Home /News /business /જીવનભર નથી કરવી નોકરી? તો 40 વર્ષની ઉંમરે જ બનાવો રિટાયરમેન્ટ પ્લાન, ચિંતામુક્ત થઈ જશો

જીવનભર નથી કરવી નોકરી? તો 40 વર્ષની ઉંમરે જ બનાવો રિટાયરમેન્ટ પ્લાન, ચિંતામુક્ત થઈ જશો

આ રીત અપવાનો તો 40 વર્ષે જ થઈ જશો નિવૃત

Retirement Investment: ઘણા લોકોને તેમની ઓફિસનું ટેન્શન હંમેશા પોતાના પર રાખવા માંગતા નથી, એવામાં તમે યોજના બનાવો છો કે, એક વાર રૂપિયા ભેગા કરીને પોતાનો જ બિઝનેસ કરો કે એવી જગ્યા પર રોકાણ કરો, જ્યાં કોઈ પણ પ્રકારની ચિંતા વિના આવક થતી રહે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ ટ્વીટરના સીઈઓ પરાગ અગ્રવાલની સાથે શું થયુ તે વિશે તો તમે જાણો જ છો? તેના પછી ઘણા લોકોના મનમાં એ વાત રહી ગઈ હશે કે, તમે કેટલા પણ ઊંચા હોદ્દા પર રહો, તમારી નોકરી ગમે ત્યારે જઈ શકે છે. આ ઉપરાંત ઘણા લોકોને તેમની ઓફિસનું ટેન્શન હંમેશા પોતાના પર રાખવા માંગતા નથી, એવામાં તમે યોજના બનાવો છો કે, એક વાર રૂપિયા ભેગા કરીને પોતાનો જ બિઝનેસ કરો કે એવી જગ્યા પર રોકાણ કરો, જ્યાં કોઈ પણ પ્રકારની ચિંતા વિના આવક થતી રહે.

આવી રીતે બનાવો સંપૂર્ણ યોજના


નોકરી મળ્યા બાદ તમે સૌથી પહેલા આ વાતનું ધ્યાન રાખો કે, માસિક ખર્ચ ઓછો રહે, કારણકે જ્યારે લોકોને નોકરી મળે છે, તો તેઓ શરૂઆતમાં વધારે ખર્ચ કરી દે છે. જ્યારે આ સમય રૂપિયાની બચત કરવાનો હોય છે. એટલા માટે નોકરીના શરૂઆતી સમયમાં સમજી વિચારીને રૂપિયા ખર્ચ કરો.

આ પણ વાંચોઃ તમારા રૂપિયા તૈયાર રાખો, 2 નવેમ્બરે ખુલશે ફ્યુઝન લિમિટેડનો IPO; કમાણી નિશ્ચિત

પાર્ટ ટાઈમ કામ કરો


આવી રીતે તમે માસિક આવકના 50થી 70 ટકા બચત કરી શકો છો અને જો તમે બચત કરવાના ચક્કરમાં તમારા શોખ પૂરા કરવામાં અસમર્થ છો, તો તમે પાર્ટ ટાઈમ પણ કામ કરી શકો છો, જેનાથી તમારુ બજેટ બગડશે નહિં. આ ઉપરાંત તમે પગાર વધારવાની માંગ કરી શકો છો કે નોકરી બદલીને તમારો પગાર વધારી શકો છો.

આ પણ વાંચોઃ તમને પણ કોઈએ પધરાવી છે ફાટેલી નોટ? તો આ રીતે બદલી શકાય

જાહેર પરિવહનનો ઉપયોગ કરો


આ ઉપરાંત તમારે માસિક ખર્ચ પણ ઓછો કરવો જોઈએ. જેમ કે, જાહેર પરિવહનનો ઉપયોગ કરીને તમારું બજેટ ઓછું કરી શકો છો. આ ઉપરાંત તમારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ સમજી વિચારીને કરવો પડશે, કારણ કે પછી પેમેન્ટ કરવાના ચક્કરમાં ઘણી વાર વગર કામના ખર્ચા થઈ જાય છે. આ ઉપરાંત સેકન્ડ હેન્ડ વ્હીકલનો ઉપયોગ કરીને પણ રૂપિયા બચાવી શકાય છે. ઘણા લોકો વારંવાર મોબાઈલ બદલે છે, એવામાં તમે આ ખર્ચા પર કંટ્રોલ કરી શકો છો.


યોગ્ય જગ્યાએ રોકાણ કરો


ત્યારબાદ સૌથી મોટું કામ હોય છે, જે તમારા રૂપિયાની બચતનું છે. તેને યોગ્ય જગ્યાએ રોકાણ કરવા, કેમ કે ઘણા લોકો તેમના રૂપિયા એવી જગ્યાએ લગાવી દે છે, જ્યાં રોકાણ ડૂબી જાય છે અથવા તો સારુ વળતર મળતુ નથી. એટલા માટે તમારે સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ. આ માટે તમે પ્રોફેશનલ્સની પણ મદદ લઈ શકો છો.
First published:

Tags: Business news, Retirement savings, Savings

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો