Home /News /business /PVC પાઈપ બનાવનારી આ કંપનીના શેરોમાં આવી શકે તેજી, ICICI સિક્યોરિટીઝે આપી ખરીદીની સલાહ

PVC પાઈપ બનાવનારી આ કંપનીના શેરોમાં આવી શકે તેજી, ICICI સિક્યોરિટીઝે આપી ખરીદીની સલાહ

આ કંપનીઓના શેરોમાં આવી શકે તેજી

Investment News: Prince Pipesનો શેર 5 ટકા, Astral Pipesનો શેર 3 ટકા, Finolex Pipesના શેરમાં 2 ટકા તેજી છે. એક્સપર્ટનું કહેવું છે કે, કાચા માલની કિંમતોમાં આવેલા ઘટાડા પછી એક્સપર્ટનું માનવું છે કે, ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાટરમાં કંપનીઓના પરિણામ સારા આવી શકે છે. ICICI સિક્યોરિટીઝે આ ત્રણેય શેરોમાં ખરીદીની સલાહ આપી છે.

વધુ જુઓ ...
  • CNBC
  • Last Updated :
  • New Delhi, India
    નવી દિલ્હીઃ સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તીવ્ર પ્રોફિટ બુકિંગને કારણે  બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકા નીચે છે. જ્યારે, આ ઘટાડા છતાય પાઈપ બનાવનારી કંપનીઓના શેરમાં તેજીની શક્યતાઓ દેખાઈ રહી છે. Prince Pipesનો શેર 5 ટકા, Astral Pipesનો શેર 3 ટકા, Finolex Pipesના શેરમાં 2 ટકા તેજી છે. એક્સપર્ટનું કહેવું છે કે, કાચા માલની કિંમતોમાં આવેલા ઘટાડા પછી એક્સપર્ટનું માનવું છે કે, ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાટરમાં કંપનીઓના પરિણામ સારા આવી શકે છે. ICICI સિક્યોરિટીઝે આ ત્રણેય શેરોમાં ખરીદીની સલાહ આપી છે.

    શેરોનું પ્રદર્શન


    CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, Prince Pipesના શેરોમાં હાવ 5 ટકા તેજી છે. આ સપ્તાહમાં શેર 7 ટકા, એક મહિનામાં 8 ટકા વધ્યા છે. જો કે, વર્ષભરમાં શેરે 21 ટકાનું નેગેટિવ વળતર આપ્યુ છે.

    Astral Pipes- સપ્તાહમાં શેરમાં 6 ટકા, 1 મહિનામાં 4 ટકા અને વર્ષભરમાં 11 ટકા ગબડ્યો છે. જો કે, ત્રણ વર્ષમાં શેરે 140 ટકાનું વળતર આપ્યુ છે.

    આ પણ વાંચોઃ 10 વર્ષમાં 10 કરોડ કમાવવા છે? તો બસ આ રીતે કરો મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રોકાણ

    Finolex Industires- આ સપ્તાહમાં શેર 1 ટકા, 1 મહિનામાં 15 ટકા અને વર્ષ દરમિયાન 23 ટકા ગબડ્યો છે. જો કે, ત્રણ વર્ષમાં શેરે 36 ટકા વળતર આપ્યું છે.

    ની રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, કાચા માલ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી પીવીસી પાઈપોની કિંમતોમાં હજુ સુધી 43 ટકા ઘટાડો નોંધાયો છે. તેનાથી કંપનીને સીધો ફાયદો મળશે. કારણ કે પીવીસીનો ઉપયોગ પાઈપ બનાવવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યુ છે કે, એગ્રીકલ્ચર અને પ્લંબિગ માંગ આગળ જઈને વધી શકે છે. વર્તમાન નાણાકીય વર્ષના આગામી ક્વાટરમાં તેની માંગમાં તેજીની શક્યતા છે.

    આ પણ વાંચોઃ આ કંપનીના IPOએ તો માર્કેટમાં આગ લગાવી દીધી, હવે શેરબજારમાં કરી શકે ધમાકેદાર એન્ટ્રી; જાણો શું છે GMP

    શું કરે રોકાણકારો


    ICICI SECURITES એ તેની રિપોર્ટમાં Prince Pipesના શેરો પર 691 રૂપિયાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે, Astral Pipes માટે 2295 રૂપિયાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. Finolex Pipesના શેર પર 186 રૂપિયાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment રોકાણ, Stock market

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन