59 ચાઇનીઝ Apps પર કેમ લાગ્યો પ્રતિબંધ? કેન્દ્ર સરકારે જણાવ્યું આ મોટું કારણ

News18 Gujarati
Updated: June 30, 2020, 7:44 AM IST
59 ચાઇનીઝ Apps પર કેમ લાગ્યો પ્રતિબંધ? કેન્દ્ર સરકારે જણાવ્યું આ મોટું કારણ
મોદી સરકાર ચીનને એ જણાવી દેવા માંગે છે કે આ વખતે ભારત કોઈ પણ રીતે ઝૂકવા તૈયાર નથી

મોદી સરકાર ચીનને એ જણાવી દેવા માંગે છે કે આ વખતે ભારત કોઈ પણ રીતે ઝૂકવા તૈયાર નથી

  • Share this:
નવી દિલ્હીઃ ભારત સરકાર તરફથી 59 ચાઇનીઝ એપ (59 Chinese Apps Banned) પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર (Central Government) તરફથી આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ચીન સાથે વધેલા તણાવને ઓછો કરવા માટે આજે લેફ્ટનન્ટ જનરલ સ્તર (Lieutenant General Level) ની ફરી એકવાર બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક પહેલા મોદી સરકાર ચીનને એ જણાવી દેવા માંગે છે કે આ વખતે ભારત કોઈ પણ રીતે ઝૂકવા તૈયાર નથી. સરકારે જે પ્રકારે લેફ્ટનન્ટ જનરલ સ્તરની બેઠક પહેલા આ નિર્ણય લીધો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે સરકારે હવે ચીનને સીધી રીતે ચેતવણી આપી દીધી છે.

આઈટી મંત્રાલયે સોમવારે જાહેર કરેલા એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, તેમને વિભિન્ન રીતે અનેક ફરિયાદો મળી છે, જેમાં એન્ડ્રોઇડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલીક મોબાઇલ એપનો દુરુપયોય થવાની વાત કહેવામાં આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એપ યૂઝર્સનો ડેટા ચોરીને, તેમને ચૂપચાપ ભારતની બહાર સ્થિત સર્વરને મોકલવામાં આવે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પ્રતિ શત્રુતા રાખનારા તત્વો દ્વારા આ આંકડાઓનું સંકલન, તેની તપાસ અને પ્રોફાઇલિંગ અંતે ભારતની સંપ્રભુતા અને અખંડતા પર આઘાત હોય છે, આ ખૂબ ચિંતાનો વિષય છે, જેની વિરુદ્ધ ઇમરજન્સી ઉપાયોની જરૂરિયાત છે. આઈટી કાયદા અને નિયમોની કલમ 69A હેઠળ પોતાની શક્તિઓનો ઉપયોગ કરતાં આ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો, દુનિયાની સૌથી મોટી કંપની આપી રહી છે 20 હજાર લોકોને નોકરી, ધોરણ-12 પાસ પણ કરી શકે છે અરજી

ગૃહ મંત્રાલય હેઠળ આવનારા ભારતીય સાઇબર અપરાધ સમન્વય કેન્દ્રએ આ દુર્ભાગ્યપૂર્ણ એપ્સ પર વ્યાપક પ્રતિબંધ લગાવવાની ભલામણ પણ કરી હતી. મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના આધાર પર અને હાલમાં વિશ્વસનીય સૂચનાઓ મળતાં આવી એપ્સ ભારતની સંપ્રભુતા અને અખંડતા માટે ખતરો છે.

આ પણ વાંચો, Lunar Eclipse: ગુરુ પૂર્ણિમાએ છે આ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ, જાણો આ ખાસ વાતો


ભારત સરકારે મોબાઇલ અને મોબાઇલ વગરના ઇન્ટરનેટ સક્ષમ ઉપકરણોમાં ઉપયોગ કરતી કેટલીક એપ્સના ઉપયોગને બંધ કરવાનો નિર્ણય લીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું કરોડો ભારતીય મોબાઇલ અને ઇન્ટરનેટ યૂઝર્સના હિતોની રક્ષા કરશે. આ નિર્ણય ભારતીય સાઇબર સ્પેસની સુરક્ષા અને સંપ્રુભતા સુનિશ્ચિત કરવાની દિશામાં એક પગલું છે.
First published: June 30, 2020, 7:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading