Home /News /business /

Star Health IPO: રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપનીને રોકાણકારોએ કેમ ભાવ ન આપ્યો? IPO 79% જ ભરાયો

Star Health IPO: રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપનીને રોકાણકારોએ કેમ ભાવ ન આપ્યો? IPO 79% જ ભરાયો

રાકેશ ઝુનઝુનવાલા

Star Health IPO subscription: તમામ પ્રયાસ છતાં સ્ટાર હેલ્થનો આઈપીઓ અંતિમ દિવસ સુધી ફક્ત 79% જ ભરાયો. આવું શા માટે થયું? જાણો નિષ્ણાતોનું શું કહેવું છે.

  મુંબઈ: કોઈ આઈપીઓ (IPO)ને સફળ થવા માટે જે વસ્તુઓની જરૂરી હોય તે તમામ વસ્તુ સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્શ્યોરન્સ કંપની (Star Health and Allied Insurance Company) પાસે હતી. કંપનીને શેર બજારના એક દિગ્ગજ રોકાણકારનું સમર્થન હતું. માર્કેટમાં કંપનીનો દબદબો હતો. કંપનીનો ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ગ્રોથ રેટ હતો, ત્યાં સુધી કે મોટાભાગના બ્રોકરેજ હાઉસિસે આ આઈપીઓને ભરવાની સલાહ પણ આપી હતી. જોકે, આ તમામ સબળા પાસા વચ્ચે રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ના રોકાણવાળી સ્ટાર હેલ્થ કંપનીનો આઈપીઓ (Star Health IPO Subscription) ફક્ત 79% ભરાયો છે. કંપનીને 4.49 કરોડ ઇક્વિટી શેરના બદલામાં ફક્ત 3.56 કરોડ ઇક્વિટી શેર માટે બોલી મળી છે.

  કયો હિસ્સો કેટલો ભરાયો? (Star Health IPO subscription)

  અંતિમ દિવસ સુધી સ્ટાર હેલ્થના આઈપીઓમાં ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત હિસ્સો 1.03 ગણો ભરાયો હતો. નિયમ પ્રમાણે કોઈ ઇશ્યૂનો QIB હિસ્સો ઓછામાં ઓછો 90% ભરાવો જોઈએ. રિટેલ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 1.1 ગણો ભરાયો હતો. જોકે, નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને કંપનીના કર્મચારીઓ આ ઇશ્યૂથી દૂર રહ્યા હતા અને તેમનો હિસ્સો ક્રમશ: 19 ટકા અને 10 ટકા ભરાયો હતો. એ વાત પણ નોંધવી રહી કે કંપનીના કર્મચારીઓને શેર દીઠ 80 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું હતું. છતાં કર્મચારીઓ માટે અનામત હિસ્સો ભરાયો નથી.

  બે કલાકનો સમય પણ વધારાયો

  IPOને મળેલા નબળા પ્રતિસાદ વચ્ચે સ્ટોક એક્સેચન્જોએ બીજી ડિસેમ્બરના રોજ આઈપીઓને ભરવાની સમયમર્યાદામાં બે કલાકનો વધારો કર્યો હતો. જોકે, આ તમામ પગલાં છતાં આઈપીઓ સંપૂર્ણ ભરાયો ન હતો. આઈપીઓ ન ભરાવવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે.

  પ્રમોટર માટે પૈસા

  આશરે 7,250 કરોડ રૂપિયાના આઈપીઓમાંથી 4,400 કરોડ રૂપિયા ઑફર ફૉર સેલ (OFS) હતા. મુંબઈની ઇન્વેસ્ટમેન્ટ એડ્વાઇઝરી ફર્મ Wright Researchની સ્થાપક સોનમ શ્રીવાસ્તવે જણાવ્યું કે, "IPOથી એકઠી થનારી 60 ટકા રકમ પ્રમોટર પાસે જવાની હતી. આ કારણે જ સંભવિત રોકાણકારો ફન્ડિંગના વાસ્તવિક કારણ અને તેના ઉપયોગને લઈને દ્વિધામાં મૂકાયા હતા."

  ક્યાં લોચો થયો?

  સ્ટાર હેલ્થ દેશની પ્રમુખ અને સૌથી મોટી સ્ટેન્ડઅલોન હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની છે. નાણાકીય વર્ષ 2021માં કંપની પાસે 16% માર્કેટ શેર હતો. સાથે જ બજાર નિષ્ણાતો એવું પણ માની રહ્યા હતા કે રાકેશ ઝુનઝુનવાલાની કંપનીએ તેનો કોઈ હિસ્સો વેચ્યો નથી. આ જ કારણે રોકાણકારોનું આઈપીઓ પ્રત્યે આકર્ષણ વધશે. જોકે, આવું બિલકુલ ન થયું.

  પેટીએમના આઈપીઓ બાદ રોકાણકારો સતર્ક

  નિષ્ણાતોનું કહેવું છે કે આવું થવા પાછળ અનેક કારણ છે. કંપનીની મોંઘું વેલ્યૂએશન અને તાજેતરમાં કંપની તરફથી કરવામાં આવેલી ખોટ મુખ્ય કારણ છે. આ ઉપરાંત અમુક નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે રોકાણકારો સ્ટાર હેલ્થનો આઈપીઓ લૉંચ થયો ત્યારે જ લૉંચ થયેલા અન્ય આઈપીઓ તરફ આકર્ષાયા હતા. આ કારણે રોકાણકારોએ સ્ટાર હેલ્થ તરફ વધારે ધ્યાન આપ્યું ન હતું. આ ઉપરાંત તાજેતરમાં પેટીએમનો આઈપીઓ ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટ થયો હતો. આ કારણે રોકાણકારો હવે વધારે સતર્ક થઈ ગયા છે.

  Choice Brokingના રિસર્ચ એનાલિસ્ટ સતીશ કુમારે કહ્યુ કે, "ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ મોંઘા વેલ્યૂએશનને લઈને પહેલા જ સવાલ ઉઠાવી ચૂક્યા છે." આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 870-900 રૂપિયા રાખવામાં આવી હતી. જ્યારે દિગ્ગજ રોકાણકાર ઝુનઝુનવાલાએ આ કંપનીમાં 15% ભાગીદારી ખરીદી હતી. એ સમયે તેમણે સરેરાશ 156 રૂપિયા પ્રતિ શેર ચૂકવ્યા હતા.

  અગત્યની તારીખો (Star Health IPO important dates)

  સ્ટાર હેલ્થનો આઈપીઓ 30 નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને બીજી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. ડિસેમ્બર 10ના રોજ NSE અને BSE પર સ્ટાર હેલ્થના આઈપીઓનું લિસ્ટિંગ થવાની આશા છે.

  કંપની વિશે (Start Health company)

  2006ના વર્ષમાં શરૂ થયેલા સ્ટાર હેલ્થ અને અલાઇડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (Star Health) દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની છે. નાણાકીય વર્ષ 2021માં સ્ટાર હેલ્થનો માર્કેટ શેર 15.8% હતો. કંપની રિટેલ હેલ્થ માર્કેટ સેગમેન્ટ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

  સ્ટાર હેલ્થ આઈપીઓ પ્રાઇસ બેન્ડ (Star Health IPO price band)

  દિગ્ગજ રોકાણકાર રોકાણકાર અને સેફક્રોપ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા તેમજ વેસબ્રિજના રોકાણવાળી કંપની સ્ટાર હેલ્થ (Star Health)નો આઈપીઓ 30મી નવેમ્બરના રોજ ખુલશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 870-900 રૂપિયા નક્કી કરી છે.

  આઈપીઓ સાઇઝ (Star Health IPO size)

  Star Health and Allied Insurance Company આઈપીઓમાં 2,000 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જાહેર કરશે. જ્યારે કંપનીના વર્તમાન 11 શેરધારકો 5,83,24,225 શેર ઑફર ફૉર સેલ હેઠળ વેચશે.

  કંપનીના વર્તમાન પ્રમોટર્સ પોતાનો હિસ્સો વેચશે

  ઑફર ફોર સેલમાં Safecrop Investments India LLP 3,06,83,553 ઇક્વિટી શેરનું વેચાણ કરશે. જ્યારે Konark Trust 1,37,816 ઇક્વિટી શેર વેચશે. MMPL Trust 9,518 ઇક્વિટી શેર વેચશે, જ્યારે Apis Growth 6 Ltd 76,80,371 ઇક્વિટી શેર વેચશે. આજ રીતે Mio IV Star 41,10,652 ઇક્વિટી શેર વેચશે. કંપની આ ફ્રેશ ઇશ્યૂથી મળનારી રકમનો ઉપયોગ કેપિટલ બેઝ વધારવામાં અને સોલ્વન્સી લેવલ મેઇન્ટેન કરવામાં કરશે. જ્યારે ઑફર ફોર સેલથી મળનારી રકમ જે તે શેર ધારકોને મળશે. આ ઉપરાંત ROC Capital Pty Limited આશરે 25,09,099 ઇક્વિટી શેર, વેંકટસામી જગન્નાથન 10 લાખ ઇક્વિટી શેર અને બર્જિસ મીનુ દેસાઈ 1.44 લાખ ઇક્વિટી શેર વેચશે.

  દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની

  સ્ટાર હેલ્ત દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની હોવાનો દાવો કરે છે. નાણાકીય વર્ષ 2021માં અને 2022ના પ્રથમ છ મહિના દરમિયાન તેનો કુલ ગ્રૉસ રિટેન પ્રીમિયમ (GWP) ક્રમશ: 9,348.95 કરોડ રૂપિયા અને 5,069.78 કરોડ રૂપિયા હતું.

  આ પણ વાંચો: Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 218 ગણો ભરાયો, રિટેલ હિસ્સો 29 ગણો ભરાયો, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

  રાકેશ ઝુનઝુનવાલની ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Star Health)

  દેશની સૌથી મોટી ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની (Private health Insurance company) સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદારી છે. રાકેશ ઝુનઝુનવાલાની Start Health and Allied Insuranceમાં 14.98% ભાગીદારી છે. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની આ કંપનીમાં 3.26 ટકા ભાગીદારી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Insurance, Investment, IPO, Rakesh jhunjhunwala

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन