તમારે શા માટે ડેટ ફંડમાં રોકાણ કરવું જ જોઈએ? જાણો MC30 ડેટ ફંડની માહિતી

પ્રતીકાત્મક તસવીર

Why debt funds: કેટલાક ડેટ ફંડ એવા છે, જ્યાં તમે તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો. જે ખૂબ જ શોર્ટ ટર્મ (Short term) કેટેગરી છે, જેમ કે લિક્વિડ ફંડ (Liquid fund), ઓવરનાઈટ ફંડ (Overnight fund) અને ઓછી અવધિવાળા ફંડ, મની માર્કેટ ફંડ (Money market fund) વગેરે.

  • Share this:
મુંબઈ: તમારા મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં (Mutualfund portfolio) માત્ર ઈક્વિટી ફંડ (Quirty fund) ન હોવું જોઈએ. મની કંટ્રોલની 30 મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના તમામ નવા પોર્ટફોલિયોમાં 8 ડેટ ફંડ સામેલ છે. જ્યાં 16 ડેટ ફંડ કેટેગરી છે. MC30 એક રોકાણ પોર્ટફોલિયો છે. અહીંયા માત્ર એવી યોજનાઓ રેકમેન્ડ કરવામાં આવી છે, જેમાં તમે રોકાણ કરી શકો છો. અહીં ત્રણ કેટેગરી વિશે જણાવવામાં આવ્યું છે, જેમાં રોકાણ કરી શકાય છે, શોર્ટ ટર્મ (Short term), કોર્પોરેટ બોન્ડ (Corporate bond), બેન્કિંગ (Banking) અને PSU ડેટ ફંડ. કેટલાક ડેટ ફંડ એવા છે, જ્યાં તમે તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો. જે ખૂબ જ શોર્ટ ટર્મ કેટેગરી છે, જેમ કે લિક્વિડ ફંડ, ઓવરનાઈટ ફંડ અને ઓછી અવધિવાળા ફંડ, મની માર્કેટ ફંડ વગેરે. MC30એ આ તમામ ફંડને પોતાની કેટેગરીમાં સામેલ કર્યા નથી.

કેટલીક એવી કેટેગરી છે, જે અસ્થિર હોય છે (લાંબાગાળાના ડેટ ફંડ અને સરકારી સિક્યોરિટીઝ ફંડ) અથવા ક્રેડિટ રિસ્ક (ક્રેડિટ રિસ્ક ફંડ અને કેટલાક મધ્યમ ગાળાના ફંડ) લઈ જાય છે. લાંબા ગાળાના બોન્ડ ફંડ અને સરકારી સિક્યોરિટીઝ અસ્થિર હોઈ શકે છે. વ્યાજદરમાં વધઘટ થતા સમગ્ર વર્ષના લાભમાં ઘટાડો થઈ શકે છે. ડેટ ફંડ તમારા પોર્ટફોલિયોમાં સ્થિરતા લાવવા માટે હોય છે (ઈક્વિટી ફંડ સમાન હોતા નથી). આ કારણોસર જે ફંડમાં ઓછી અસ્થિરતા હોય તેવા ફંડમાં રોકાણ કરવું જોઈએ.

ડેટ ફંડ શા માટે?

સૌથી મહત્વનો સવાલ: તમારા પોર્ટફોલિયોમાં ડેટ ફંડ શા માટે હોય છે?

ઓછી ઉંમરે ઈક્વિટી વધુ એકત્ર કરી શકાય છે. જેમ જેમ ઉંમર વધે છે, તેમ તેમ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ મહત્વની ભૂમિકા ભજવે છે. ઈક્વિટી ફંડ લાંબા ગાળાની અવધિ માટે પોર્ટફોલિયો બનાવવા અને ઈન્ફ્લેશન દૂર કરવાનો ઉપાય છે, તે પરિસ્થિતિમાં ડેબ્ટ ફંડ જોખમના સ્તરને ઓછું કરે છે.

દા.ત. વર્ષ 2011, 2015 અને 2018માં ઈક્વિટી બજારમાં યોગ્ય રિટર્ન મળ્યું ન હતું. તે સમયે ડેટ ફંડ કામ આવ્યા હતા, જેની મદદથી યોગ્ય રિટર્ન મળ્યું હતું અને ઈક્વિટીના કારણે થયેલ નુકસાનની ભરપાઈ કરવામાં આવી હતી.

MC30 ક્રેડિટ જોખમને પેનલાઈઝ કરે છે

ફ્રેન્કલિન ટેમ્પલટન પ્રકરણના કારણે અનેક બાબતો શીખવા મળી છે, વધુ પડતા દેવાને કારણે પોર્ટફોલિયોને નુકસાન થઈ શકે છે. MC30એ ડેબ્ટ ફંડને પેનલાઈઝ કરી હતી, જે AA અને તેનાથી ઓછી રેટિંગવાળી સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. પ્રપોર્શન જેટલું અધિક હશે, તેમને એટલો અધિક દંડ આપવામાં આવ્યો હતો. જેનાથી યોજનાની રિસ્ક એડજસ્ટેડ રેન્કિંગ નીચે આવી ગઈ હતી. એક જ સમૂહમાં અધિક રોકાણ કરવું, તે યોગ્ય નથી.

કેપિટલ બજાર રેગ્યુલેટર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એક જ ગૃપમાં ભંડોળના 20 ટકાથી અધિક રોકાણ કરવાની પરવાનગી આપતું નથી. MC30માં થ્રેશોલ્ડ 10 ટકા પર હતું. લેટેસ્ટ પોર્ટફોલિયો અનુસાર કોઈપણ એક ગૃપમાં જણાવેલ મર્યાદા કરતા અધિક રોકાણ કરવાથી દંડ ભરવો પડી શકે છે. અહીંયા શોર્ટ ટર્મ ડેબ્ટ ફંડની માહિતી જણાવવામાં આવી છે.

ICICI પ્રુડેન્શીયલ શોર્ટ ટર્મ ફંડ

ICICI Prudential Short Term Fund (ISTF)ના પોર્ટફોલિયોની ગુણવત્તા સમજ્યા સિવાય, યોગ્ય રિટર્ન મેળવવા માટે સક્રિય રૂપે સંચાલન કરવામાં આવે છે. સરકારી સિક્યોરિટીઝ (g-secs)માં રોકાણ કર્યા સિવાય, તે પોતાની સંપત્તિના 20 ટકા સુધી AA રેટેડ અને ઈક્વિવેલેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે.

ફંડ મેનેડર મનીષ બંથિયા જણાવે છે કે, સ્કીમ AA રેટેડ સંપત્તિમાં રોકાણ કરે છે, પરંતુ ફંડ હાઉસની ઈન-હાઉસની ઈન-હાઉસ રિસ્ક મેનેજમેન્ટ ટીમ હોલ્ડિંગ્સ પર ઝીણવટપૂર્વક ધ્યાન રાખે છે. ISTFએ જૂન 2021માં પરપેચ્યુઅલ બોન્ડમાં લગભગ 7 ટકા રોકાણ કર્યું છે.

વર્તમાન સમયમાં ISTF રૂ. 22,069 કરોડ (30 જુલાઈ 2021 સુધીમાં) સાથે બીજી સૌથી મોટી યોજના છે. જેનો પોર્ટફોલિયો 200 ડેબ્ટ સિક્યોરિટીઝ સાથે વિવિધતા ધરાવે છે. જેણે માત્ર એક કોર્પોરેટ સમૂહમાં સૌથી અધિક 4.6 ટકા રોકાણ કર્યું છે.

HDFC Short Term Debt Fund

HDFC Short Term Debt Fund (HSTF) પોર્ટફોલિયોની અવધિ એકથી ત્રણ વર્ષની હોય છે. જે પોતાના ભંડોળનું 80 ટકાથી અધિક હાઈએસ્ટ રેટેડ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે. લગભગ 6 થી 10 ટકા AA રેટેડ અને ઈક્વિવેલેન્ટ પેપર્સ માટે એકત્રિત કરવામાં આવે છે. વર્ષ 2019માં IL&FS ક્રાઈસિસમાં આવ્યા બાદ આ યોજના સંપૂર્ણ રીતે રિકવર થઈ ગઈ હતી. IL&FSમાં તેની ભાગીદારી 0.5 ટકા હતી અને AT-1 બોન્ડમાં તેની ભાગીદારી 4.8 ટકા છે. અમને નથી લાગી રહ્યું, કે આ યોજના માટે કોઈપણ પ્રકારની સમસ્યા છે.

Axis Short Term Fund

Axis Short Term Fund (ASTF)નું પ્રદર્શન હંમેશા સારુ રહ્યું છે, જે ક્રેડિટ જોખમ લેતું નથી. હાઈલી રેટેડ બોન્ડમાં રોકાણ કરવાની સાથે, તે એકસ્ટ્રા રિટર્ન મેળવવા ગવર્મેન્ટ સિક્યોરિટીઝ પણ એકત્ર કરે છે. Dewan Housing Finance Corporationમાં ઓછું રોકાણ કરવાની સાથે તેનો પોર્ટફોલિયો ક્લિઅર રહ્યો છે અને ASTF કંપની પાસેથી રિટર્ન વસૂલ કર્યું છે.

અન્ય ડેબ્ટ ફંડની જેમ AT1 બોન્ડમાં તેનું રોકાણ (લગભગ 2 ટકા) રહ્યું છે. ફંડ મેનેજર દેવાંગ શાહ જણાવે છે, કે આ ફંડમાંથી કોઈપણ ફંડમાં જોખમ નથી, કારણ કે તે સારુ પ્રદર્શનકરનાર બેન્ક દ્વારા જાહેર કરવામાં આવે છે. (DHURAIVEL GUNASEKARAN, moneycontrol)
First published: