હવે પત્ની પણ પતિની કમાણી (Income) વિષે આરટીઆઇ (RTI) દ્વારા જાણકારી મેળવી શકાય છે. કેન્દ્રીય સૂચના આયોગએ સ્પષ્ટ કર્યું છે કે એક પત્ની સૂચનાના અધિકાર હેઠળ (RTI) પોતાના પતિની કમાણી એટલે કે ઇનકમ વિષે જાણકારી મેળવી શકો છો. CIC એ આ નિર્ણય જોધપુરમાં સંભળાવ્યો છે.
અંગ્રેજી છાપા ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા મુજબ જોધપુરમાં રહેતી રહમત બાનો તેના પતિની ઇનકમ વિષે જાણવા માંગતી હતી. પણ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ તેમની અરજીને ફગાવી. તે પછી CICએ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને 15 દિવસની અંદર આ જાણકારી આપવાનો આદેશ કર્યો. CIC ડિપાર્ટમેન્ટે તે દલીલને પણ ફગાવી કે આ જાણકારી આપટીઆઇની હેઠળ આવે છે.
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કહેવું છે કે ત્રીજા પક્ષની તરફથી આવી માંગ અયોગ્ય છે. કેન્દ્રીય સૂચના આયોગ પોતાના આદેશમાં કહ્યું કે ફરિયાદકર્તા RTIની તારીખની 15 દિવસની અંદર આ મામલે અનિવાર્ય પણે જાણકારી આપે. સાથે જ કહ્યું મહિલાઓને તેમના પતિની કુલ ગ્રોસ સેલેરી અને ટેક્સેબલ આવકના વિષે જાણકારી મેળવવાનો પૂરો અધિકાર છે.
જો કે, માહિતી પંચે દલીલ ફગાવી દીધી છે કે આ માહિતી ત્રીજા પક્ષ સાથે સંબંધિત છે અને આરટીઆઈ નિયમો હેઠળ આ માહિતી આપવી ખોટું હશે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર