Tea Company: ગરમીઓમાં પણ 28% વધ્યા ચાની કંપનીઓના શેર, જાણો શું છે કારણ
Tea Company: ગરમીઓમાં પણ 28% વધ્યા ચાની કંપનીઓના શેર, જાણો શું છે કારણ
ચાના બગીચા (ફાઇલ તસવીર)
Tea Companies: મેકલોઇડ રસેલના શેરોએ એક મહીનામાં 15.57 ટકા સુધી રિટર્ન આપ્યું છે. બુધવારે પણ આ શેરોમાં તેજી જોવા મળી છે. આ શેરના ભાવ 2.53 ટકાની તેજી સાથે 23.35 રૂપિયા હતા.
નવી દિલ્હી: હાલ ચાની કંપનીઓ (Tea Company)ના શેરોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારે ટોપ 6 ચા કંપનીઓના શેરો (Top 6 Tea Company Stocks)માં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા 1 મહિનામાં આ કંપનીઓના શેરોએ 28 ટકા સુધી રિટર્ન (Tea Company stocks rise) આપ્યું છે. હકીકતમાં શ્રીલંકામાં આવેલી ઇકોનોમિક ક્રાઇસિસ (Economic Crisis in Shri Lanka)ના કારણે ભારતીય ચા કંપનીઓ માટે નિકાસના દરવાજાઓ ખુલી ગયા છે. સરકાર પણ તેમાં પૂરતો સપોર્ટ આપી રહી છે. તેથી આ કંપનીના શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.
આ કંપનીઓના શેરમાં આવ્યો ઉછાળો
મેકલોઇડ રસેલના શેરોએ એક મહીનામાં 15.57 ટકા સુધી રિટર્ન આપ્યું છે. બુધવારે પણ આ શેરોમાં તેજી જોવા મળી છે. આ શેરના ભાવ 2.53 ટકાની તેજી સાથે 23.35 રૂપિયા હતા.
જયશ્રી ટી એન્ડ ઇન્ડસ્ટ્રીઝના શેર છેલ્લા એક મહીનામાં 22 ટકા વધ્યા છે. બુધવારે આ શેરના ભાવ 3.42 ટકાના ઉછાળા સાથે 114.90 રૂપિયા હતા.
ટાટા કંઝ્યૂમરના શેરે છેલ્લા એક મહીનામાં 8.18 ટકા રીટર્ન આપ્યું છે. બુધવારે આ શેરના ભાવ 2.27 ટકાના ઉછાળા સાથે 809.20 રૂપિયા હતા.
છેલ્લા એક મહીનામાં ધુનસેરી ટી ઇન્ડસ્ટ્રીઝના શેરોએ 20.16 ટકાનો વધારો નોંધાવ્યો છે. બુધવારે આ શેરોનો ભાવ 4.43 ટકાની તેજી સાથે 197 રૂપિયા હતો. આ શેરનો ભાવ ગત એક મહીનામાં 19.64 ટકા ઉછળ્યો છે. આ ઉછાળા સાથે હાલનો ભાવ 308.10 રૂપિયા ચાલી રહ્યો હતો.
ગુડરિક ગ્રુપના શેરે છેલ્લા એક મહીનામાં સૌથી વધુ રિટર્ન આપ્યું છે. એક મહીનામાં તેનો ભાવ 28.17 ટકા સુધી ઉછળ્યો છે. બુધવારે તેનો ભાવ 0.33 ટકાના નજીવા ઘટાડા સાથે 260 રૂપિયા હતો.
વિશ્લેષકોનું માનવું છે કે, શ્રીલંકાથી સપ્લાઇ ઘટી છે. ઇન્ડિયા તેની જગ્યા લઇ શકે છે. ભારત ઇરાન, તુર્કી, ઇરાક જેવા દેશોમાં નિકાસ વધારી શકે છે. ભારત રશિયામાં પણ ચાની નિકાસ વધારવા માંગે છે. જોકે, હજુ પણ આ દેશોમાં ભૌગોલિક તણાવના કારણે નિકાસમાં થોડી મુશ્કેલીઓ છે. સરકાર આ પ્રશ્નોને હલ કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર પણ ચાની નિકાસ વધારવાના આ અવસરનો લાભ લેવા માંગે છે.
ટી બોર્ડ ઓફ ઇન્ડિયાના ડેટા અનુસાર, 2019માં શ્રીલંકાએ તુર્કીમાં 16.7 કરોડ ડોલરની ચાની નિકાસ કરી હતી. તેણે રશિયાને 13.2 કરોડ ડોલરની ચા એક્સપોર્ટ કરી હતી. જ્યારે ઇરાકમાં 10.4 કરોડ ડોલર અને ચીનમાં 5.5 કરોડ ડોલરની ચાની નિકાસ કરી હતી. શ્રીલંકા હજુ પણ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. ત્યાં ઇંધણની સાથે ખાવાપીવાની વસ્તુઓની પણ ભારે તંગી છે. દરરોજ 12-14 કલાક વીજ કાપ થઈ રહ્યો છે. જેની અસર ચાના ઉત્પાદન પર પડી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર