Home /News /business /

Yes Bank Stock: આ સપ્તાહમાં યસ બેન્કના શેરમાં જોવા મળ્યો 22% સુધીનો ઉછાળો, જાણો ઉછાળાનું કારણ

Yes Bank Stock: આ સપ્તાહમાં યસ બેન્કના શેરમાં જોવા મળ્યો 22% સુધીનો ઉછાળો, જાણો ઉછાળાનું કારણ

યસ બેંક (પ્રતીકાત્મક તસવીર)

Yes Bank stock rally: ટેકનિકલ ચાર્ટ પેટર્ન પર વાત કરતા સંતોષ મીણા જણાવે છે કે, ટેકનિકલી યસ બેંકના શેરોએ રૂ. 15ની કી હર્ડલ પાર કરી લીધી છે. જે બાદ શેર રૂ. 17થી રૂ. 20ના સ્તર સુધી પહોંચે તેવી શક્યતા છે.

મુંબઇ. યસ બેંક (Yes Bank)ના શેર (Yes Bank shares) છેલ્લા એક સપ્તાહમાં રૂ. 12.80થી વધીને રૂ. 15.90 સુધી પહોંચી ગયા છે. આ વધારાથી કંપનીના શેરધારકોને 22 ટકાથી રિટર્ન મળ્યું છે. શેર બજાર એક્સપર્ટના મતે યસ બેંકના શેરના ભાવમાં જો તેજી જોવા મળી રહી છે, તો તેના મુખ્ય ત્રણ કારણો હોઈ શકે છે. જેમાં પ્રાઇવેટ ઇક્વિટી (private equity) ગ્રુપ કાર્લાઇલની યસ બેંકમાં 10 ટકા સ્ટેક ખરીદવાની વિચારણા, કોટક મહિન્દ્રા બેંકના બોર્ડની યસ બેંકમાં રૂ. 500 કરોડ પમ્પ કરવાની મંજૂરી અને CARE રેટિંગ એજન્સી દ્વારા તેના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં BBB થી BBB+ સુધીનું રેટિંગ અપગ્રેડ સામેલ છે. તેમનુ કહેવું છે કે યસ બેંકના શેરોમાં રૂ. 15 પર નવો બ્રેકઆઉટ જોવા મળ્યો છે અને હાલમાં આ પ્રાઈવેટ લેન્ડર સ્ટોક ચાર્ટ પેટર્ન પર 'અપટ્રેન્ડ' (uptrend)માં જોવા મળી રહ્યા છે.

નિષ્ણાતોનો અભિપ્રાય


યસ બેંકના શેરના ભાવમાં વધારાના કારણ વિશે વાત કરતા જીસીએલ સિક્યોરિટીઝના વાઈસ ચેરમેન રવિ સિંઘલે જણાવ્યું હતું કે, પીઈ ગ્રુપ કાર્લાઈલ 500થી 600 મિલિયન ડોલરનું રોકાણ કરીને પ્રાઈવેટ લેન્ડરનો 10 ટકા હિસ્સો ખરીદવાની વિચારણા કરી રહ્યું છે. જેના કારણે યસ બેંકના શેરની કિંમત આજે વધી રહી છે. દલાલ સ્ટ્રીટ આ સમાચારથી પ્રભાવિત થયું છે અને શેરમાં આજના ઉછાળાનું કારણ આ જ છે, જે રોકાણકારોને આકર્ષી રહ્યું છે. બજારમાં આ સ્ટોકને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોટક મહિન્દ્રા બેંકના બોર્ડે પ્રાઈવેટ લેન્ડરમાં રૂ. 500 કરોડના રોકાણને મંજૂરી આપી રહ્યું છે, તે જોતાં હાલ યસ બેન્કના શેરનાં ભાવમાં તેતજી જોવા મળી રહી છે.

શેરમાં તેજીનું કારણ


મર્જર અને એક્વિઝિશન સંબંધિત અફવાઓ પર વાત કરતા સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે, યસ બેંક છેલ્લા કેટલાક દિવસોથી તેજીમાં ચાલી રહી છે. મોટા ખેલાડી દ્વારા તેના એક્વિઝિશનની અફવાઓને કારણે તેજી છે. અમે BFSI ઈન્ડસ્ટ્રીમાં મલ્ટીપલ મર્જર અને એક્વિઝિશનની આશા રાખી રહ્યાં છીએ. યસ બેંક માટે આ પ્રકારની ચર્ચા અને શક્યતાને નકારી શકાય તેમ નથી.

લાંબાગાળાથી ચાલી આવતી તકલીફોના અંતે બેંકિંગ સેક્ટર ખૂબ જ સારા તબક્કામાં જઈ રહ્યું છે, હાલ તો આવનારા ભવિષ્યમાં યસ બેંક જેવી નાની બેંકો દ્વારા યોગ્ય પ્રદર્શનની અપેક્ષા રાખી શકાય છે. ભૂતકાળમાં કંપનીના પરિણામોને જોતા કેટલાક રોકાણકારો તેને બાર્ગેન બાયિંગ તરીકે જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: લોનની ચૂકવણી પહેલા આટલી વાતોનું રાખો ધ્યાન, નહીં તો થશે નુકસાન 

રેટિંગમાં સુધારો


કઈ રીતે રેટિંગ અપગ્રેડથી યસ બેંકના શેરના ભાવમાં તેજી આવી છે તે સમજાવતા રાઈટ રિસર્ચના ફાઉન્ડર સોનમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, રેટિંગ એજન્સી CARE એ તેમના ડેટ ઈન્સ્ટ્રુમેન્ટને BBBથી BBB+માં અપગ્રેડ કર્યા પછી યસ બેંકના શેર એક સપ્તાહમાં 20%થી વધુ ઉછળ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે કોવિડ-19 સંબંધિત તણાવ વચ્ચે બેંક દ્વારા સ્ટેબિલાઈઝેશન, બિઝનેસ ગ્રોથ અને પ્રોફિટેબિલીટીમાં સતત સુધારા જોવા મળી રહ્યા છે. બેંક પાસે હજુ પણ સ્ટ્રેસ્ડ એડવાન્સિસ વધુ પ્રમાણમાં છે, જેને મોનિટરિંગની જરૂર છે.

સેબી (SEBI)ના રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર જણાવે છે કે, બેન્કિંગ અને ફાઈનાન્શિયલ સેક્ટરના વધારા સાથે અમે બેંકો પર બુલિશ છીએ અને આ નોંધપાત્ર સુધારા સાથે અમે યસ બેંકના મોમેન્ટમ પર દાવ લગાવીએ છીએ.

આ પણ વાંચો: અઠવાડિયામાં જ 24 ટકાથી વધુ ઉછળ્યો આ શેર, શું તમારી પાસે છે?

શેરમાં કેટલો ઉછાળો આવી શકે?


ટેકનિકલ ચાર્ટ પેટર્ન પર વાત કરતા સંતોષ મીણા જણાવે છે કે, ટેકનિકલી યસ બેંકના શેરોએ રૂ. 15ની કી હર્ડલ પાર કરી લીધી છે. જે બાદ શેર રૂ. 17થી રૂ. 20ના સ્તર સુધી પહોંચે તેવી શક્યતા છે. બીજી તરફ રૂ. 15 એ મોમેન્ટમ કાઉન્ટર પર સ્ટ્રોન્ગ સપોર્ટ લેવલ તરીકે કામ કરવું જોઈએ, જ્યારે રૂ.13 મુખ્ય સપોર્ટ લેવલ રહશે.
First published:

Tags: Bank, Investment, Share market, Stock market, Stock tips, Yes Bank

આગામી સમાચાર