Home /News /business /Budget 2023: ટેક્સ સિઝનમાં જ નહીં સમગ્ર વર્ષ દરમિયાન કરવું જોઇએ ELSSમાં રોકાણ, જાણો શા માટે
Budget 2023: ટેક્સ સિઝનમાં જ નહીં સમગ્ર વર્ષ દરમિયાન કરવું જોઇએ ELSSમાં રોકાણ, જાણો શા માટે
Budget 2023: ટેક્સ સિઝનમાં જ નહીં સમગ્ર વર્ષ દરમિયાન કરવું જોઇએ ELSSમાં રોકાણ, જાણો શા માટે
Budget 2023 tax saving: ટેક્સ સીઝનમાં જ નહીં આખું વર્ષ ટેક્સ બચાવી શકવાની ક્ષમતા ધરાવતા આ ફંડ્સમાં રોકાણ કરીને કમાલનું રિટર્ન મેળવી શકો છો. તે પહેલા સમજી લેવું જોઈએ કે શું છે ELSS.
ભારતમા ELSSમાં રોકાણ (Investment in ELSS)નું ચલણ ધીમે-ધીમે ખૂબ વધી રહ્યું. આ વાતનો અંદાજ તેના પરથી લગાવી શકાય કે, નાણાંકીય વર્ષ 2005 અને 2014 વચ્ચે ઇક્વિટી-લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ્સ (equity-linked savings schemes)માં આશરે 28 ટકા રોકાણ માત્ર માર્ચમાં જ થયું હતું. નાણાંકીય વર્ષ 2014થી નાણાંકીય વર્ષના છેલ્લા 3 મહિનામાં આવા રોકાણો (Investment)માં વલણમાં સુધારો થયો છે. બધી જગ્યાએ વિલંબ થાય છે અને મ્યુચ્યુઅલ ફંડ (MF) ઇન્ડસ્ટ્રી પણ તેમાંથી બાકાત નથી. દર વર્ષે માર્ચ મહિનામાં નાણાંકીય વર્ષ પુરું થઈ રહ્યું હોવાથી ટેક્સ સેવિંગ ફંડમાં રોકાણ (Investment in Tax Saving Funds) કરવા માટે ધસારો રહે છે. તે જોવાનું રસપ્રદ છે કે ELSSમાં 50 ટકા રોકાણ છેલ્લા ક્વાર્ટરમાં થાય છે. છેલ્લું ક્વાર્ટર પહેલેથી જ નજીક છે, તેથી ELSSની કેટલીક મૂળભૂત બાબતો (basics of ELSS)માંથી પસાર થવું મદદરૂપ સાબિત થાય છે, જે ટેક્સ સેવિંગ એમએફ યોજના (tax-saving MF schemes)ઓ તરીકે લોકપ્રિય છે.
ભારત પહેલાથી જ સેવિંગ ઇકોનોમી રહ્યું છે. આ બાબત માત્ર દાયકાઓ દરમિયાન બચતના વલણમાં જ નહીં, પરંતુ ભારતીય રોકાણકારો જે રીતે રોકાણને જુએ છે તેમાં પણ જોવા મળે છે, ખાસ કરીને એવા રોકાણકારો કે જેઓ કરમુક્તિને ધરાવે છે. ELSS કેટેગરીની કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) 1.50 લાખ કરોડ રૂપિયા પ્લસ છે, જે કુલ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમના આશરે 4 ટકા છે અને વધી રહી છે. 31 ઓક્ટોબર, 2022ના રોજ 1.44 કરોડ સાથે ઉદ્યોગમાં 40 ELSS હતા.
ભારતમાં ELSSનો ટ્રેન્ડ
નાણાંકીય વર્ષ 2005 સુધી ELSS ફંડ્સે 10,000 રૂપિયા સુધીની ટેક્સ કપાતની ઓફર કરી હતી. 2005માં તેને વધારીને ફાઇનાન્સ એક્ટ, 2005ની કલમ 80સી હેઠળ 1 લાખ રૂપિયા અને નાણાંકીય વર્ષ 2015માં 1.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. નાણાંકીય વર્ષ 2015માં જ્યારે 8C હેઠળની મર્યાદા વધારીને 1.5 લાખ રૂપિયા કરવામાં આવી, ત્યારે ELSSના કુલ વેચાણમાં અચાનક ઉછાળો આવ્યો હતો.
આ પ્રવાહ દર વર્ષે રૂ.3,000 કરોડથી વધીને (જે નાણાંકીય વર્ષ 2010-14 દરમિયાન 5 વર્ષની સરેરાશ હતી) દર વર્ષે રૂ. 25,000 કરોડ થયો હતો (નાણાકીય વર્ષ 2018-22 દરમિયાન 5 વર્ષની સરેરાશ). જો 80સી મર્યાદામાં વધુ વધારો થાય તો આપણે ઇએલએસએસમાં વધુ પ્રવાહ જોઈ શકીએ છીએ.
કઇ રીતે કરી શકાય છે ELSSમાં રોકાણ
નોન-માર્કેટ-લિંક્ડ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનમાં વોલેટિલિટી નથી. તેથી તેમાં કોઈપણ સમયે રોકાણ કરવાથી બહુ ફરક પડતો નથી. જો કે, ELLSએ બજાર સાથે જોડાયેલ ઇક્વિટી-આધારિત બચત સાધન છે, જે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (એનએસસી), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), જૂની પેન્શન યોજના અથવા અન્ય કોઈ ફિક્સ્ડ રિટર્ન ડેટ-ઓરિએન્ટેડ બચત સાધનથી વિપરીત છે. આથી, માર્ચ અથવા જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં રોકાણ કરવા ઉતાવળ કરવાને બદલે ઇએલએસએસમાં નાણાંકીય વર્ષ દરમિયાન વ્યવસ્થિત સુઆયોજીત રોકાણ કરવાથી રોકાણકારોને રૂપિયાના ખર્ચની સરેરાશને કારણે અને બજારની વિવિધ સાયકલમાં ભંડોળમાં રોકાણને કારણે અસ્થિરતા ઘટાડવામાં મદદ મળી શકે છે.
એસઆઈપી દૈનિક, સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક અથવા દ્વિવાર્ષિક ધોરણે કરી શકાય છે. સમયાંતરે રોકાણ કરવું એ એક ઉત્તમ ઉપાય છે. તે પગારદાર રોકાણકારો માટે ઇએલએસએસ ફંડ્સમાં લમ્પસમનું રોકાણ કરવાને બદલે તેમની માસિક આવકને સંતુલિત કરવામાં પણ મદદ કરશે.
એક સારું ટેક્સ સેવિંગ રોકાણ હોવા ઉપરાંત ઇએલએસએસનો લઘુત્તમ લોક-ઇન સમયગાળો 3 વર્ષનો છે, જ્યારે અન્ય કર-બચત વિકલ્પો માટે 5 કે તેથી વધુ વર્ષનો સમયગાળો છે. વળી, ઈએલએસએસમાં થતો નફો માત્ર આંશિક રીતે જ કરપાત્ર છે (ઇક્વિટી કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ પર રૂ.1 લાખ સુધીનો લાંબાગાળાનો મૂડીનફો કરમુક્ત છે). તેની સરખામણીમાં અન્ય 80સી રોકાણ વિકલ્પો જેવા કે ટેક્સ સેવિંગ્સ એફડી અને એનએસસી પરનો લાભ સંપૂર્ણપણે કરપાત્ર છે અને એનપીએસ પર આંશિક રીતે કરપાત્ર છે.
ટેક્સ સિઝનમાં જ અનુસરવું ભૂલભર્યું
ટૂંકમાં કહીએ તો રોકાણકારોએ તેમના રોકાણની રીત બદલવી જોઈએ અથવા ઈએલએસએસને રોકાણના વિકલ્પ તરીકે જોવું જોઈએ. વર્ષોથી ઈએલએસએસમાં સમયાંતરે પદ્ધતિસરનું રોકાણ - 10 વર્ષથી વધુ સમય માટે, તે એક વરદાન છે અને તે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર હોય કે માર્ચ મહિનો હોય માત્ર ટેક્સ સિઝનમાં જ અનુસરવાની રીત નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર