ITR Filing: ઇન્મક ટેક્સના દાયરામાં ન આવવા છતાં તમે ફાઈલ કરી શકો છો રિટર્ન, મળશે આ ખાસ ફાયદા
ITR Filing: ઇન્મક ટેક્સના દાયરામાં ન આવવા છતાં તમે ફાઈલ કરી શકો છો રિટર્ન, મળશે આ ખાસ ફાયદા
ઇન્મક ટેક્સ રિટર્ન ભરવાના ફાયદા
Income Tax Return filing: પગારદાર વર્ગના લોકોને કંપની તરફથી ફોર્મ 16 મળે છે, જે તેમની આવકનો પુરાવો છે. જે લોકોનો પોતાનો વ્યવસાય છે, તેમની પાસે પગારદાર લોકોની જેમ આવકનો કોઈ પુરાવો નથી. આવા લોકો માટે ITR આવક અને ખર્ચની વિગતો સાથે આવકના પુરાવા તરીકે કામ કરે છે.
નવી દિલ્હી. Income Tax Return filing: જો તમે હજુ સુધી અસેસમેન્ટ યર (Assessment Year) 2021-22 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કર્યું નથી, તો તમારે તેને 31 માર્ચ, 2022 સુધીમાં ફાઇલ કરવું પડશે. આ તારીખ સુધીમાં રિવિઝ્ડ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) પણ ફાઇલ કરી શકાય છે. જો ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return)માં કોઈ કરેક્શન કર્યું હોય તો પણ 31 માર્ચ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ (ITR last date) છે. જો તમે 31 માર્ચ સુધી રિટર્ન નથી ભરતા તો આ પછી તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે. વ્યક્તિગત ટેક્સપેયર (Individual Taxpayer) જેમની કરપાત્ર આવક વાર્ષિક રૂ. 2.50 લાખથી વધુ છે, તેમણે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની જરૂરી છે. આવા સમયે જો તમારી આવક ટેક્સેબલ ઈન્કમની મુક્તિ મર્યાદા કરતા ઓછી હોય તો તમારી માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવું ફરજિયાત નથી. જો કે છતાં તમે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો તો તમને તેનાથી ઘણા ફાયદા મળી શકે છે. અહીં એ પણ જાણી લો કે જો તમારું વીજળી બિલ દર વર્ષે 1 લાખ રૂપિયાથી વધુ છે અથવા તમે વિદેશ પ્રવાસ પર 2 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે, તો તમારે રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે.
સરળતાથી કરી શકશો રિફંડ ક્લેમ
જો તમે કોઈપણ પ્રકારના ટેક્સ રિફંડનો ક્લેમ કરવા માંગો છો, તો તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે. ઘણી વખત આવક ટેક્સેબલ હોતી નથી છતાં TDS કાપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે ટીડીએસનું રિફંડ ઇચ્છતા હોવ તો તેના માટે રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. ITR ફાઇલ કર્યા પછી જો તમારું રિફંડ થઈ રહ્યું છે, તો ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે.
આવકના પુરાવાની જેમ કામ કરશે ITR
પગારદાર વર્ગના લોકોને કંપની તરફથી ફોર્મ 16 મળે છે, જે તેમની આવકનો પુરાવો છે. જે લોકોનો પોતાનો વ્યવસાય છે, તેમની પાસે પગારદાર લોકોની જેમ આવકનો કોઈ પુરાવો નથી. આવા લોકો માટે ITR આવક અને ખર્ચની વિગતો સાથે આવકના પુરાવા તરીકે કામ કરે છે. જેમનો પોતાનો વ્યવસાય છે તેઓ તેમના ઈન્કમ પ્રુફ ડોક્યુમેન્ટ તરીકે ઈન્કમ ટેક્સ રિટર્ન રજૂ કરી શકે છે.
ડ્યૂ ટેડની અંદર ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવું એક વ્યક્તિગત ટેક્સપેયર માટે નુકસાનનું ક્લેમ (કેપિટલ ગેઈનથી નુકસાન, બિઝનેસ અથવા પ્રોફેશનમાં નુકસાન) કરવા માટે જરૂરી છે. ઈન્કમ ટેક્સના નિયમો અનુસાર કેરી ફેરવર્ડ લોસ માત્ર એ જ લોકો ક્લેમ કરી શકે છે, જેમણે અસેસમેન્ટ યર માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું હોય. જો તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા ઈક્વિટી શેરથી પ્રોફિટ કર્યું હોય તો આ પ્રોફિટના સમયે પર તમે રિટર્ન ફાઈલ કરતા પહેલા થયેલા નુકસાન સાથે એડજસ્ટ કરી શકો છો.
ITR ડોક્યુમેન્ટની જેમ કામ આવે છે
ITR એ એક એવો દસ્તાવેજ છે જે વિવિધ નાણાંકીય અરજીઓમાં પુરાવા તરીકે કામ કરે છે. ઉદાહરણ તરીકે, લોન માટે અરજી કરતી વખતે બેંકર્સ તમારા ઈન્કમ સોર્સને વેરિફાય કરવા માટે ટેક્સ રિટર્નની કોપી માંગે છે. લોન મેળવવા ઉપરાંત, ITR ક્રેડિટ કાર્ડ, વીમા પોલિસી મેળવવાની પ્રક્રિયામાં પણ મદદ કરે છે. આ રીતે તે તમારી આવકના પુરાવા તરીકે કામ કરે છે.
નોકરી અથવા વ્યવસાયના હેતુઓ માટે દેશની બહાર જવા માટે તમારે વિઝા (VISA)ની જરૂર છે. વિઝા માટે અરજી કરતી વખતે ITR સંબંધિત દસ્તાવેજો જરૂરી છે. ઘણી વખત ઘણા દેશોના એમ્બેસી વિઝા માટે અરજી કરતા લોકોના ટેક્સ રિટર્ન રેકોર્ડને જુએ છે. ITR દ્વારા એ જોવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના દેશમાં આવી રહી છે તેની આર્થિક સ્થિતિ શું છે. ઉપરાંત, તેના દેશમાં તે વ્યક્તિનો ટેક્સ કમ્પલાયન્સ રેકોર્ડ શું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર