નવી દિલ્હી. નવી કાર ખરીદતી (New Car Purchase) વખતે આપણે અનેક નાની-મોટી ચીજો પર નજર નથી રાખતાં પરંતુ આ નાની બેદરકારી બાદમાં ઘણી મોટી મુશ્કેલીનું કારણ બની જાય છે. કંઈક આવી જ નાની-મોટી કામની વાત છે કે નવી કાર ખરીદતી વખતે ઇન્યોરારન્સ (Car Insurance) કયા પ્રકારનું પસંદ કરવું. જો તમે કાર ખરીદતી વખતે ઝીરો ડેપ્રિસિએશન ઇન્યોનીરન્સ (Zero Depreciation Insurance) લો તો સારી બાબત છે.
પરંતુ જ્યારે તમે માત્ર સામાન્ય વીમો (Normal Car Insurance) લો છો તો આપના માટે બાદમાં પરેશાની થઈ શકે છે. કારણ કે સામાન્ય વીમામાં કારનો કોઈ પણ પાર્ટ ખરાબ થવા પર 100 ટકા ક્લેમ સેટલમેન્ટ નથી થતું. જ્યારે ઝીરો ડેપ્રિસિએશન ઇન્સ્યોરન્સમાં (Zero DEP Insurance) આપને 100 ટકા ક્લેમનું સેટલમેન્ટ મળે છે. આવો જાણીએ ઝીરો ડેપ્રિસિએશન ઇન્સ્યોરન્સ વિશે બધું જ...
શું છે ઝીરો ડેપ્રિસિએશન કવર?- સમયની સાથે દરેક વસ્તુ જૂની થતી જાય છે. કારની વાત કરીએ તો તેના સ્પેરપાર્સ્છ ઘસાતા હોય છે. એવામાં સમય પસાર થતાં કારની માર્કેટ વેલ્યૂ ઘટતી જાય છે. તેને ડેપ્રિસિએશન કહે છે અને તેને કારણે કાર ઇન્સ્યોરન્સને રિન્યૂ કરાવવા પર દર વર્ષે કારની વેલ્યૂની સાથોસાથ ઇન્સ્યોરન્સ ક્લેમની રકમ પણ ઘટતી જાય છે. ઝીરો ડેપ્રિસિએશન કવર (Zero Depreciation Cover) વગર કાર ઇન્સ્યોરન્સ પોલિસીમાં વીમા કંપની નવા પાર્ટ્સ લગાવવાની સ્થિતિમાં પૂરો ખર્ચ નથી ઉઠાવતી. તેમાંથી ડેપ્રિસિએશન અમાઉન્ટ કાપી લેવામાં આવે છે. આ કાપનો એક ટકો ડેપ્રિસિએશનના આધાર પર નક્કી હોય છે.
ઝીરો ડેપ્રિસિએશન કવરમાં કારની વેલ્યૂ નક્કી કરવામાં ડેપ્રિસિએશનને સામેલ નથી કરવામાં આવતું. એટલે જો કોઈ દુર્ઘટના કે અન્ય કારણથી આપની ગાડીને નુકસાન પહોંચે છે તો વીમા કંપની દાવાની પૂરી રકમની ચૂકવણી કરે છે. તેને શૂન્ય ડેપ્થ કવર (Zero Depth Cover) પણ કહેવામાં આવે છે.
આ બાબતોનું ધ્યાનમાં રાખો – ઝીરો ડેપ્થ કવરને મુખ્ય વીમા પોલિસી સાથે એડ ઓન કરવાથી પ્રીમિયમનું ભારણ વધી જાયે છે. કવરનું પ્રીમિયમ સામાન્ય કાર વીમા કરતા લગભગ 20 ટકા સુધી મોંઘું થઈ શકે છે.
ઝીરો ડેપ્રિસિએશન કવર નવી કાર કે વધુમાં વધુ 3 વર્ષ જૂની કાર પર જ મળી શકે છે. એટલે કે ચોથા વર્ષથી આપને સામાન્ય વીમા પોલિસી જ ખરીદવી પડશે. ઝીરો ડેપ કવરમાં ક્લેમ સંખ્યા સીમિત રહી શકે છે. અનેકવાર લોકો નાના ડેન્ગટ માટે પણ ક્લેમ કરી દે છે, જેને કારણે જ ક્લેમ સંખ્યા સીમિત કરવામાં આવી છે. તેથી જાણી લો કે વર્ષમાં કેટલા ક્લેમ પ્રાપ્ત કરી શકાય છે. જેમ-જેમ કારની ઉંમર વધુ થતી જશે, તેના ક્લેમના મુકાબલે પ્રીમિયમની માત્રા વધતી જશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર