેશન ઉપર પહોંચો છો અને તમે ફ્રી વાઈફાઈ સેવા ઇચ્છો છો તો તેના માટે તમારે રિક્વેસ્ટ કરવાની રહે છે. ત્યારબાદ તમને 30 મિનિટ માટે ફ્રી વાઈ-ફાઈ સેવા મળે છે. જો વધારે સમય માટે તમારે વાઈફાઈ સેવા લેવા માંગો છો તો ચાર્જ આપવો પડે છે. તમને 30 મિનિટ સુધી ફ્રીમાં વાયફાઈ મળશે જેની સ્પીડ માત્ર 1 એમબીપીએસ હશે.
ઉલ્લેખનયી છે કે જ્યારે આ સેવા શરૂ કરવામાં આવી હતી ત્યારે યાત્રીઓને ફ્રી વાઈ-ફાઈ લેવા માટે કોઈ ચાર્જ આપવો ન્હોત પડતો. આ ફ્રી સેવા હતી. જેના ઉલટું રેલવે સ્ટેશનો ઉપર જે ફ્રી વાઈફાઈની સેવા મળે છે તે માત્ર 30 મિનિટ માટે જ છે. ત્યારબાદ ચાર્જ લેવાનું શરું થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર